એક પ્રશ્ન - 2 Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પ્રશ્ન - 2

ભાગ ૨
તમે અત્યાર સુધી જોયું કે માતાજી રાજકુમાર ને કહે છે કે તારે શું પ્રશ્ન પૂછવો છે પૂછ તો હવે જુવો રાજકુમાર શું પૂછે છે.

રાજકુમાર એ માતાજી ને કહ્યું કે એક વિશાળ નગર હતું તેમાં એક બાપ અને તેનો દીકરો રેહતા હતા . જેમાં દીકરા ના બાપ નું નામ વિરેન્દ્ર અને તેના દીકરા નું નામ તેજ હતું. તેજ ની માતા કેટલાય વર્ષો થી એક બીમારી થી પીડાતી હતી.તેની માતા નું નામ રેવતી હતું. વિરેન્દ્ર અને તેજ તેમનું ખૂબ ધ્યાન રાખતા હતા તેને ઠીક થવા માટે અલગ અલગ જડી બુટી આપતા હતા .પણ તેજ ની માતા ની આ બીમારી જતી જ નહતી . ઘણા બધા
પ્રયાસો કર્યા તેમને અલગ અલગ વૈદ્ય પાસે પણ લય ગયા પરંતુ બધા જ વૈદ્ય એ એમ જ કીધું જ્યાં સુધી આ જીવશે તેમની આ બીમારી તેની જોડે જ રહેશે,આ બીમારી નો કોઈ પણ ઈલાજ નથી તમે બસ એમનું ધ્યાન રાખો બાકી બધું હવે ભગવાન પર છોડી દો , દરેક વૈદ્ય ના મોઢા માંથી આ વાત સાંભળી ને તેજ અને વિરેન્દ્ર દુઃખી થઇ ગયા હતા. તેઓ ઉમિદ હારતા દેખાતા હતા. વિરેન્દ્ર ને એવો કોઈ રસ્તો નહતો દેખાતો જેમાં તે તેમની પત્ની ને ઠીક કરી સકે.
એક દિવસ સવારે વિરેન્દ્ર ની પત્ની રેવતી ની અચાનક થી તબિયત ખૂબ બગડી ગઈ તેમને શ્વાસ લેવા માં તકલીફ પડતી હતી.તેજ ભાગી ને વૈદ્ય ને બોલાવવા ગયો અને કહ્યું વૈદ્ય જી જલ્દી ચાલો મારી માતા ની તબિયત અચાનક થી ખૂબ બગડી ગઈ છે જલ્દી ચાલો તમે તેજ એ કહ્યું.વૈદ્ય તેમના ઘરે ઝડપ થી આવ્યા તેમને તપાસ કરી કે અચાનક રેવતી ની તબિયત બગડી કેમ ગયી.વૈદ્ય એ કીધું રેવતી હવે લાંબુ જીવશે નહિ આમની પાસે જીવવા માટે ખાલી ૨ કલાક જ છે તમે આમને છેલ્લી વાર મળી લો. આ સાંભળી ને તેજ ખૂબ રોવા લાગ્યો. તેની માતા એ ધીમે થી કહ્યું બેટા તું રો નહિ મારા નસીબ માં આ જ હસે નસીબ આગળ કોઈ નું કઈ નથી ચાલતું .તું બસ તારું ધ્યાન રાખજે અને તારા પિતા નું પણ. વિરેન્દ્ર પણ રોવા લાગ્યો . વિરેન્દ્ર એ કહ્યું રેવતી તું ચિંતા ના કર તને હું કઈ નહિ થવા દઉં તું ઠીક થઈ જઈશ. રેવતી એ કહ્યું સાંભળો મારી વાત હવે મારા મારવા નો સમય આવી ગયો છે તેજ હજી નાનો છે તમે એનું ધ્યાન રાખજો .તમે બીજા લગન કરી લેજો જેથી તમારી બીજી પત્ની તેજ નું ધ્યાન રાખે વિરેન્દ્ર એ કહ્યું ના તું મને મૂકી ને આમ ના જઈ શકે મારી વાત સાંભળે છે ને તું. એટલા માં તો તેજ ની માતા નું મૃત્યુ થઇ ગયું. વિરેન્દ્ર અને તેજ ખૂબ રોવા લાગ્યા .એના થોડા વર્ષો વિતી ગયા.
તેજ ની ઉમર હવે લગન ની થઇ ગઈ હતી . તેઓ જ્યાં રેહતા હતા તેની પાસે ના ઘર માં એક વૃદ્ધ બા રેહતાં હતા તેમને કહ્યું બેટા હવે તું લગન કરી લે અને વિરેન્દ્ર ને પણ કહ્યું હવે તું પણ લગન કરી લે તારી પત્ની ના ગુજર્યા ઘણા વર્ષો થઇ ગયા છે હજી તેજ ની આખી ઉમર બાકી છે તેને માતા ની જરૂર પડશે. બા ની આ વાત સાંભળી રેવતી એ જે મરતા વખતે વિરેન્દ્ર ને કહ્યું હતું તે તેને યાદ આવ્યું . વિરેન્દ્ર અને તેજ બંને બા ની વાત માની ગયા.અને લગન માટે છોકરી ની શોધ માં નીકળી ગયા.
વાર્તા નો ટ્વીસ્ટ તો હવે ચાલુ થાય છે દોસ્તો.


આ વાર્તા નો ૩ જો ભાગ જલ્દી આવશે 😊 ત્યાં સુધી તમે પણ વિચારો હવે આગળ શું થઇ શકશે.