"કેમ, પણ એવું, હું આવું તો જ તું આવીશ..." રીનાએ એક નિશ્વાસ નાંખતા કોલ પર કહ્યું.
"હા, તું નહી આવવાની તો હું પણ નહી આવતો..." રાકેશે એ કહી જ દીધું જે એણે કહેવું હતું.
"પણ..." રીના આગળ કઈ કહે એ પહેલાં જ રાકેશે વાત બદલવા ચાહી.
"બહુ દિવસ પછી મળીશું હે ને આપને?" રાકેશે કહ્યું.
"હા... પણ કેમ એવું કે હું આવું તો જ તું આવ..." રીના હજી વાત ભૂલી નહોતી!
"કઈ નહિ... તું આવ કે ના આવ, પણ હવે મારે નહી આવવું ઓકે!" રાકેશે ચિડાઈ જતાં કહ્યું.
"ઓ મિસ્ટર," રીના બોલી. "બીજી કોઈનો ગુસ્સો કેમ મારી પર કાઢે છે..." રીના ના એ શબ્દો રાજેશ ને તીરની જેમ ચૂભી ગયા.
"ઓ શું મતલબ? કહેવા શું માંગે છે તું?!" રાકેશે વધારે ગુસ્સે થતાં કહ્યું.
"મજાક કરતી હતી..." માંડ રીના બોલી શકી તો રાકેશથી હસી જવાયું.
"કેમ ખાલી ખાલી ગુસ્સો કરે છે મારી પર..." રીના એ સાવ રડમસ રીતે કહ્યું.
"તું કેમ મારાથી આટલી બધી ડરે છે!" રાકેશે હસતા હસતા જ પૂછ્યું.
"તું રિસાઈ ના જા, બસ એ જ વાત નો ડર છે..." રીના એ ફટાફટ કહ્યું અને કોલ કટ કરી દીધો. રાકેશ ના કાનમાં હજી પણ એના એ શબ્દો પડઘાઈ રહ્યા હતા. એણે જે તકિયાને બાહોમાં રાખ્યો હતો, હવે એણે એ તકીયામાં પોતાના મોં ને છુપાવી દીધું હતું. કોઈ રાજાને પોતાની સુખી પ્રજાને જોઇને અથવા તો કોઈ વેપારીને પોતાની વસ્તુઓ વેચીને જે આણંદ મળે એવો જ આનંદ આજે એણે થઈ રહ્યો હતો!
"ઓય પાગલ, કેટલે છે હજુ?" રાકેશે એ દિવસે જ્યારે રીના વગેરે આવવાના હતા ત્યારે એમને કોલ કરીને કહ્યું.
"આવું પણ... ડર લાગે છે!" રીના એ કહ્યું.
"ઓ? કઈ વાતનો ડર?" રાકેશે પૂછ્યું.
"હું બહુ જ બક્વાસ લાગુ છું... તું જોઇને હસે તો નહી ને..." રીના એ કહ્યું તો રાકેશ થી હસી જ જવાયું!
"જો... તું હજી પણ હસે છે... હું આવતી જ નહી!" રીના એ નારાજ થતાં કહ્યું.
"અરે બાબા! હું નહી હસુ! તું આવી જા..." રાકેશે કહ્યું તો માંડ એ માની ગઈ.
🔵🔵🔵🔵🔵
"પણ થયું છે શું?" રાકેશની બહેન રાધા રીનાને પૂછતી હતી.
"ખબર નહિ યાર..." રીના એ જવાબ આપ્યો એટલા માં જ ત્યાંથી રાકેશ પસાર થયો તો રાધાએ એણે હાથ પકડીને રોકી લીધો.
"કેમ? શું થયું છે તને, કેમ તું રીના સાથે વાત નહી કરતો?!" રાધાએ પૂછ્યું.
"અરે બાબા... કઈ વાત થી નારાજ છે તું?!" આખરે રીનાથી ના જ રહેવાયું!
"જે લોકો આવા કપડાં પહેરે ને હું એમની સામે જોતો પણ નહી..." દૂર સામે દીવાલ પર નજર કરતા રાકેશે કહ્યું અને ચાલ્યો ગયો.
🔵🔵🔵🔵🔵
"યાર, તું પ્લીઝ હસવાનું બંધ કરીશ..." રાધા અને રાકેશ, રીના સાથે ફરી એકલા એ જ રૂમમાં હતા.
રાકેશ રીનાને જોઇને બહુ જ હસી રહ્યો હતો. બીજી બાજુ રીનાનો ખૂબસૂરત ચહેરો ઉદાસ હતો. સાથે સાથે એના ચહેરા પર મુંજવણ પણ હતી.
"હું સમજી ગઈ તું કેમ હસે છે..." રીના એ રાકેશની સામે જોઈ કહ્યું.
વધુ આવતા અંકે...
ભાગ 2(અંતિમ ભાગ - કલાઇમેક્સ)માં જોશો: કોઈ ની નજર ના હોય એમ, રાકેશે એક ઈશારામાં રીનાને ખાઈ લેવા કહ્યું તો રીના એ પણ એણે તું પણ તો નહી જમ્યો એમ કહ્યું!
રાકેશે બધા વચ્ચે જ રીનાનો હાથ પકડી ને એણે ઊભી કરી, "ચાલ, અમે વહેંચવા વાળા ઓએ પણ નહી ખાધું, તું અમારી સાથે જમી લે..." એ બોલી રહ્યો હતો.