શ્રી શનિ મહારાજ Ashvin M Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રી શનિ મહારાજ

શ્રી શનિ મહારાજ મારી દ્રષ્ટિએ તેઓ એક સૂર્યમંડળના નવ ગ્રહોમાં એક ગ્રહ તરીકે જ નહીં પરંતુ ન્યાયના પાલન કરતા ,ન્યાય ચક્રની દેખરેખ રાખવામાં અને સમગ્ર મૃત્યુલોક એટલે કે પૃથ્વીલોકમાં જેટલા પણ કર્મ ચક્ર અને જીવન ચક્ર અને સંબંધિત જે પ્રકારના પણ ન્યાય થાય છે તેના તેઓ અધિષ્ઠાતા દેવતા પણ માનવામાં આવે છે.
શ્રી શનિ મહારાજ કોઈ પણ જીવ માત્ર સાથે ન્યાય-ચક્ર મુજબ જ ફળપ્રદાતા ગ્રહ માનવામાં આવે છે.તેઓ સૂર્યનારાયણ ના પુત્ર તરીકે તેમનો ગ્રહ મંડળમાં સમાવેશ કરવામાં આવે છે તેઓની દશા માં જોવા મળે છે કે સુર, અસુર ,દેવ, ગાંધર્વ અને જંગમ શનિની દશા માં પીડા અનુભવે છે એવું એટલા માટે થાય છે કે શનિ મહારાજ ન્યાયના કરનાર અને અન્યાય વિરુદ્ધ જે કાંઈ ધર્મચક્ર અને જીવન-ચક્ર ચાલે છે તેને સંતુલિત કરવાનું કાર્ય કરે છે.
તેઓ ભગવાન રામ, યુધિષ્ઠિર ,હરિશ્ચંદ્ર ,રાવણ વસિષ્ઠ ,ઇન્દ્ર અને ભગવાન શ્રીકૃષ્ણ જેવા ભગવાન પણ શનિની દશા માં પીડા પામ્યા હતા તો પછી સામાન્ય માનવીને તો શું વાત? શનિ આશુતોષ છે. શુભ દિશામાં વ્યક્તિને ન્યાલ કરી દે છે. સુખ સમૃદ્ધિ અને રાજ્ય પણ આપે છે. શનિ સંઘર્ષનો ગ્રહ છે. એના પ્રભાવથી સંઘર્ષ કરી વ્યક્તિ પોતાના બળ પર આગળ વધે ,શનિ પરીક્ષણ પછી આંતરદ્રષ્ટિ આપે અને શનિના પ્રભાવથી જાતક આધ્યાત્મિક ઉન્નતિ પણ કરી શકે છે.
ભગવાન શની મહારાજ વિશે .......
ગોત્ર: કશ્યપ
સ્વામી દેશ : સૌરાષ્ટ્ર
રંગ: શ્યામ
અધિદેવતા: યમરાજ
પ્રતિ અધિદેવતા: પ્રજાપતિ
જાપ સંખ્યા:૨૩,૦૦૦
(ભૃગુસંહિતા)
દાન: અડદ,તેલ,નીલમ,કાળા વસ્ત્રો, ભેંસ,લોખંડ વગેરે
(લોખંડ અથવા માટી ના પાત્ર માં તેલ ભરી કાળા વસ્ત્રો સહિત યોગ્ય વ્યક્તિ ને દાન કરવું .)
શુભ ફળ: જન્મ રાશિ થી ૩,૬,૧૧ માં સ્થાન માં
અશુભ ફળ:જન્મ રાશિ થી ૧,૨,૪,૫,૭,૮,૯,૧૦,૧૨ માં સ્થાન માં
શનિ ની ઉપાસના સંતાપ અને શોક દૂર કરે છે. જીવનમાં સંઘર્ષ પછી સંતુલન આવે છે. તત્વજ્ઞાનની દ્રષ્ટિ કેળવવામાં અને આધ્યાત્મિક માર્ગે વિચરણ કરવા પણ શનિ મહારાજ પ્રેરે છે. જગતના મહાન આધ્યાત્મિક પુરુષો અને મહાત્માઓની આધ્યાત્મિક સાધનામાં શનિનો નો પ્રવાહ સ્પષ્ટ દેખાય છે.

શ્રી શનિ મહારાજ કે કોઈપણ ઇષ્ટદેવ ના મંત્ર જાપ પેહલા શરીર ને તામસિક પદાર્થો થી દુરી અને બ્રહ્મચર્ય નું પાલન જરૂરી છે તોજ યોગ્ય સ્પંદન મંત્ર ના ઉતપન્ન થાય અને તોજ લાભ મળવાની સંભાવના છે .

શનિ ના મંત્ર :
" ॐ एँ ह्रीं श्री शनैश्चराय नमः"।
(२३,०००)
ભગવાન વ્યાસ રચિત મંત્ર:
ॐ नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम।
छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम् ||
વેદોક્ત મંત્ર:
ॐ शामाग्निभी : करचछत्र : स्तपंत सूर्य शंवातोवा त्वरपा अपस्निधा
પુરાણોક્ત મંત્ર:
सूर्यपुत्रो दिर्घदेही विशालाक्ष: शिवप्रिय : |
मंदचार: प्रसन्नात्मा पीडा हरतु मे शनी: ||
બીજ મંત્ર:
ॐ शं शनैश्र्चराय नमः

શ્રી શનિ મહારાજ ની અશુભ તેમજ બની શકે તો જીવન માં જે લોકો ને સંઘર્ષ ચાલતો હોય અને પૂરતી મેહનત કરવા છતાં પણ વ્યક્તિ ને યોગ્ય ફળ ના મળતું હોય ત્યારે નીચેના કવચ નો કોઈપણ વ્યક્તિ યોગ્ય શુદ્ધિ કર્મ કર્યા પછી તેનો પાઠ કરી શકે છે .
शनि वज्र पञ्जर कवच
विनियोगः- ॐ अस्य श्रीशनैश्चर-कवच-स्तोत्र-मन्त्रस्य कश्यप ऋषिः, अनुष्टुप् छन्द, शनैश्चरो देवता, शीं शक्तिः, शूं कीलकम्, शनैश्चर-प्रीत्यर्थं जपे विनियोगः।।

नीलाम्बरो नीलवपुः किरीटी गृध्रस्थितस्त्रासकरो धनुष्मान्।
चतुर्भुजः सूर्यसुतः प्रसन्नः सदा मम स्याद्वरदः प्रशान्तः।।१
ब्रह्मोवाच-
श्रृणुषवमृषयः सर्वे शनिपीड़ाहरं महप्।
कवचं शनिराजस्य सौरेरिदमनुत्तमम्।।२
कवचं देवतावासं वज्रपंजरसंज्ञकम्।
शनैश्चरप्रीतिकरं सर्वसौभाग्यदायकम्।।३
ॐ श्रीशनैश्चरः पातु भालं मे सूर्यनंदनः।
नेत्रे छायात्मजः पातु, पातु कर्णौ यमानुजः।।४
नासां वैवस्वतः पातु मुखं मे भास्करः सदा।
स्निग्ध-कंठस्च मे कंठं भुजौ पातु महाभुजः।।५
स्कंधौ पातु शनिश्चैव करौ पातु शुभप्रदः।
वक्षः पातु यमभ्राता कुक्षिं पात्वसितस्तथा।।६
नाभिं ग्रहपतिः पातु मंदः पातु कटि तथा।
ऊरु ममांतकः पातु यमो जानुयुग्म तथा।।७
पादौ मंदगतिः पातु सर्वांगं पातु पिप्पलः।
अंगोपांगानि सर्वाणि रक्षेन्मे सूर्यनन्दनः।।८
फलश्रुति
इत्येतत्कवचं दिव्यं पठेत्सूर्यसुतस्य यः।
न तस्य जायते पीडा प्रोतो भवति सूर्यजः।।९
व्ययजन्मद्वितीयस्थो मृत्युस्थानगतोऽपि वा।
कलत्रस्थो गतो वापि सुप्रीतस्तु सदा शनिः।।१०
अष्टमस्थे सूर्यसुते व्यये जन्मद्वितीयगे।
कवचं पठते नित्यं न पीडा जायते क्वचित्।।११
इत्येतत्कवचं दिव्यं सौरेर्यन्निर्मितं पुरा।
द्वादशाष्टमजन्मस्थदोषान्नाशयते सदा।
जन्मलग्नस्थितान्दोषान् सर्वान्नाशयते प्रभुः।।१२
।।श्रीब्रह्माण्डपुराणे ब्रह्म-नारद-संवादे शनि-वज्र-पंजर-कवचं।।
જય શ્રી શનિ મહારાજ....