Featured Books
શ્રેણી
શેયર કરો

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 17

ભાગ - ૧૭
આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,
સરપંચ શીવાભાઈનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી,
ACP પોલીસ સ્ટેશન જવા માટે નીકળે છે.
બીજી બાજુ, મીડિયા રિપોર્ટર નંદની ને,
તેજપુર ગામનાંજ કોઈ બે વ્યક્તિઓ દ્વારા, સરપંચના આ ખૂન, અને ચોરીના કેસમાં, સરપંચના દીકરા જીગ્નેશ, કે પછી, મુંબઈથી પચાસ લાખ રૂપિયા લઈને આવેલ વિનોદ તરફ પોતાની શંકા દર્શાવે છે, એટલે
નંદની.....
ગામનાં આ બે વ્યક્તિઓની વાતને ઈગનોર નહીં કરતા,
ગામમાં રોકાયેલ એક હવાલદારને કરે છે.
આ બાજુ, ACP પોલીસ સ્ટેશન પહોંચે છે.
અહીં પેલાં બે ATM ચોરને લઈને, ભટ્ટ સાહેબે મોકલેલ હવાલદાર પણ આવી ગયા છે, એટલે
એ બે ATM ચોરને,
ઘણી-બઘી રીતે પૂછતાછ ને અંતે પણ,
ACP ને એ બે ચોરની વાત કદાચ સાચી હોય એવું લાગતાં,
ACP એ બે ચોરને.....
ACP :- સારું, હું તમારી વાતને અત્યારે સાચી માની, તમને એક્વાર જવા દઉં છું, પરંતુ.....
મારે જ્યારે જ્યારે, આ કેસમાં તમારી જરૂર લાગશે,
ત્યારે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે ?
પેલા બે ચોર, હા સાહેબ તમે જ્યારે બોલાવો, ત્યારે અમે હાજર થઈ જઈશું.
આટલું કહી, એ બંન્ને ચોર, ભટ્ટ સાહેબે મોકલેલ હવાલદાર સાથે રવાના થાય છે.
ત્યાં સુધીમાં,
પેલાં ગામમાં રોકાયેલ હવાલદાર આવી જતા,
ACP ને તેજપુર વાળા કેસમાં, સરપંચના દીકરા જીગ્નેશ, અને વિનોદવાળી વાત જાણવા મળે છે.
બીજી બાજુ, સાંજ સુધીમાં મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મુંબઈથી લક્ઝરી, તેમજ રમણીકભાઈ પણ તેજપુર આવી જતા, રાત પહેલા મૃતકનાં અગ્નિસંસ્કાર પણ કરી દેવામાં આવે છે.
આગળનાં દિવસે રાત્રે, ACP ફરી તેજપુર આવે છે.
ઘણાંબધાં ગામલોકો, સરપંચના ઘરે બેઠાં છે.
ત્યારે,
રમણીકભાઈ પાસે જઈને, ACP ધીમાં અવાજે.....
ACP :- રમણીકભાઈ, જરા આ બાજુ આવશો, મારે તમને થોડી વાત કરવી છે.
રમણીકભાઈ, અને AC, થોડા બાજુમાં જઈ......
રમણીકભાઈ :- હા બોલો સાહેબ.
ACP :- રમણીકભાઈ, ગુનાની બનેલ આ ઘટનાને લઈને,
પેલો સામે ઊભો, એ વિનોદ વિશે તમારું શું કહેવું થાય છે ? રમણીકભાઈ :- સાહેબ, એ મારી મુંબઈ ઓફિસ પર, બે વર્ષથી નોકરી કરે છે.
કેમ સાહેબ, આમ અચાનક વિનોદ વિષે, એવું પૂછ્યું ?
તમને એની ઉપર કોઈ શક થાય..... એવું કંઈ મળ્યું છે ?
ACP :- કાલે સવારે એકબે ગામવાળાની વાત પરથી, અમને પણ, થોડો શક એની ઉપર જાય છે ?
તમારું એના વિશે શું કહેવું થાય છે ?
રમણીકભાઈ :- સાહેબ, એ બે વર્ષથી મારી સાથે મુંબઈમાં છે, અને છેલ્લા એક વર્ષથી, એ મુંબઈના રંગે પૂરેપૂરો રંગાઈ ગયો છે.
વ્યસન કરવા, ડિસ્કોમાં જવું, અને પૈસા ઉડાવામાં પણ એ હાથનો બહુ છૂટો, અને મોજીલો થઈ ગયો છે, પરંતુ....
આ કામ, એ ના કરે, એવું તો હું તમને ચોક્કસથી કહી શકું છું.
ACP :- તો પછી એ ૫૦ લાખ રૂપિયા મુંબઈથી લઈને આવ્યો, અને અગાઉથી વાત થયા મુજબ, એ અવિનાશ સાથે, મુંબઈ પાછો કેમ ના ગયો ?
રમણીકભાઈ :- એમાં એવું છે ને સાહેબ,
તે ક્યારનોય.....ઘણાં વખતથી, મુંબઈ છોડી, ગામડે આવવા માગતો હતો.
કારણકે,
તેના ઉડાઉ સ્વભાવને લીધે, છેલ્લા એક વરસથી હું તેનો પગાર તેના હાથમાં ન આપતા, સીધો ગામડે તેના ઘરે મોકલી દેતો, અને એને માત્ર જરૂર જેટલાજ પૈસા આપતો, અને એટલા પૈસામાં તેના મોજશોખ પર બ્રેક આવી ગઈ હતી, એટલેજ એ વળતા અવિનાશ સાથે મુંબઈ પાછો ના આવ્યો, બાકી મારી ઓફિસમાં રોજ લાખો રૂપિયાની લેણદેણ થાય છે, તો તેને જો આવુંજ કરવું હોત, તો એ ત્યાં પણ કરી શકતો હતો.
ACP :- ઓકે રમણીકભાઈ, અત્યારે વિનોદને આપણે તમે કહો છો તો, સાઈડ ઉપર રાખીએ, પણ બીજી એક વાત પણ અમને જાણવા મળી છે, તે વાતની ખરાઈ કરવા, અમારે મૃતકનાં પત્નીને પણ આ બાબતે કંઈ પૂછવું છે, તો તમે જીગ્નેશના મમ્મીને, આઈ મીન, પાર્વતીબહેનને અહીંયા બોલાવશો ? રમણીકભાઈ :- હમણાંજ બોલાવી દઉં.
પાર્વતી બહેન આવી જતાં.....
ACP :- પાર્વતીબેન જુઓ, જે થયું છે, એ સારું નથી થયું, અમને તમારા ઉપર પૂરી લાગણી, અને હમદર્દી છે. પરંતુ.....
અમારું કામ સાચા ગુનેગારને જલ્દીથી જલ્દી પકડીને, તેને સજા અપાવવાનું છે, અને એના માટે....
અમને જેટલા પણ લોકો પર, જરા પણ શંકા હોય,
તો તેની પૂછપરછ કરવી જરૂરી થઈ જાય છે.
પાર્વતી બહેન :- હા સાહેબ પૂછોને, તમને કોના ઉપર શંકા છે ?
ACP :- જુઓ બહેન, ખોટું ના લગાડતા, તમારા દીકરો જીગ્નેશ, આ ચોરી અને ખૂન વાળી ઘટનાને લઈને, જીગ્નેશ વિશે તમારું શું માનવું છે ?
ત્યાંજ વચ્ચે રમણીકભાઈ
રમણીકભાઈ :- સાહેબ, તમે આ શું પૂછી રહ્યા છો ?
જીગ્નેશ શીવાભાઈનો એકનો એક દીકરો છે.
ACP :- વડીલ હું જાણું છું,
પરંતુ
સાથે-સાથે, તે એક નંબરનો જુગારી પણ છે, અને અમને જાણવા મળ્યું છે કે, પહેલા તમે જે પાંચ લાખ રૂપિયા આપીને ગયા હતા,
તે વખતે પણ તેણે તેના ઘરમાંજ ચોરી કરી હતી, અને પકડાઈ ગયો હતો. આ વાત સાંભળીને રમણીકભાઈ પાર્વતી બહેનને.....
રમણીકભાઈ :- ભાભી, શું આ વાત સાચી છે ?
પાર્વતીબહેન :- હા ભાઈ, આ વાત તદ્દન સાચી છે, પરંતુ.....
સાથે-સાથે, એ વાત પણ એટલીજ સાચી છે કે,
જીગ્નેશ આવું ના કરે.
ACP :- એવું તમે શાના પરથી કહી શકો છો ?
જ્યારે, એકવાર એ પોતાનાં ઘરમાંજ ચોરી કરી ચૂક્યો છે.
પાર્વતી બહેન :- સાહેબ, મારો જીગ્નેશ ભલે જુગારી છે, રખડેલ છે, પરંતુ એ કદાપી આટલી હદે ના જાય.
કેમકે..... કેમકે
પહેલા પાંચ લાખ આવ્યા હતા, તેમાંથી તે ચોરી કરતા જરૂર પકડાયો હતો, પરંતુ.....
તેને એ વખતે પાંચ લાખમાંથી માત્ર દસ હજાર રૂપિયા જ ચોર્યા હતા,
એને જુગારની ખરાબ લત છે, અને તેને એ વખતે પણ જુગાર રમવા જેટલાજ પૈસાની ચોરી કરી હતી, અને એ પકડાઈ પણ ગયો હતો, અને ફરીથી આવું નહીં કરવાની સોગંધ ખાઈને એણે માફી પણ માંગી હતી.
સાહેબ, તમે આ બધામાં તમારો સમય ના બગાડો, મારી વિનંતી છે કે, તમે જલ્દીથી જલ્દી સાચા ગુનેગારને પકડવા બાબતે કંઈ કરો.
ACP :- કંઈ વાંધો નહીં બહેન, તમે જઈ શકો છો.
પાર્વતી બહેનનાં જતાં, રમણીકભાઈને
ACP :- ઓકે અંકલ, અત્યારે તો અમે નીકળીએ છીએ, આ કેસમાં તમને, જરાપણ કહેવા જેવું, જરા પણ જણાવવા જેવું કંઈ લાગે તો અમને કહેજો, અને હા.....
તમે મુંબઈ ક્યારે જવાના ?
રમણીકભાઈ :- સાહેબ, હમણાં તો હું અહીંયાજ છું, મને તો અત્યારે કંઈજ ખબર પડતી નથી, મુંબઇ જઈને પણ હું મારા કામમાં જીવ નહીં પરોવી શકું.
ઉપરાઉપરી એવા આંચકા મળ્યા છે ને......
ખેર જવા દો, શું મારું કોઈ કામ હતું કંઈ ?
ACP :- ના, અમસ્તુ એમજ
લો, આ મારો મોબાઈલ નંબર છે, કઈ પણ જરૂર પડે, કે કંઈ જાણવા મળે, તો તમે મને ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરી જાણ કરશો.
રમણીકભાઈ :- ઓકે સાહેબ, થેન્ક્યુ....
આગળનાં દિવસે, રાત્રે બધા સરપંચના ઘરે બેસવા આવ્યા છે.
દુર ઓટલા ઉપર, સરપંચના પત્ની પાર્વતીબહેન પણ કોઈ ઉંડા વિચારોમાં ખોવાયા હોય, એમ બેઠા છે, અને.....
અચાનક......
તેમને બે દિવસ પહેલાનું એક દ્રશ્ય યાદ આવતાં,
તે ફટાફટ ઊભાં થઈ, રમણીકભાઈ પાસે આવે છે.
વધુ ભાગ ૧૮ માં