Beti Bachao Beti Padhao - 1 books and stories free download online pdf in Gujarati

બેટી બચાઓ બેટી પઢાઓ - 1

( વધાઇ હો લક્ષ્મીજી પધાર્યા છે. )
સાસુમા : શું ધૂળ લક્ષ્મીજી? બીજોય પથરો આયો પથરો. અરે દીકરો હોય તો કાશીની જાત્રા કરાવે, રૂમ ઝૂમ કરતી રૂડી રૂપાળી વહુ લાવે ,વંશ વધારે પણ મારે શું? મારે તો હું ભલી ને મારી આ માળા ભલી.
વહુ : અરે મમ્મીજી તમે અત્યારે આ જમાનામાં આવી વાતો કરો છો ? અરે આજે તો સ્ત્રીઓ ક્યાં ક્યાં પહોંચી છે ? એવું એક ક્ષેત્ર બતાવો જ્યાં સ્ત્રીઓ નો ફાળો ન હોય. અરે આપણે જો સ્ત્રી થઈ ને આપણે જ સ્ત્રીઓ ને ધિક્કારીશું તો પછી આ બીજા લોકોને શું કહીશું ? અરે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવી સ્ત્રીઓ તો આજે અવકાશ માં પહોંચી ગઈ છે પછી તમે કેમ દીકરી ને નફરત કરો છો ?
સાસુમા : બસ...બસ હવે બંધ કર આ તારો લવારો ને ભાષણબાજી મારું તો માથુ ફાટ ફાટ થાય છે.
( નાની દિકરી આસ્થા રૂમ માં વાંચે છે દાદી અંદર આવે છે.)
સાસુમા : અરે આખો દિવસ થોથા લઈ ને બેઠી હોય છે તો કંઈ કામ કાજ શીખ તો કામ લાગશે ભણી ભણીને જાણે મોટી ડોક્ટર ના થવાની હોય....
આસ્થા : અરે બા હું તો ડોક્ટર જ થવા ની છું .જોજો ને હું ભણીને ડોક્ટર બનીશ ને તમારું ઓપરેશન કરીશ.
દાદી : ઓહો ...હો આઈ મોટી ઓપરેશન કરવા વાળી ....જાણે સાચે જ મને એટેક ન આવવાનો હોય...
આસ્થા : બહુ બોલ બોલ કરીએ તો એટેક જ આવે .
સાસુમા : અરે વંદના ..ઓ વંદના
વહુ : બોલો મમ્મીજી શું થયું ?
સાસુ : આ જો તો તારી દીકરી ...આખો દિવસ લપ લપ કરે છે ને મારી સામે બોલે છે.
વંદના : બેટા આસ્થા એવું નહીં કરવાનું.
આસ્થા : ( બુક પછાડીને) બસ મમ્મી હવે હું કંટાળી ગઇ છું. બા આખો દિવસ મને કચ કચ કર્યા કરે છે .હવે મારે અહીં રહેવું જ નથી.બા મને અહીં ભણવા નહીં દે એના કરતાં હું હોસ્ટેલ માં જતી રહું.
વંદના : અરે બેટા ,બા ની વાતોનું ખોટું ન લગાડાય એ વડીલ છે આપણે એમને સાચવી લેવાના અને બેટા તુ હોસ્ટેલ માં ચાલી જાય તો મને તારા વગર ન ગમે બેટા તારા વિના હું નહીં રહી શકું.
આસ્થા : ઓફફો મમ્મી તુ મારી કમજોરી નહીં પણ મારી હિંમત બન .મમ્મી મારે કંઈક બનવું છે .સારી ડિગ્રી હાંસલ કરવી છે .મારે બા ને - આ સમાજ ને - દુનિયાને બતાવવું છે કે દીકરી એ પથરો કે બોજ નથી પણ દીકરી તો ઘરનું ગૌરવ છે .મારે ડોક્ટર બની તારું અને પપ્પાનું નામ રોશન કરવું છે.મમ્મી હું કાર્ડિયોલોજિસ્ટ બનવા માંગુ છું કાર્ડિયોલોજિસ્ટ બની હું પરિવાર નું નામ રોશન કરીશ.
વંદના: ભલે મારી દીકરી તુ ખુશ રહે તારું સપનું પુરું થાય એનાથી વિશેષ મને શું જોઈએ ? પણ બેટા હોસ્ટેલ સારી હોય એ ખાસ જોવું પડશે.
આસ્થા : મમ્મી હું હમણાં જ ઓનલાઈન બધી તપાસ કરી લઉં છું .

સીન - ૨

આસ્થા : ( જોશમાં આવી બૂમ પાડતાં ) મમ્મી..મમ્મી..મમ્મી ( મમ્મી ને પકડી ગોલ ફૂદરડી ફેરવતાં ) મને સારામાં સારી મેડિકલ કોલેજ માં એડમિશન મળી ગયું છે અને સાથે હોસ્ટેલ માં પણ
વંદના : જરા સંભાળીને મને ચક્કર આવી જશે ( માથા પર હાથ મૂકતાં )
બધું બરાબર તો છે ને ??
શ્રધ્ધા : ( મોટી દીકરી ) અરે મમ્મી તુ જરા પણ ચિંતા ન કરીશ .મેં ,પપ્પા એ અને આસ્થા એ મળી ને બધી તપાસ કરી લીધી છે .ચાલ હવે સાથે મળી બધી પેકિંગ કરી લઈએ.
વંદના : સારું ભલે બેટા ..ચાલો...
આસ્થા : ( હાથ માં સામાન લઈ ને ) મમ્મી- પપ્પા મને આશીર્વાદ આપો કે હું તમારું સપનું પુરું કરી શકું.
પપ્પા : બેટા અમારા આશીર્વાદ તારી સાથે જ છે
વંદના : જા બેટા તારી જીંદગી ના બધા અરમાન પૂરા થાય સાચવીને રહેજે.
આસ્થા : મમ્મી તારી દીકરી પર ભરોસો રાખ .( બા ને પગે લાગતાં ) બા આશીર્વાદ આપો હું ભણવા માટે હોસ્ટેલ માં જાઉં છું.
બા : હં......લ્યો હાલ્યા ટી ચડાવીને .જોજો ને હમણાં થોડા દા'ડા માં પાછી આવશે.મારે શું મારે તો હું ભલી ને મારી આ માળા ભલી

ક્રમશ ....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED