જતીન ભટ્ટ (નિજ) રચિત એક ખડખડાટ હસાવતી હાસ્ય રચના
ફાંકા મિત્ર
નાનપણ માં આપણે શીખેલા છીએ કે મિત્રો માં બે પ્રકાર આવે,
સાચા મિત્રો અને તાળી મિત્રો, પણ મેં એક નવતર મિત્ર નો પ્રકાર શોધી કાઢ્યો,' ફાંકા મિત્ર'
આ ફાંકા મિત્ર ને કરવું કંઈ નઈ ને ફાંકા દુનિયાભરના મારે, અને આવા મિત્રો તમે જોજો કે એ તમને ખૂબ ચાહતો હોય એવો દેખાડો કરવા અને તમને ઈમ્પ્રેશ કરવા માટે તમને પૂછશે કે બાપુ,અડધી રાત્રે કંઈ પણ કામ હોય તો કહેજો, બંદા હાજર થઈ જશે,
તો જે આવું બોલે એને ફોન પર કામ નઈ કહેવાનું, ખાલી અર્જન્ટ છે, જલ્દી થી આવ એટલું જ કહેવાનું, અને એ મિત્ર અડધી રાત્રે આવે પછી...
અડધી રાત્રે કામ સોંપવાના સેમ્પ્લો:
_ યાર, સારુ તું આવી ગયો તે, સાલું માથુ દુઃખે છે ને ઘરવાળી ભરઊંઘ માં છે,જરા પ્લીઝ ચા બનાવી આપને,
_યાર, પાણી નો નળ લીકેજ છે, સાલું ઊંઘવા જઉં છું ને ટપક ટપક અવાજ આવ્યા કરે છે, જરા રિપેર કરી આપને!!!
_યાર, યુ ટ્યુબ પર મુવી જોતો હતો ને અચાનક વાઇફાઇ બંધ થઈ ગયું, જરા જોઈ આપને,
_હેલો મિત્ર, જરા જલદી થી બેન્ડેજ લઈ ને આવને?
મિત્ર હાંફળોફાંફળો થઈને અડધી રાત્રે આવે ત્યારે કહેવાનું કે એમ તો કઈ ખાસ વાગ્યું નથી, આ તો રાત્રે બ્રશ કરીને સૂવાની ટેવ છે ને તે બ્રશ જરા હોઠ પર વાગી ગયું,
_ હેલો, તું એમ તો બહાદુર ને? જરા ઘરે આવીશ? બાજુના ઘરમાં રાત્રે ઝાંઝર નો અવાજ આવે છે, એટલે પેલો બીતો બીતો પણ આવે તો ખરો જ, આવે એટલે એને બાજુ ના ઘર માં મોકલી આપવાનો, એને આંચકો ત્યારે લાગે જ્યારે ખબર પડે કે બાજુ માં ઝાંઝર વાળી છોકરીને ગેસ થઈ ગયો હોય ને એને લીધે એ અડધી રાત્રે ચાલતી હોય છે ત્યારે એના ઝાંઝર નો અવાજ આવતો હોય છે,
_ યાર, સારું થયું તું આવી ગયો, તને ઘર ની બહાર કૂતરા ભસતા મળ્યા? , બસ એજ પ્રોબ્લેમ હતો, જરા ભગાડી આપીશ?,
_ યાર રાત્રે લગન છે અને હું અડધી રાત્રે મંડપ જોવા બહાર આવ્યો તો જોયું કે કૂતરાઓએ મંડપ ના બધા થાંભલા બગાડેલા હતા, સારું થયું તું આવી ગયો,
_ અરે વાહ, આવી ગયો? જરા આ પૂંઠા થી પવન નાંખ ને, સાલું આ લાઈટ પણ હમણાં જ જવાની થઈ,
_ યાર, જરા જલદી આવવું પડશે અને હાં એક લાકડી લઈ ને આવજે, અને મિત્ર ધાંય,ધાંય કરતો આવે ત્યારે કહેવાનું કે નીચે ઉંદર ભરાઈ ગયો છે જરા કાઢી આપ ને?,
_ યાર, જરા જો ને , જો ને ગઈ કાલે ઘરમાં શુભ પ્રસંગ હતો તો બહેનોએ મહેંદી લગાવી હતી ને બાથરૂમમાં મેહદી વેરાયેલી છે, જરા સાફ કરી આપીશ?,
_ હેલો મિત્ર ,આવે છે ને? આવે તો જરા ચખના લઈ આવજે, એટલે પેલો મૂડ માં અને એકદમ સ્પીડ માં આવે, આવે એટલે ઓરેન્જ શરબત કાઢવાનું અને એને પીવાની ઑફર કરવાની,
_ યાર, તું આવ્યો તે સારું થયુ, મારે બહાર જવું છે અને સાલું મારા ચંપલ કૂતરાં ખેંચી ગયા લાગે છે, ચાલ ને જરા આપણે બે જણ થઈને શોધીએ ,
_ Evergreen: ' યાર , રોજ જ બહુ મહેમાન આવે છે, એટલે ખાળકુવાની કેપીસિટી પતી ગઈ લાગે છે, હાશ તું આવી ગયો, તે હવે મને કોઈ જ ટેન્શન નથી,
.
.
.
.
.
..
.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995