"ઓહ, સાહેબ, તો તમને તો તમારી નિરાલી યાદ આવે છે એમ ને!" નેહાએ દાંત ભીંસતા કહ્યું.
"એવું કંઈ જ નહીં, પાગલ!" રીતેશે ભારોભાર કહ્યું.
"હા, હું તો ભૂલી જ ગઈ હતી કે હું તારી લાઇફમાં છું જ કોણ?!" નેહાના શબ્દો સાથે આંસુઓ પણ નીકળી ગયા.
🔵🔵🔵🔵🔵
"નેહા કઈ છે? અરે એ તો રિતેશ સાથે શોપિંગ કરવા ગઈ છે, હમણા આવતા જ હશે!" રિતેશની મમ્મીએ નેહાની મમ્મીને જવાબ આપ્યો.
રિતેશ ના ભાઈનું લગ્ન ટૂંક સમયમાં જ લેવાનું હતું. અને એ માટે જ બન્ને શોપિંગ કરતા હતા.
મોલમાં થવાના હંગામા વિશે રિતેશ અણજાણ હતો!
"તુએ રિતેશને ધક્કો જ કેમ માર્યો?!" નેહા અણજાણ છોકરી પર ગુસ્સો કરી રહી હતી.
"બસ બધા જુએ છે, છોડને!" રીતેશ એને સમજાવી રહ્યો.
"એને મને ધક્કો માર્યો હોત તો ચાલતું પણ.." નેહા બબડી.
"છોડને પણ હવે!" રીતેશ કહ્યું.
બંનેએ ખાસ્સુ શોપિંગ કરી.. ત્યારબાદ કોફી પીવા પણ ગયા.
નેહા ત્યાં શું બોમ્બ ફોડશે એ જાણવાનું બાકી હતું!
"મોલવાળીને તો હું.."
"ઓ મેડમ, ભાઈના લગ્નમાં તો મને ઘણી બધી છોકરીઓ જોશે ત્યારે શું કરીશ?!!" રિતેશે કહ્યું તો નેહા બોલી પડી -
"કોઈની પણ તાકાત નહીં જે તારી સામે જોઇ પણ શકે!!!"
"રીત, મારે તને કંઇક ખાસ કહેવું છે પણ યાર ડર લાગે છે!" નેહા બોલી.
"ઓ પાગલ કહી દે ને.."
"કાલે જ સૂરજે મને કોલ કર પ્રપોઝ કર્યું છે!"
રિતેશ ના હોશ જ ઉડી ગયા!
"હા તો જાણે એની સાથે જ તું કોફી પી!" રીતેશ ઉઠવા ગયો પણ નેહા એ એણે બેસાડ્યો.
"અરે પણ બાપા! એને મને પ્રપોઝ કર્યું છે, તું ના કહીશ તો હું એણે ના પાડી દઈશ!" નેહા બોલી.
"મારે તારી સાથે વાત જ નહીં કરવી!" રિતેશે કહ્યું તો નેહા બોલવા લાગી -
"હા બાબા હું એણે ના જ કહેવાની હતી!"
રિતેશે જે સાંભળવું હતું આખરે એને એ જ કહ્યું પણ..
"તું સુરજ ને જ હા પાડીશ!" રિતેશે કટાક્ષમાં કહ્યું તો નેહા ખૂબ જ ઉદાસ થઈ ગઈ!
"સોરી બાબા! ભૂલ થઈ ગઈ!" નેહા બોલી રહી.
"હા હવે ખબર પડી, કેમ તું મને લેટ રીપ્લાય આપતી!"
"ઓ! એવું કંઈ પણ નહીં!"
"સારુ બાપા! નહીં આવું વચ્ચે!" રિતેશે કહ્યું.
"બસ હવે, બહુ થયું, ચૂપ થઈ જા! રડીશ મેં!" નેહા રડવા જ તત્પર હતી.
"ચાલ માફ કર્યું રોતી ના."
🔵🔵🔵🔵🔵
બંને ઘરે આવી ગયા બંને રોજની જ જેમ આજે પણ ઓનલાઇન આવ્યા તો નેહાએ પહેલાં જ સોરી નો મેસેજ સેન્ડ કરી દીધો.
"કેમ?" રિતેશે મેસેજ કર્યો.
"કે ફેમાં જે થયું."
"હમ.." રિતેશે મેસેજ કર્યો તો નેહાને હાશ થયુ.
"કાલે ડિનર પાક્કું!" સામે જવાબની અપેક્ષા વિના જ એ ઓફલાઈન પણ થઈ ગઈ હા જ કહેવાનો એને એટલો વિશ્વાસ હશે!
"સોરી કાલે તો હું નિરાલી.."
"ઓ! કોણ?! કેવી?! શું વાત કરે?! તું ક્યાંય નહીં જાય!"
"તું પણ આવજે સાથે.."
"ફુલ.. રિલેક્સ!" રીતેશ એણે સમજાવવા માગતો હતો.
"ના હું તારી સાથે હરગીઝ નહીં આવું! તું તારી નિરાલી સાથે લવ કર!"
"વાત તો સાંભળ પણ.."
"કંઈ નહિ સાંભળવું.."
"મોમે ફોર્સ કરીને છોકરી જોવા મોકલ્યો છે, કહ્યું કે એકવાર મુલાકાત તો.."
"કાલે તું ત્યાં જઈશ?!"
"ના." રિતેશે આખરે હાર માનવી જ પડી.
"જો નેહા, ક્યાં સુધી આવું ચાલશે?" રીતેશે કહ્યું.
"હું ઇમ્પોર્ટન્ટ છું કે તારી એ નિરાલી?!" નેહાએ પૂછ્યું.
"તું બાપા!" રીતેશે કહ્યું.
"હા તો ડિનર પાક્કું ને?" નેહાએ પૂછ્યું.
"હા, બાપા! હા!" રીતેશ બોલ્યો.
🔵🔵🔵🔵🔵
"ભાઈના લગ્ન નજીક છે અને તારે ડિનર.." રિતેશે કહી તો દીધું પણ..
"ઓહ, સાહેબ, તો તમને તો તમારી નિરાલી યાદ આવે છે એમ ને!" નેહાએ દાંત ભીંસતા કહ્યું.
વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 2(અંતિમ ભાગ - કલાઈમેકસ)માં જોશો: "ભગવાન જાણે નેહા તો આજે રડતાં રોકાતી જ નહોતી!
"બસ પણ કર! તને મારી કસમ જો તું રડી છે તો!" રિતેશે કહ્યું તો એણે આંસુ રોક્યાં.
"ભૂલ થઈ ગઈ મારી, હવે હું ક્યારેય તને કંઈ નહી કહું!" રિતેશે કહ્યું.
"લાઇફમાં પહેલાં ક્યારેય તેં મારા નિર્ણયને ગલત નહી કહ્યો તો આજે કેમ?" નેહા એ પૂછ્યું.