માં વગરની દીકરી ધૂની Aarti Patel Mendpara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માં વગરની દીકરી ધૂની

એક દીકરી હતી. દીકરી નું નામ ધૂની હતી. તેની માતાનું નામ ધૂળી હતું. તેના પિતા ખેડૂત હતા. તે દરોજ સવારે ખેતર જાય ને ખેતરનું કામ કરતા અને મમ્મી ઘરનું કામ કરતી અને ઘરે કામ ના હોઈ એટલે તે તેના પતિ ને ખેતર કામમાં મદદ કરવા પણ જતી.. અને ધૂની દરોજ સવારે સ્કૂલે જતી અને મન લગાવીને અભિયાસ કરતી.. ધૂળી નું સપનું હતું કે તે મોટી થાય ને એક ટીચર બને અને ધૂની ને તેની માતા નું સપનું પૂરું કરવાનું હતું.


ધૂની ધીરે-ધીરે મોટી થવા લાગી અને આગળ તેને વિચારીયુ પણ નોતું એવું થવાનું હતું એક દિવસ એવો પણ આવવાનો હતો કે જિયારે તેની માતા તેને મૂકીને ચાલી જવાની હતી. ધીરે-ધીરે ધૂની પચમું ધોરણ માં આવી ગઈ. ધૂની જયારે ઘરે આવે તિયારે તેની માતા હંમેશા ઘરના દરવાજા પાસે તેની વાટ જોતી.ને કેતી મારી દીકરી થાકી ગઈ હશે લવ તારો થેલો હું લય લવ અને એમ કય ને માં ખભેથી થેલો લય લેતી. રૂપિયા આપી ને કેતી તારે જે ખાવુ હોઈ એ લય આવ અને ધૂની દુકાને જાય ને ખાવાનું લય આવે અને તેની માં પાસે બેસીને નિશાળે શું શું કરીયુ તેની વાતો કરે અને તેની માં ને પણ દીકરીની વાતો સાભળવાની મજા આવે... એક દિવસ તેની માતા બીમાર પડી જાય છે અને તેની દીકરી ને કહે છે કે દીકરી હું મારી જાવ તો તારું ને તારા પપ્પા નું ધ્યાન રાખજે અને તે બીમારીમાં તન દિવસમાં તે અવસાન પામે છે.


તેના અવસાન પમીયા પછી તેના કુટુંબના સભ્ય તેને થોડા દિવસ સાથે રાખે છે ને પછી જવાનુ કહે છે.. ધૂની ને તેના પપ્પા એકલા પડી જાય છે. ધૂની અને તેના પપ્પા ને બને ને રશોઈ બનાવતા આવડતી હતી. ધૂની દશ વર્ષની હોવા છતાં ઘરનું કામ કરતી અને પછી સ્કૂલે જતી અને કુટુંબમાં પ્રસંગ હોઈ તીયા જતી એટલે તેને લોકો કેહતા કે માં વગર ની દીકરી ભાગીને વય જશે આમ કરશે તેમ કરશે તેવી તેની વાતો કરતા . ધીરે-ધીરે તેના પિતા ના મગજ ઉપર પણ અસર થય ગઈ. અને તે પાગલ જેવા થય ગીયા. અને લોકોને તો કામ જ વાતો કરવાનું હોઈ બધા તેની વાતો કરતા પણ ધૂની તેની વાતો ને સાંભળતી નય ને કેતી મારાં પિતા ને તો હું મારી સાથેજ રાખીશ.અને ધૂની પિતાનું ધિયાન પણ રાખતી ને નિશાળ પણ જતી.


તેને તેની માતાનું સપનું પણ પૂરું કરીયુ ને તેના પિતાને તે લગ્ન કરીને તેની સાથે રેવા લય ગઈ.દુનિયાનું કામ છે વાતું કરવું જો એનામાં ધિયાન આપશો ને તો કયારેય આગળ નય જાય શકો પણ ધૂની જેવા બનીને દુનિયાને બતાવો કે અમે પણ અમારું કામ જાતે કરીશું કોઈ ઉપર ભરોસો ના કરવો કોણ કયારે દગો કરે એની કોઈ ને ખબર નથી હોતી. ધૂની ની મમ્મી ના હોવા છતાં તેને તેના પિતાને પિતાની આબરૂ ને સંભાળીને આગળ ચાલતી થાય ને એક દિવસ તેને તેને મમ્મી નું સપનું પણ પૂરું કરીયુ ને દુનિયાને પણ બતાવીયુ કે માં વગરની દીકરી નબળી નથી હોતી.દીકરી ને બેટા કહી ને બોલાવી શકાય છે, પણ દીકરા ને બેટી નથી કહેવાતું .. દીકરી ઈચ્છે તો તે બધું કરી શકે છે, "દિકરો ગીત છે તો દીકરી સંગીત છે" જેટલું દીકરો માં બાપ ને નથી સાચવતો ને એનાથી વધારે દીકરી માં બાપ ને સાચાવે છે, આ વાર્તામાં જોઉં કે દીકરી તેના પિતાની સેવા કરે છે અને તેને સાચાવે છે તો આપણે પણ આપણા માં બાપ ની સેવા કરી ને સાચવશું,

નામ :- મેંદપરા આરતી " આરુ "
ગામ :- બંગાવડી