ગોટ્યા નો એક્સિડન્ટ - ભાગ 2 Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગોટ્યા નો એક્સિડન્ટ - ભાગ 2

ગોટ્યા નો એક્સિડન્ટ _ ભાગ 2

ગોટયા ને એક્સિડન્ટ થયા ને આજે ચાર પાંચ દિવસ જેવું થઈ ગયું,
ગોટયા નો પલંગ બહાર ડ્રોઈંગ રૂમ માં રાખેલો હતો ,જેથી ગોટયો ટીવી પણ જોઈ શકે અને જે ખબર જોવા આવે તેં લોકોને સોફા પર બેસાડી શકાય,...
રોજ કોઇને કોઇ ખબર જોવા આવતું હતું,
હજુ પણ ગોટ્યાને બોલવાનું ઓછું હતુ...
આજે એની ખબર જોવા માટે આવ્યા એના પપ્પાના મિત્રો એમની પત્ની ઓ સાથે,
સ્ત્રી વર્ગ અંદરના રૂમ માં અને પુરુષ વર્ગ બહાર ગોટયા પાસે અને વાતો ચાલુ થઈ, આપણાથી મોટા એટલે આપણે એમને અંકલ થી ઓળખીશું,

પહેલા અંકલ પાટિયું વાંચીને: ' અલ્યા ,ગોટયા તું તો જબરો આઈડિયા લાવ્યો ને? આ બરાબર ,પાટિયા પર લખી દીધું એટલે કોઈ પૂછ પૂછ ના કરે, પણ આ પાટિયું જોઇ મને (બીજા મિત્રો તરફ જોઈને)આપણો જમાનો યાદ આવી ગયો, એય ને પાટિયા પર લખતી શિક્ષિકા, અને જે ડસ્ટર થી પાટિયું લુછે, અહાહ હા હા હા,અને ગોટ્યા તું નઈ માને, જે છોકરાઓ ધમાલ કરતા હોય ને એને તો છુટ્ટું ડસ્ટર મારે, પણ હું ધમાલ કરું ને તો મારી પાસે આવીને ફક્ત કાન જ ખેંચે બોલ, અહાહાહાહાહા...'

બીજા અંકલ બધા સામે જોઈને : ' બે યાર ,હવે આનો જુનો જમાનો ચાલુ થઇ ગયો, ને સાથે સાથે એ પણ બોલને કે કાન પકડી ને બહાર મરઘો બનાવતા હતા?'

પહેલા: ' તે કેમ, તું પણ તો ધારી ધારી ને જોતો હતો ને એની ભણી'

એટલા માં પપ્પા:' અરે ઓ ગોટ્યા પેલું કાન પર લગાડી દે તો, અમારી વાતો હવે ચાલુ થઈ ગઈ, તારે અમારી વાતો સાંભળવાની નઈ'

હવે ચોથા અંકલે શરીર ઊંચું નીચું કર્યું ને તરત બાજુવાળા અંકલે હાથ થી હવા ખસેડતા: ' અબે તારે છે ને તે રોજ રાત્રે જ હવાબાણ હરડે લઈ લેવાની , એટલે આવી બધી ઊંચા નીચા થવાની મગજમારી નઈ!!!'

ત્રીજા અંકલ: ' ના યાર, રાત્રે ગરમ દુધ પી લેવાનું, સવારે કોઠો સાફ,

ચોથા અંકલ : ' હું તો ચા માં એક ચમચી દિવેલ લઈ લઉ છું '

બીજા અંકલ: ' રોજ સવારે ચાલવાનું રાખ, તો આ બધી તકલીફ દુર થઈ જશે'

પહેલા અંકલ: ' અબે, તુ બેસ ને હવે,રોજ સવારે તું ગાર્ડન માં ચાલવા કેમ જાય છે એ અમને ખબર છે,! અલ્યા ઓ, આ છે ને પેલી નઈ આપણી સાથે કૉલેજ માં હતી? પેલી લા, ચકુડી, એને જોવા જાય છે,પણ એટલું યાદ રાખજે, જો ભાભી ને ખબર પડી કે તું કેમ રોજ ગાર્ડન માં ચાલવા જાય છે તો તારી તો આવીજ બનશે'

બીજા અંકલ: ' સી સી સી સ સ સ... ખાનગી, ખાનગી, આ ગોટ્યા સામે ભાંડો ના ફોડ'

પહેલા અંકલ :' હવે આજકાલ ના જુવાનિયાઓને બધી ખબર જ હોય છે લા'

પાંચમાં અંકલ:' પણ એક વાત તો છે કે તે આ પેટ્રોલ ના ભાવ જોયા? ભડકે બળે ભડકે'

પહેલા અંકલ: ' તું બેસ હવે બહુ ભાવ વાળો, પોતે તો સાઇકલ પર આવ જા કરે છે, બોચિયો સાવ!!!, પણ જો કે તારી વાત તો સાચી જ છે, જુઓને આ આજકાલ તો ચવાણા ના ભાવ કેટલા વધ્યા છે? તું નઈ માને હું
૧૦ રૂપિયાના ગાંઠિયા લેવા ગયો તો મને કહે હાથ લાંબો કરો અને એણે મારી હથેળી માં એક નાની મુઠ્ઠી ભરીને ગાંઠિયા આપી દીધા બોલો...'

ત્રીજાઅંકલ: ' અલા તું ગાંઠિયા ની વાત કરે, તમે જોજો ગલ્લા વાળી ચા પણ પાંચ રૂપિયા માં તમને મોઢું પહોળું કરવાનું કહેશે અને એમાં થોડી ચા નાખી આપશે,'

ચોથા અંકલ: ' મને તો એવું પણ લાગે છે કે ને ભવિષ્યમાં દરેક વસ્તુ માં ડાયનેમિક પ્રાઈઝ આવશે, આજે દસ રૂપિયા ના પાંચસો બટાકા તો કાલે દસ રૂપિયા પૈસા ના પાંચસો બટાકા,...

પપ્પા: ' ચાલો હવે શું ખાશો? આઇસક્રીમ, કે બીજુ કઈ?

પહેલા અંકલ: ' પીવું છે,બોલ છે વ્યવસ્થા? નથી ને? તો એક કામ કર, કોલ્ડ્ડ્રિંક મંગાવી લે, સાથે ખારીસીંગ, તળેલા કાજુ ને ફરસાણ, સાલું કૈંક તો પીએ!!!!'
.
.(તમને તો ખબર છે કે આ અંકલોની વાતો બહુ ચાલતી હોય છે, અને ચાલતી જ હતી પણ રાત પણ બહુ થઇ ગઇ હતી ને ગોટયો ને પપ્પાને ઊંઘ બહુ આવતી હતી એટલે આજે આટલું જ.. ઓકે?)
.
.
.....
..
..
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995