લાગણીઓનો ગુલમહોર - 3 Raju Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીઓનો ગુલમહોર - 3



#સત્તા_1

જયદેવ ઘરેથી નીકળીને ચાર રસ્તા પર આવેલ ચાની કિટલી પર ગયો . તેણે બાઈકને પાર્ક કર્યુ.
આજુબાજુની બસ્તીના શ્રમજીવી લોકો જયદેવની રાહ જોતાં ઉભાં હતાં.

જયદેવને જોતાં જ શ્રમજીવીઓનો એક મોટો સમૂહ તેની આસપાસ આવી ગયો. શ્રમજીવી પ્રજાજનો જયદેવને પોતાની તકલીફો જણાવતાં હતાં . જયદેવ એક પછી એક બધાને શાંતિથી સાંભળતો હતો.
જયદેવને આ લોકો પોતાનો મોભી માનતાં હતાં.
જયદેવ પણ બધાં જ શ્રમજીવીઓ પોતાનાં સ્વજનો હોય તેટલી જ ધીરજથી તેમને સાંભળતો હતો .
જયદેવ આ લોકોની તકલીફો સાંભળીને તેઓની સમસ્યાઓને દૂર કરવા માટે જરૂરી સૂચનાઓ મોબાઈલ ફોન દ્વારા લાગતી- વળગતી ઓફીસમાં આપતો જતો હતો.
પોત-પોતાની તકલીફો લઈને આવેલા આ લોકો ધીરે ધીરે જયદેવને તકલીફો સોંપીને પોતાના ધંધે જવા નીકળી ગયા.

જયદેવ પોતાની ઓફીસ જવા આગળ નીકળે ત્યાં તો એક મહીલા તેને બે હાથ જોડીને તેના સામે આવીને ઉભી રહી ગઈ. જયદેવે તેણીને પૂછયું કે બોલ ચંદા કેમ આવવું થયું.? જયદેવ આ શ્રમજીવી પરીવારોમાંથી લગભગ 95% મહીલા અને પુરૂષોને નામથી ઓળખતો હતો. ચંદાએ તેની દિકરી મંજુને બતાવીને કહ્યું કે સાહેબ મંજુને બીજી શાળામાં ભણતી તેની બહેનપણી સાથે ભણવા જવું છે. પરંતુ આ શાળાના મોટા બેન
( આચાર્ય બેન ) મંજુને દાખલો ( L C ) કાઢી આપવાની ના પાડે છે.. તમે કંઈક કરો સાહેબ..!
જયદેવે તેની કાંડા ઘડિયાળ તરફ નજર કરી તો લગભગ બપોરના 2 વાગી ચૂક્યા હતા. તેણે ચંદાને આવતી કાલે શનિવાર હોય મંજુને લઈને સવારે 9 વાગ્યે શાળામાં આવી જવા માટે કહ્યું.

બીજા દિવસે જયદેવ 9-30 વાગ્યે ચંદાના કામને યાદ રાખીને શાળાએ પહોંચી ગયો. ત્યાં પહોંચતાં જ તેની નજર ચંદા અને તેની દિકરી મંજુ ઉપર પડી. ચંદા શાળાની બહાર એક ઝાડના છાંયડે મંજુને લઈને બેઠી હતી. જયદેવને જોતાં જ તેણીએ ઉભી થઈને હાથ જોડ્યા.

જયદેવ સીધો જ આચાર્ય શ્રીની કેબીનમાં ગયો. જયદેવને જોતાં જ આચાર્ય શ્રી તેમની ખુરશી ઉપરથી ઉભા થઈ ગયા. અને કહેવા લાગ્યા કે જયદેવભાઈ તમે આજે અમારી શાળામાં..?
જયદેવે કહ્યું કે કામ હોય તો આવવું પડે છે બેન..
જયદેવ માટે ચા નો ઓર્ડર કરીને આચાર્ય શ્રીએ પૂછયું
શા કામે આવ્યા છો જયદેવભાઈ..?
જયદેવ ચા નો કપ હાથમાં લઈને સીધો મુદ્દાની વાત ઉપર આવી ગયો. તેણે કહ્યું કે બેન શ્રી આ ચંદા મારા મત-વિસ્તારમાં રહે છે. તેણીની દિકરીને બીજી શાળામાં ભણવા જવાનું ઈચ્છા છે...
તો તેણીને તેણીની દિકરી નું L C કાઢી આપવાનું છે ..
આચાર્ય બેન શ્રી એ કહ્યું બસ આટલું જ કામ હતું..!
આટલી નાની વાત માટે જયદેવભાઈ તમારે જાતે આવવું પડે..?
મને એક ફોન કર્યો હોત તો પણ હું ચંદા ને L C આપી દેત..
આચાર્ય બેન શ્રીએ શાળામાં વહીવટી કામગીરી સંભાળતી સ્વાતિને કહીને મંજુનું L C તૈયાર કરાવી દીધું.

L C લઈને ચંદા અને તેની દિકરી મંજુ શાળા ની બહાર ઉભા રહ્યા હતા. જયદેવ ને બહાર જોતાં જ ચંદા લગભગ જયદેવ ના પગમાં પડી ગઈ. જયદેવે આવું કરવાની ના પાડી ને કહ્યું કે હવે દિકરી ને ભણાવો બરોબર.. ચંદા એ કહ્યું કે સાહેબ છેલ્લા 10 દિવસ થી ધક્કા ખાઉં છું પણ કોઈ મારું સાંભળતું જ ન્હોતું. આજે તમે આવ્યા તો કામ ફટાફટ થઈ ગયું. જયદેવે ચંદા સામે જોતાં માર્મિક હાસ્ય જયદેવના ચહેરા ઉપર દેખાયું.
તેણે કહ્યું તો નહીં , પરંતુ ચંદાને કહેવા માંગતો હતો કે લાચાર , નિર્બળ , અજ્ઞાન અને વંચીત વ્યક્તિઓના સમૂહના જીવનની સેવા કરવા માટે #સત્તા જરૂરી છે .

અને એ #સત્તા આજ મારી પાસે છે.

આચાર્ય બેન શ્રી જયદેવને સારી રીતે ઓળખતા હતા. આ પ્રાથમિક શાળામાં કોઈ માથાકુટ થઈ હોય તો જયદેવ
ના આવવા માત્રથી સમસ્યાનો નિવેડો આવી જતો. અને નગરપાલિકા તરફથી શાળાને મળતી સગવડો પણ જયદેવને આભારી હતી .
તે આચાર્ય બેન શ્રી સારી રીતે જાણતાં હતાં.
જયદેવ આ વિસ્તારમાંથી ચુંટણી લડીને નગરપાલિકાનો સદસ્ય બન્યો હતો. છેલ્લા 20 વર્ષોથી જયદેવ
આ શ્રમજીવીઓની બસ્તીમાં સામાજિક કાર્યકર્તા તરિકે કામ કરતો હતો..

જયદેવ સ્વભાવે થોડો ઉતાવળીયો સ્વભાવ ધરાવતો હતો.
તે જલદીથી ગુસ્સે પણ થઈ જતો , અને જલદીથી શાંત પણ થઈ જતો.
આ જયદેવની પ્રકૃતિ હતી.

ક્રમશ .....

જોન એલીયાનો આ શેર જયદેવની પ્રકૃતિને અક્ષરસ લાગું પડતો હતો .

घर से घर तलक गए होंगे
अपने हीं आप तक गए होंगे ,
हम जो अभी आदमी हैं ना
पहले कभी जाम होंगे ,
जो छलक गए होंगे ।
~ રાજુ દેસાઇ