નારી તું ન હારી Kanzariya Hardik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારી તું ન હારી

(1) હે નારી તું ના કદી હારી
હે નારી તું પ્રેમ પરિભાષા જાણનારી
જયાં જુઓ ત્યાં ઉંચા સિહાસન પર બેસનાર
સંકટ સમય સાથ આપનારી
હે નારી તું કદી ન હારી
પડે છે તું એક સો પર ભારી
હે નારી તું કદી ન હારી
લાચાર માને છે તને દુનિયા છતાં
બધા હૈયામાં વસનારી
હે નારી તું ન હારી ..
શક્તિ અને સહજ શક્તિ માં તું આગળ રહેનારી
હે નારી તું ન હારી
મા બહેન પત્ની જેવા અનેક રૂપ ધારણ કરનાર
હે નારી તું ન હારી
દરેક ક્ષેત્રમાં તું આગળ રહેનારી
લાગણી પ્રેમ દુઃખ સુખ દરેક સમય સાથે રહેનારી
હે નારી તું ન હારી
હે નારી તું ન હારી

(2) સ્ત્રી

ઉમંગ ની નવી સવાર છે તું...

શકિત નું સ્વરૂપ છે તું...

મુશકેલી સામનો કરવાવાળી છે તું...

દેવી નું રૂપ છે તું...

સરળ સ્વભાવ ની પ્રતિમા છે તું...

સપના ને સાકાર કરવાવાળી છે તું...

દેશ ની બેટી છે તું...

તું અબળા નહી...સ્ત્રી છે તું...

(3) દિકરી
નથી રૂપ એક તારું
કયારેક તુ માં રૂપ આવે
કયારેક તું પિતા ની દીકરી બનીને આવે ...
ચોખટ ને આગણે જયારે તું કંકુ પગલાં પાડે
ત્યારે લક્ષ્મી રૂપ લઈ ને આવે .
પ્રેમ તો બે વ્યક્તિ સંબંધ છે
જન્મો જન્મ સાથીદાર રૂપી પત્ની રૂપે આવે ...
સરળ સ્વભાવ ની પ્રતિમા છે
તું કયારેક તું દેવી રૂપી આવે
કયારેક તું મા સ્વરૂપ આવે
-કણઝજરીયા હાદિક
(4) સ્ત્રી
સમાજ ની સામે લડવામાં હવે લજ્જા નથી ...
હું જો સાચી તો , બીવા માં મજા નથી ....
બધા ને જ્વાબ આપવાની મારી વજાહ નથી ...
દુનિયા ઘા આપે ને હું જીવું એમાં મજા નથી ..
વ્યક્ત કરું તમને , હું એવી કોઈ કથા નથી ...
તોયજાણવું હોયતો પ્રસાદી વગર જાવ એમાં મજા નથી ચૂપ ચાપ સહન કરી લવ એવી હું પ્રજા નથી ...
આંસુથી નીકળીને દર્દ દબાવી લવ એમાં મજા નથી .....
વ્યર્થ જશે , દુનિયા મને મર્યાદા થી બાંધવાના પ્રયતો ....
સ્ત્રી છું , હવે ઓરડાની ખૂટે બંધાવામાં મને મજા નથી ....
- ક્રિષ્ના ચૌહણ

પુરુષ પાત્ર સમજવું એટલું અધુરું છે
જેટલું સ્ત્રી નું પાત્ર સ્વીકારવું
- ધરતીબેન (લહેર)

(5) મને નિખાલસ રહેવા દે
નીભાવિશ હું સાચા રીતી રિવાજો પણ ખોટી પરંપરાઓ થી દુર રહેવા દે
સંબંધો હશે ઓછા પણ નીભવિશ પૂરી નિષ્ઠા થી ખોટા અઢળક ઉપરછલ્લાઓ થી દુર રહેવા દે
ભક્તિ કરીશ મન થી , ધર્મના નામે ધંધો શીખવવાનું રહવા દે
નસીબ માં જે છે તે મળ્યું છે ,
દુનિયા ને સઘળું લીલું દેખાડો કરવાના દંભ થી દુર રહવા દે
મન છે ને સુંદર , ચેહરા સુંદર બનાવવાની રીતો આજમાવવાં નું રહવા છે
પગે લાગીશ એને જેની પાસે થી આશીર્વાદ મેળવવાનું મન થાય સંસ્કાર નાં નામે હર કોઈ નાં પગ સ્પર્શ કરવાનું રહવા દે..
સહન નહિ કરું ખોટું કોઈ નું , સમર્પણ નાં નામે અન્યાય સહેવો એવી શીખ આપવાનું રહેવા દે
સાચું કહી દઉં છું હર કોઈ ને નિખાલસતા થી ,
દુનિયા મને તોછડું કહે તો મને મન ની વાતો મન માં જ દબાવવાની સલાહ આપવાનું રહવા દે

(6) હું સ્ત્રી સમાન રેતી

હું રેતી
એક છતાં અલગ અલગ અસ્તિત્વ માં રહેતી
હું એક " સ્ત્રી " સમાન જે દર અલગ વાતાવરણ માં પોતાનો નિર્વાહ કરી લેતી છતાં પોતાનું અસ્તિત્વ કદી ના ગુમાવતી ...
રણ માં હું સૂકી ને દરિયે હું ભીંજાયેલી રહેતી..
સાગર કિનારા ની જાણે હું શોભા ને , સૂકી તોયે રણ ને સુંદર બનાવતી
હું સ્ત્રી સમાન રેતી
જે લહેરો ની મોજ ને પણ સંભાળતી ને , રણ ના સૂકા વાયરા ને પણ સ્વીકારતી
જે હર એક સ્થાન પર પોતાનું અસ્તિત્વ બનાવી લેતી , હર એક ઢાળ માં ઢળી જતી ને હર એક જગ્યા ને હૃદય થી
હું એક સ્ત્રી સમાન રેતી

-આયુષા (હૈયા નું પીજરૂ )