માત્ર એક તું - 1 HeemaShree “Radhe" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

માત્ર એક તું - 1

સારા:- કેમ યાર, આવું કેમ થાય છે..!? તું ના હોય તો ક્યાંય મન નથી લાગતું... કંઈ કામ માં જ્યારે સલાહ ની જરૂર હોય ત્યારે એમ વિચાર આવે કે નીલ શું કરે આ સમય માં...!? મન માં એક અલગ લાગણી જન્મી ચૂકી છે તારા માટે... જે બેસ્ટ ફ્રેન્ડ થી વધુ જ છે... કંઈક એવું બંધન બાંધે છે મને તારી સાથે.. કંઈક એવું જે મને તારી બનાવે છે... મને મારા કરતાં તારા માટે ના વિચારો તરફ ખેંચી જાય છે...

(હજુ તો સારા બોલ્યે જ જતી હતી... એટલામાં પાસે વાગતા રેડીયો માં આજ एक दूजे के लिए ફિલ્મ ના બધાં સોંગ વાગતા હતા તેમાં થી અવાજ આવ્યો...
तेरे मेरे बीच में,
कैसा हैं ये बंधन अनजाना...
मेने नहीं जाना, तूने नहीं जाना...)

અને સારા ફરી ચિડાઈ ને બોલી.. અત્યારે જ ગીત ને વાગવાનું હતું..!? હદ છે યાર.... શા માટે..!?
નીલ :- સારા શું થાય છે તને..!?? કેમ આવી વાતો કરે છે...!? અને રોજ કરતા આજ બોલ્યે જ જાય છે...યાર કંઈક સમજાય એવું બોલ... તું મને શું કેહવા માંગે છે..!? તારી આ અલગ ભાષા મને નથી સમજાતી....

હવે જાણે સારા ના ધબકાર 100 થી 160 થઈ ગયા હોય એમ ફોન ને પોતાના દિલ થી ભેટી ને બોલી...

સારા :- Mr . Neel i think *I Love You*
*I Love You So Much ❤️*

હવે ધબકારા વધવા નો વારો નીલ નો હતો... તે સારા ની બોલેલી બધી વાત ને મન માં ને મન માં ફરી ફરી વિચારતો હતો... અને તેને પણ એ વાત નો એહસાસ તો થયો કે સારા વગર બધું અટકી જતું હોય છે... સારા હર સમય સાથે જોઈતી હોય છે.. સારા ના વિચારો ને પોતાના જીવન માં અપનાવી ને પોતાની મુશ્કેલી સામાન્ય રીતે પાર પડે શકાય છે...

આ તરફ સારા હજુ એ જ વિચાર માં હતી કે, નીલ કંઈ બોલતો કેમ નથી....!??
સારા :- નીલ શું થયું..!? આ માત્ર મારા વિચાર છે... તારે આગળ આવવું એ ફરજિયાત નથી... તને મેં મારા મન ની વાત કહી છે... એવું જરૂરી નથી કે તારા મનમાં પણ મારા માટે આ લાગણી હોવી જ જોઈએ...

હજુ નીલ ચૂપ જ હતો... તે શું બોલવું અને શું ના બોલવું એ સમજવાની ના કામ કોશિશ માં હતો...

સારા :- હવે તું કઈક બોલીશ નીલ.. મને ડર લાગે છે તારી ચૂપી થી.... મેં આ બે વર્ષ માં તને તારા જીવન ના ઉતાર ચઢાવ ના સામનો કરતા અને તારી જવાબદારી સંભાળતા મારી સામે જોયો છે... હું તારી સાથે જીવવા માંગુ છું... મેં તારા પ્રેમ ની ઝંખના કરી છે...? ના , મેં તને મારા માં જીવ્યો છે.. મારા માં...

આટલા માં રેડીયો પર ગીત વાગ્યું..
हम बने तुम बने एक दूजे के लिए.. આ સાંભળી ને નીલ બોલ્યો..

નીલ :- સારા આંખ બંધ કર અને જે ગીત વાગે છે તે સાંભળ.. હું આટલું બોલીશ તો ચાલશે કે હજુ વધુ સાંભળવું છે તારે...!??

સારા આંખ બંધ કરી ને ગીત સાંભળતી હતી.. અને બોલી
સારા :- उसको कसम लगे ,जो बिछड़के एक पल भी जिए....
हम बने तुम बने एक दूजे के लिए....
ના ચાલશે નિલ તું કંઈ નહીં બોલે તો...
સારા આંખ બંધ કરીને એ બધાં શબ્દ ને સાંભળી ને મન ચાલતાં તોફાન ને શાંત કરે છે..