Episode 1
રાત્રિનો સમય હતો.
હંમેશાની જેમ આજે પણ હું અગાશી પર moon ને જોતો હતો. આમ તો મને moon પ્રત્યે એક જાતનું વળગણ હતું. કારણ કે હું નાનો હતો ત્યારથી મને moon જોવાનું ખૂબ જ ગમતું. ખાસ વાત તો એ હતી કે moon એ perfect નથી. એક તો એમાં વધ-ઘટ થાય એટલે આપણને રોજે આખો ના દેખાય.જો રોજે આખો જ દેખાતો હોય તો કદાચ આપણને પૂનમનો એટલો ઇંતેજાર જે ના રહે ને!? અને બીજી વાત એ કે એમાં ડાઘ છે એટલે સંપુર્ણ સફેદ નથી દેખાતો. કોઈ perfect નથી હોતું અને મને એવા જ લોકો પસંદ છે જે ભલે perfect નથી પરંતુ પોતે જેવા છે એવા પોતાની જાત ને સ્વીકારે છે.
અને આવા લોકોમાની જ એક એટલે મારી આશવી!
આશવીનું મારા જીવનમાં આવવું એ મારા માટે એક ખુબ જ સુખી ઘટના હતી. મને આજે પણ યાદ છે એ દિવસ જ્યારે મે એને પ્રથમ વખત જોઈ હતી. હું કોલેજમાં પોસ્ટ-ગ્રેજયુએશન(pg) કરતો હતો. તે દિવસે હું બપોરે જમીને અમારા pg સ્ટુડન્ટસ માટે ફાળવેલા રૂમમાં જતો હતો. અમારા ડિપાર્ટમેન્ટમાં pg સ્ટુડન્ટસ રૂમ જવા માટે tutor રૂમ વચ્ચે આવતો હતો. આમ તો મારી ટેવ એવી નહોતી કે વચ્ચે જેટલા રૂમ આવે એમાં નજર કરતો જાવ પરંતુ તે દિવસે મારા ભાગ્યમાં જ એવું લખ્યું હશે એટલે મેં તે દિવસે tutor રૂમ તરફ નજર કરી. નવા અંડર ગ્રેજયુએટ સ્ટુડન્ટસ આવ્યા હતાં એટલે તે દિવસે એમનો પહેલો દિવસ હતો એટલે અમારા સાહેબ એમને ડિપાર્ટમેન્ટ વિશે અને ડિપાર્ટમેન્ટના બધા નિયમો વિશે સમજાવતાં હતાં. આમેય એ બધું ભાષણ આપણને બોરિંગ જ લાગે એટલે એ લોકો પણ બહાર નજર કરીને આવતા જતા ને જોતા હતા. મે જેવી અંદર નજર કરી એટલે તરત જ મારી નજર એક સુંદર છોકરી પર પડી. એકદમ સાદા કપડાં અને મેકઅપ વગર પણ એ છોકરી ખૂબસુરત લાગતી હતી. ખબર નહીં કેમ મને એ છોકરી પરથી નજર હટાવવાનું મન જ નહોતું થતું. એકદમ કાળા અને લાંબા વાળને એણે pony માં બાંધ્યા હતાં. કોફી કલરની કુરતી અને ક્રીમ કલરની anklelengh leg-ins માં પણ એ ગજ્જબ હતી. એ આશાવી હતી. એની કાળી અને મોટી મોટી આંખો પણ મને તાકી રહી છે એ વાતનું ભાન થતા હું ત્યાંથી ફટાફટ જતો રહ્યો. આખો દિવસ મને એના જ વિચારો આવ્યા. કૉલેજમાં મારા ઘણા મિત્રો હતા તેમાં ઘણી સુંદર અને મોડર્ન કપડાઓ પહેરનારી છોકરીઓ પણ હતી પરંતુ મને કોઈ પ્રત્યે આવી લાગણી નહોતી અનુભવાઈ જેટલી આ એક સિમ્પલ છોકરી પ્રત્યે હતી. ખબર નહીં કેમ પણ મારા દિમાગ માંથી એના વિચારો જવાનું નામ જ નહોતા લેતા.
At Present...
અને અચાનક જ આશવી આવી. એની આહટથી મારા વિચારોની તંદ્રા તૂટી.
"અયાન, જમવાનું ક્યારનું તૈયાર છે. હું already બે વાર ગરમ કરીને તમને જમવા બોલાવી ચૂકી છું. તો પણ તમે અહીંયા શાંતિથી બેઠા છો?"
"મેં કહ્યું ને તું મારી સાથે ખાઈશ તો જ હું ખાઈશ"
"મને ભૂખ નથી તમારે જમવું હોય તો જમી લેજો. હું સુવા માટે જાઉં છું."
આમ કહીને આશવી સડસડાટ ચાલી ગઈ.
હું શું કહું છું એની પરવા કર્યા વગર!!
મને પાછાં કૉલેજના દિવસો યાદ આવી ગયા. કેટલા romantic હતા એ દિવસો!! અને આજે મારે અને આશવીને કામ પૂરતું જ બોલવાનું થતું હતું.
શું હતું એનું કારણ?
હું જ હતો એનું કારણ પરંતુ અત્યારે હું કંઈ પણ કરી શકું એવી પરિસ્થિતીમાં નહોતો.
I'm sorry આશવી એમ કહીને મેં ફોન જોડ્યો
"હેલ્લો, સુહાના તું ઠીક તો છે ને?"
"હા, હું બિલકુલ ઠીક છું પરંતુ આશવીને આ વિશે કંઈ ખબર છે?"
"ના એને કંઈ ખબર નથી અને હમણાં તો એને કંઈ કેવાનું પણ નથી"
"Ok...સારૂ bye take care"
"Bye bye"
કેવી રીતે શરૂ થઈ આશવી અને અયાનની પ્રેમકહાની અને કેમ એમના વચ્ચે અત્યારે સબંધો બગડ્યા હતા? શું એનું કારણ સુહાના હતી? જાણવા માટે તો next episode નો wait કરવો પડશે...
હેલ્લો friends! Crescent hearts મારી પ્રથમ story છે એટલે ગ્રમરની ભૂલો અવગણવા વિનંતી. Story કાલ્પનિક છે એટલે કોઈ સાથે સબંધ નથી. અને story વાંચીને પ્રતિભાવ જરૂર આપવા વિનંતી....