ચાલો ઠીઠીયા કાઢીએ - 12 Shailesh Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

ચાલો ઠીઠીયા કાઢીએ - 12

ભાગ - ૧૨
વાચક મિત્રો,
આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,
નવી કંપની પર, ઉઘરાણી માટે ગયેલ અડવીતરાના આજનાં, ઉથલ-પાથલવાળા કારસ્તાનથી,
એ બરોડાવાળી કંપનીના સમગ્ર સ્ટાફની સાથે-સાથે,
બોઘાટા પાડી ગયેલ, એ કંપનીના શેઠે,
આગળ જતા, ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, જોકે તેમનો હાલનો સમય તો એવોજ કંઈક ઈશારો કરી રહ્યો હોવાથી, તે કંપનીના મેનેજરને,
આ માથા ફરેલ અડવિતરાને પહોંચી વળવા માટે, એ જે કંપનીમાંથી આવ્યો હતો,
તે કંપનીનાં બોસની સાથે-સાથે,
પોલીસ ખાતામાં, ફાયર બ્રિગેડ વિભાગમાં, એમ્બ્યુલન્સ સેવામાં, અને જરૂર પડે તો,
સબવાહિની માટે પણ ફોન કરવાં એક લીસ્ટ આપે છે.
જોકે સવારથી ધુઆ ફુઆ થઈ ગયેલ મેનેજર,
શેઠે આપેલ આ લીસ્ટ જોઈને, એક્વાર તો એને લગભગ ગોળ ગોળ ચક્કર પણ આવી જાય છે.
કેમકે,
આજે સવારથી એણે જે કર્યું છે, તે અને
અત્યારે શેઠે ચીઠ્ઠીમાં લખીનેઆપ્યુંછે, તે,
આમાંથી કંઈ પણ કામ, આજ સુધી એણે કર્યુ પણ ન હતું, કે પછી સાંભળ્યું પણ ન હતું.
છતાં, હીંમત કરીને,
મેનેજર સૌથી પહેલો ફોન,
અડવિતરો જે કંપનીમાંથી આવ્યો હતો, તે કંપનીનાં બોસને ફોન લગાવે છે.
સામે ફોન ઉઠાવતા અડવિતરાના બોસ.....
બોસ :- હેલો,
મેનેજર :- હા સાહેબ, હું બરોડાની કંપનીમાંથી મેનેજર બોલું છું.
બોસ :- હા બોલો,
મેનેજર :- આજે તમારી કંપનીમાંથી ચેક લેવા તમે મોકલેલ માણસે,
અમારી કંપનીમાં આવી,
અમારી, અને અમારી કંપનીની બંનેની બરાબરની, પત્તર ખાંડી નાખી છે, ને અત્યારે હાલની અમારી અને અમારી કંપનીની પરિસ્થિતિ એવી છે કે,
" યે હમારી જો કંપની હૈ, વહ કંપની કમ,
સર્કસ જ્યાદા લગતી હૈ "
આટલું કહી મેનેજર બધી હકીકત અડવિતરના બોસને જણાવે છે.
બોસ થોડામાં ઘણું સમજી જતા, તુરંત,
મેનેજરને ફોન ચાલુ રાખવાનું કહી, તેમના મિત્ર, એટલેકે,
મામા ઉર્ફ લક્ષ્મીચંદને કોન્ફરન્સમાં લે છે, પછી મેનેજરને....
બોસ :- હા મેનેજર સાહેબ,
જુઓ મે અત્યારે, એ વ્યક્તિના મામાને, કોન્ફરન્સમાં લીધા છે, તમે એમને કોનફિડન્સમાં લઈલો,
આઈ મીન, કદાચ તમારા અને મારા માટે એ પ્રોડક્ટ નવી છે, એટલે
એના ફાયદા ગેર ફાયદા, કે
ટ્રબલ શુટીંગ, કે ગેરંટી વોરટી, જે હોય તે,
આપણા કરતાં એમને આ મામલો ઓપરેટ કરતા વધારે ફાવશે,
કેમકે, એને આજેજ મે ઓર્ડર કર્યો છે, ને પાછી એની મન્યુઅલ પણ એમણ મને આપી નથી.
એટલેજ, તમે સૌથી પહેલા પુરેપૂરી વાત, વિગતવાર એમનેજ કરો, કદાચ
કોઈ રસ્તો મળી જાય, ને
આપણી ઘાત ટળી જાય.
મેનેજર :- હે...
બોસ :- અરે કંઈ નહિ, તમે વાત કરો એમની સાથે
મેનેજર :- હા, શું નામ છે એમનું ?
બોસ :- જી લક્ષ્મીચંદ
મેનેજર :- ઓકે,
હા લક્ષ્મીચંદ, જુઓ
આ તમારા "ભાણા" એ તો,
આજે અહી આવીને,
અમારા મગજમાં "કાણાં" પાડી દીધા છે, ને
એની "જાણા" કરવા તમને ફોન કર્યો છે,
તમે અત્યારેજ બરોડા "આણાં"
મેનેજર અત્યારે એટલો રઘવાયો થયો છે, એટલો ઉચાટમાં છે કે,
એ શું બોલે છે ? તેનું પણ એને ભાન નથી,
પરંતુ
લક્ષ્મીચંદ અને બોસ, બંને
મેનેજરની વાત સાંભળી,
ત્યાંની રમણ-ભમણ પરિસ્થિતિનો તાગ મેળવી લે છે. પછી.....
લક્ષ્મીચંદ :- જુઓ મેનેજર સાહેબ, તમે અત્યારે બીજે ક્યાંય ફોન ના કરશો, અમે હમણાંજ ત્યાં આવવા નીકળીએ છીએ.
ફોન પૂરો થતાં, મામા વિચારે છે કે,
જો ભાણો એટલી ઊંચાઈ પર આવેલ ક્રેનના પાઈપ પર ચડી ગયો હોય, અને કેમે કરીને એ નીચે ના ઉતરી રહ્યો હોય તો,
એક કામ થાય,
હા થોડો ખર્ચો આવે, બાકી,
એ પાઈપની બરાબર નીચે, બીજી એક નવી સિલીંગ બનાવી દઈએ, અને એ નવી સિલીંગ નીચે, ક્રેન માટે બીજી નવી એક પાઈપ નાખી આપીએ,
તો ભલેને ભાણો ઉપરની પાઈપ પર બેસી રહેતો,
આમેય ઉપરની સિલીંગ તો જર્જરિત પતરાવાળીજ છે ને,
એ જ્યારે કંટાડશે, એટલે છત પરથી બૂમ મારશે, એટલાં દિવસ તો મારે શાંતિ,
મામા લક્ષ્મીચંદને, ચંદ કલાકોની શાંતિ પછી, ફરી ભાણાનું મંદ ટેન્શન ચાલુ થઈ જાય છે.
એટલે, મામા તેમના મિત્ર સાથે બરોડા જવા નીકળે છે.
વધુ આગળ ભાગ તેરમા