Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 5

ભાગ - ૫
વાચક મિત્રો,
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
ડોક્ટર સાહેબ, સીતાબહેનને તપાસી શીવાભાઈ સરપંચને જણાવે છે કે,
સરપંચ સાહેબ, આપણે સીતાબહેનને બચાવી ન શક્યા.
એ આપણને મૂકીને, એમના રામજી પાસે પહોંચી ગયા છે.
ડોક્ટરના મોઢેથી આટલું સાંભળતા જ, સરપંચ શીવાભાઈ,
જાણે પોતાની જનેતા મૃત્યુ પામી હોય, તેવો આઘાત અનુભવે છે.
ને પોક મૂકી રડવા લાગે છે.
ડોકટર તેમને આશ્વાસન આપે છે, ને સાથે-સાથે, સરપંચના દીકરા જીગ્નેશ અને પાર્વતીબહેનને પણ, અડોશ-પડોશમાં આ વાત જણાવવા કહે છે.
પછી.....
ડોકટર સરપંચને થોડા શાંત પાડી,
મુંબઈ રહેતા સીતાબહેનના દીકરા, શેઠ રમણીકભાઈને ફોન કરી, આ બનાવની જાણ કરવા, શીવાભાઈને હિંમત આપે છે.
શીવાભાઈ, મહા-પરાણે થોડા સ્વસ્થ થઈ,
ડોક્ટરના ફોનથી મુંબઈ રમણીકભાઈને ફોન લગાવે છે.
આ બાજુ રમણીકભાઈ ફોન ઉઠાવતા,
શીવાભાઈ સરપંચ હીંમત કરીને....
શીવાભાઈ :- રમણીક, હું તેજપુરથી શીવાભાઈ બોલું છું.
અજાણ્યા નંબર પરથી, ને અડધી રાતે આવેલ ફોન, અને શીવાભાઈના બોલવાના અવાજ પરથી, રમણીકભાઈને કંઈક અજુગતું થયાનો અણસાર આવતા વાર લાગતી નથી, તે પલંગમાંથી ઉભા થઈ જાય છે, ને.....
રમણીકભાઈ :- હા બોલો શીવાભાઈ
શીવાભાઈ :- રમણીક, સીતાબહેન સીતાબહેન.....
ફોનમાં આટલું બોલતા બોલતા તો, સરપંચ શીવાભાઈ ફરી રડવા લાગે છે, જેના કારણે તેઓ, ફોનમાં રમણીકભાઈ આગળ કંઈ બોલી શકતા નથી.
એટલે, ડોકટર સરપંચના હાથમાંથી ફોન લઈ લે છે, અને શીવાભાઈએ કરેલ અધૂરી વાત, ડૉકટર પોતે, રમણીકભાઈ ને જણાવે છે.
ડોકટર :- રમણીકભાઈ,
હું આપણા તેજપુર ગામનાં ડોકટર, વિપુલભાઈ બોલું છું.
તમે જલ્દીથી તેજપૂર આવી જાવ, સીતાબહેનને એટેક આવ્યો છે, ને તેમની હાલત ખૂબજ ગંભીર છે.
ડોક્ટરના મોંઢે આટલું સાંભળી, તેમજ શિવાભાઈએ હમણાં ફોનમાં કરેલ વર્તન થકી,
રમણીકભાઈને પરિસ્થિતિનો તાગ સમજવામાં વાર લાગતી નથી.
તેઓ ફટાફટ ફોન મૂકીને,
તુરંત....
તેઓ બીજો ફોન અવિનાશ, અને વિનોદ લગાવે છે.
અવિનાશ અને વિનોદ, એ બંને તેજપુર ગામનાજ વતની છે, અને આ બંનેની જેમ, ગામના બીજા ઘણા બધા લોકોને રમણીકભાઈએ પોતાના ધંધામાં સેટ કર્યા છે.
રમણીકભાઈ, અવિનાશ અને વિનોદને, મોટી-મોટી હકીકત જણાવી, જલ્દીથી એરપોર્ટ પહોંચવા જણાવે છે, ને રમણીકભાઈ પોતે પણ ફટાફટ તૈયાર થઈ, તેમની પત્ની સાથે એરપોર્ટ પહોંચે છે.
રમણીકભાઈ, તેમના પત્ની, અવિનાશ અને વિનોદ, વહેલી સવારની, પહેલી ફ્લાઈટમાંજ અમદાવાદ આવી જાય છે.
રમણીકભાઈએ અગાઉથી જાણ કરી દીધી હોવાથી, તેજપુર ગામનોજ એક વ્યક્તિ, ભુપેન્દ્ર,
કે જે ગામડાં-ગામમાં રહીને, નાના પાયે ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે, તે પોતાની ખુલ્લી જીપ લઈને, અમદાવાદ એરપોર્ટ પર આ લોકોને લેવા માટે પહોંચી ગયો છે.
રમણીકભાઈ, તેમના પત્ની, અવિનાશ અને વિનોદ, એરપોર્ટથી બહાર આવી, ભુપેન્દ્રની જીપમાં બેસી, ફટાફટ તેઓ તેજપૂર ગામ તરફ જઈ રહ્યા છે.
અત્યારે, ગામ તરફ જઈ રહેલ આ લોકોની જીપમાં, વાતાવરણ બિલકુલ શાંત અને ગંભીર છે.
તમામના ચહેરા અવાચકછે.
કોઈ કંઈ બોલી નથી રહ્યું.
ત્યાંજ..... આ લોકો, કેટલે પહોંચ્યા ?
એ જાણવા માટે, રમણીકભાઈ પર સરપંચના મિત્ર, ભીખાભાઈનો ફોન આવે છે.
ખુલ્લી ગાડીમાં વધારે હવાને લીધે, રમણીકભાઈને ફોનમાં બરાબર અવાજ નહીં સંભળાતા,
ભુપેન્દ્ર પોતાની ગાડી, રોડથી થોડી સાઈડમાં ઉભી રાખે છે. એટલે.....
રમણીકભાઈ,
જીપમાંથી ઉતરી, હાઈવેના ઘોંઘાટથી થોડા દૂર જઈ, ફોનમાં વાત કરી રહ્યા છે.
તેમની પાછળ-પાછળ, તેમના પત્ની પણ તેમની બાજુના જઈને ઉભા રહે છે.
આ બાજુ જીપમાં.....
વિનોદ :- ભુપેન્દ્ર, હાલ કેવી છે, સિતામાસીની તબિયત ?
ભુપેન્દ્ર :- વિનોદ, સીતામાસી તો રાત્રેજ....
થોડીવાર જીપમાં શાંતિ
રમણીકભાઈ નો ફોન હજી ચાલુ છે.
અહી ભુપેન્દ્ર, અવિનાશને
ભુપેન્દ્ર :- બોલ અવિનાશ, તને કેવું ફાવે છે, મુંબઈમાં ?
સેટ થઈ ગયો કે નહીં ?
અવિનાશ :- બસ જો, ચાલે છે, તારે ટ્રાવેલ્સનું કેમ ચાલે છે ?
ભુપેન્દ્ર :- બસ જો, મારેય ચાલે છે મારા ભાઈ,
ફોન પૂરો થતાં,
રમણીકભાઈ આવીને ગાડીમાં બેસે છે.
હા પણ ફોનમાં વાત થયા પછી, ગાડીમાં આવીને બેઠેલ રમણીકભાઈને જોઈને,
ભુપેન્દ્ર, વિનોદ અને અવિનાશને ખ્યાલ આવી ગયો છે કે, ભીખાભાઈએ, રમણીકભાઈને એમના મમ્મીનાં મૃત્યુનાં સમાચાર આપી દીધા લાગે છે.
રમણીકભાઈ લોકો, જ્યારે ગામમાં પહોંચે છે, ત્યાં સુધીમાં તો, ગામના લોકોએ, સીતાબહેનના અંતિમ સંસ્કાર માટેની, અંતિમયાત્રાની પૂરી તૈયારી કરી રાખી છે, બસ અત્યારે ગામ આખું,
ખાલી રમણીકભાઈ આવે એની રાહ જોઈ રહ્યું હતું.
રમણીકભાઈ ગાડીમાંથી ઉતરતાજ.....
એક મોટી અને, ગમે તેવા બહાદુરના કાળજાને પણ હચમચાવી દે, એવી પોક મૂકે છે.
સરપંચ શીવાભાઈ, ભીખાભાઈ અને ગામના અન્ય લોકો, જેમ તેમ કરી ને, મહાપરાણે રમણીકભાઈને શાંત પડે છે.
સીતાબહેનની અંતિમયાત્રામાં, આખું ગામ જોડાયું છે.
બધાજ લોકો અત્યારે બિલકુલ અવાચક, અને દરેકના ચહેરા નિસ્તેજ અને શોકમય છે.
બધાના મનમાં અત્યારે એકજ વાત ચાલી રહી છે કે,
આમ અચાનક, આ શું થઈ ગયું ?
કેમ થઈ ગયું ?
આ બે પ્રશ્નનો જવાબ અત્યારે કોઈની પાસે નથી.
હજી, આજે સવારે તો, સ્કૂલનાં પ્રોગ્રામમાં, સીતાબહેન બિલકુલ સ્વસ્થ, અને ઉત્સાહ ઉમંગથી ભરપૂર હતા, ને અત્યારે ?
સીતાબહેનના અંતિમ સંસ્કાર સંપન્ન થતા, એજ ઉદાશ, હતાશ અને મૌન ચહેરે,
સૌ ગામમાં પાછા ફરે છે.
એજ સાંજે, ગામનાં રીવાજ મુજબ,
ઘણા બધા લોકો, રમણીકભાઈના ઘરના આંગણામાં, રમણીકભાઈને દિલાસો આપવા, તેમજ આગળની વિધિની ચર્ચા કરવા, સૌ ગામ લોકો ભેગા થઈને બેઠા છે.
ત્યાંજ,
ગામના એક વ્યકિતને, અચાનક કંઈક યાદ આવતા,
તે, કહે છે કે,
અત્યારે ટીવીમાં, ગઈકાલનો, ૨૬ જાન્યુઆરીનો, આપણી સ્કુલનો, પ્રોગ્રામ આવી રહ્યો છે.
આ વાત સાંભળી, રમણીકભાઈ સરપંચને.....
રમણીકભાઈ :- શીવાકાકા, તમે જલદીથી ટીવી ચાલુ કરો.
સરપંચ ટીવી ચાલુ કરે છે.
રમણીકભાઈ, ટીવીમાં પ્રોગ્રામ જોતાં-જોતાં, અચાનક.....
પોતાના મમ્મીએ હમણાંજ કરેલ, એમના બે સપના વિશેની વાત ધ્યાન પર આવતાં.....
પ્રોગ્રામ પૂરો થતાંજ, રમણીકભાઈ, શીવાભાઈને પોતાની પાસે બોલાવે છે, અને કહે છે કે,
રમણીકભાઈ :- જુઓ કાકા, મારે મારી મમ્મીની, જે બે ઈચ્છાઓ હતી, એ મારે પૂરી કરવી છે, અને એ પણ, હું અહીંયાથી મુંબઈ જાઉં એ પહેલા.
નહીતો, મુંબઈમાં મારુ મન નહી લાગે,
મારે મુંબઈ પાછા જતા પહેલા, એમની છેલ્લી બે ઈચ્છા માટેની પૂરી તૈયારી, ફાઈનલ કરવી છે, એટલે તમે કાલે ને કાલેજ.....
કોઈ કોન્ટ્રાકટરને બોલાવીને, સ્કૂલમાં ઓડીટોરિય માટેનું એસ્ટીમેટ કઢાવો, અને બીજુ કે.....
મહિના દોઢ મહિના પછી,
શિવરાત્રી કે પછી, હોળી વખતે, સ્કૂલનાં બાળકોને જો એક સાથે ત્રણ-ચાર રજાઓનો મેળ પડતો હોય તો,
એ રજાઓમાં, સ્કૂલનાં બાળકોને, આપણાં ગામનાં પેલા ભુપેન્દ્રની લક્ઝરીમાં, સ્કૂલનાં પૂરા સ્ટાફ સાથે, બાળકોને મુંબઈ મોકલવાની વ્યવસ્થા ગોઠવી આપો.
બસ તમે મારા આ બે કામ કરી દો કાકા, એટલે મમ્મીનાં આત્માને પણ શાંતિ મળે.
શીવાકાકા, આજે હું, આ બે મોટી જવાબદારી તમને સોંપુ છું.

વધુ ભાગ ૬ માં