ભાગ - ૨
આ વાત છે,
તાલુકા કક્ષાના એક શહેરની નજીક આવેલ,
ગામ તેજપુરની.
આ વાત છે,
તેજપુર ગામમાં વસતા, આશરે પંચાવન છપ્પન વર્ષની ઉંમરે પહોચેલા, સ્કૂલના આચાર્ય એવા સીતાબહેનની.
સીતાબહેન પોતે વિધવા છે, તેમજ
હાલ તેઓ,
તેજપુર ગામમાંજ આવેલી, પ્રાથમિક શાળામાં, આચાર્ય તરીકેની પોતાની જવાબદારી ખૂબજ સુંદર રીતે સંભાળી રહ્યા છે.
સુંદર રીતે એટલાં માટે કે,
સીતાબહેન એમની સ્કૂલની આચાર્ય તરીકેની એ જવાબદારી, ખાલી હોંશે-હોંશે નહી, પરંતુ.....
પૂરેપૂરા ઉત્સાહ, અને પરોપકારની નિસ્વાર્થ ભાવના સાથે, તેઓ પોતાની કામગીરી સંભાળી રહ્યાં છે.
સીતાબહેન, તેમની સ્કૂલ અને સ્કૂલના જરૂરિયાતમંદ અને હોંશિયાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય, અને તે બાળકોની સુંદર કારકિર્દી માટે,
એકપણ દિવસ, જરાપણ થાક્યા, કે કંટાળ્યા સિવાય, અને અવિરત,
તન, મન અને ધનથી, એમનાથી બનતી બધી રીતની મદદ માટે, ચોવીસે કલાક તેઓ આ અભિયાનમાંજ ઉભા પગે રચ્યા-પચ્યા રહે છે, ને એમ કરવામાં પાછો,
એમને એક અનેરો આનંદ આવે છે.
સીતાબહેનની ઉંમર, છપ્પન વર્ષની આસપાસ છે, એટલે
એમને એમની આચાર્ય તરીકેની જવાબદારીમાંથી નિવૃત્તિ માટે,
હવે બે-ત્રણ વર્ષથી અધિક સમય બચ્યો નથી.
આવા સેવાભાવી, અને પરોપકારી, સ્વભાવ ધરાવતા, એ આચાર્ય બહેન વિશે.....
સૌપ્રથમ આપણે,
સવીતાબહેન વિશે, થોડું વિષેશ જાણી લઈએ.
તેજપુર ગામમાં, આચાર્ય સીતાબહેન પોતે એકલાજ રહે છે.
હા, તેમને એક દિકરો છે, જેનું નામ રમણીક.
તેમનો દીકરો રમણીક, ઘણા વર્ષોથી મુંબઈમાં સ્થાઈ થયો છે, અને તે પૈસે ટકે સુખી પણ છે.
મુંબઈમાં, સીતાબહેનના દીકરા રમણીકભાઈની ગણતરી, શહેરના નામી કરોડપતિઓમાં થાય છે.
સીતાબહેનના દીકરા, રમણીકભાઈએ પોતાની માતા સીતાબહેનને, ઘણીવાર કહ્યું હોય છે કે,
તે પોતાની સાથે મુંબઈ આવીને તેમની સાથે રહે, પરંતુ.....
સીતાબહેનને તો બસ,
એમની સ્કૂલ ભલીને, સ્કૂલના બાળકોનો વિકાસ ભલો.
આ વાક્યને તો સીતાબહેને,
પોતાનો જીવનમંત્ર બનાવી દિધો છે.
સીતાબહેને, પોતાનું સમગ્ર જીવન, સ્કૂલ, અને સ્કૂલના ગરીબ બાળકોનાં વિકાસ અર્થે સમર્પિત કરેલ છે.
એકતો, તેઓ ગામમાં રહે છે, અને પાછા એકલા, એટલે એમનો ઘરખર્ચ પણ ખૂબજ ઓછો.
જેથી, તેમની જરૂરિયાતો વધારે નહીં હોવાને કારણે, તે પોતાના પગારમાંથી,
જરૂરીયાત જેટલી રકમ પોતાની પાસે રાખી, બાકીના બધાજ પૈસા.....
તેઓ, તેમની સ્કૂલના, જરૂરીયાતવાળા ગરીબ વિદ્યાર્થીઓ પાછળ જ ખર્ચી નાખે છે, અને એમાજ, એમને એક અનેરો આનંદ અને ખુશી મળે છે.
તેમને મન એકજ વાત છે કે,
ખાલી પૈસાના અભાવે, મારી સ્કૂલના કોઈ પણ ગરીબ, કે પ્રતિભાશાળી વિદ્યાર્થીનું ભણતર, કે તેની પ્રતિભા વેડફાવી, કે દબાવી જોઈએ નહીં.
સીતાબહેન પોતાની સ્કૂલના બાળકોને, જેમ મોટા શહેરોની સ્કૂલોમાં જે પ્રકારની સગવડો બાળકોને મળતી હોય છે,
એ પ્રકારની બધીજ સગવડો, તેઓ તેમની સ્કૂલના બાળકોને આપવાના પ્રયાસોમાં સતત ઉત્સાહિત, અને એનીજ તૈયારીમાં રહેતા હોય છે, અને એ પણ પોતાનીજ બચત, કે પછી કરકસર થકી.
એમના આ પરોપકારી અને નિસ્વાર્થ ભર્યા કામમાં,
તેમનો દીકરો રમણીક, કે પછી ગામના લોકો સ્કૂલમાં મદદ કરે, એ અલગ વાત છે, બાકી
સીતાબહેનને પોતે, પોતાનાથી બનતી જે મદદ કરે,
એમાં એમને એક અલગજ, ને અનેરો આનંદ અને ખુશી એમને મળી રહે છે.
આવા દયાળુ સીતાબહેનની, પારખુ નજર પણ એટલી ઊંડી, અને ઊંચી કે,
તેમની પૂરી સ્કૂલમાં,
ક્યા વિદ્યાર્થીને, ક્યારે અને શું જોઈએ છે ?
જે તેને મળી નથી રહ્યું, એવી ઝીણામાં ઝીણી વાત પણ, તેમના ધ્યાનમાં આવી જાય, અને એની બિજીજ ક્ષણે,
તેઓ, એ વિદ્યાર્થિની એ જરૂરિયાત પૂરી કરી દેતા.
તેજપુર ગામની પ્રાથમિક શાળાના,
આવા ઉચ્ચ અને પરોપકારી વિચાર ધરાવતા આચાર્ય એવા, સીતાબહેનની, સ્કૂલના વિદ્યાર્થીઓના વિકાસ માટે,
એમણે આગળ જતા, બીજા પણ બે સ્વપ્ન જોઈ રાખ્યા છે.
ને, એ બે સ્વપ્ન એટલે,
એકતો,
તેઓ જ્યારે સ્કૂલના આચાર્ય પદથી નિવૃત્ત થાય, અને ત્યારે તેમને સરકાર તરફથી જે રકમ મળે, તે તમામ પૈસા થકી, તેઓ સ્કૂલના બાળકો માટે,
એક નાનું એવું ઓડિટોરીયમ, અને સ્કૂલ માટે રમત-ગમતના સાધનો વસાવવા માંગે છે.
જેથી કરી,
અભ્યાસની સાથે-સાથે બાળકોની બીજા બધા પ્રકારની રુચિ, એટલે કે, ખેલકૂદ, તેમજ અભિનય, વિગેરે વિગેરે પ્રકારની રુચિ જળવાઈ પણ રહે, ને એમનો આંતરિક વિકાસ પણ થતો રહે.
જ્યારે, સીતાબહેનનું બીજું સ્વપ્ન એ છે કે,
તેમની સ્કૂલના બાળકો, કે જેઓ.....
માત્ર પૈસાના અભાવે, બાજુના શહેરમાં પણ સરખી રીતે ફરવા નથી જઈ શકતા,
એવા સ્કૂલના ગરીબ બાળકોને, એકવાર મુંબઈ ફરવા લઈ જવા.
બસ, તેમની સ્કૂલના બાળકો માટે, આગામી સમયના આ બે સ્વપ્ન સીતાબહેને જોઈ રાખ્યા છે.
આ બાજુ સીતાબહેનનો દિકરો રમણીક, કે જે,
પોતાની માતાથી આટલો દૂર, છેક મુંબઈમાં રહેતો હોવા છતાં,
તેને પોતાની માતાની વધારે ચિંતા, એટલાં માટે નથી રહેતી,
કેમકે,
સીતાબહેનના પડોશી, કે જે તેજપૂર ગામનાં સરપંચ પણ છે, એવા શીવાભાઈ, તેમજ
શીવાભાઈના પત્ની પાર્વતીબહેન,
કે જે પોતે પણ, ગામની એજ સ્કૂલમાં શિક્ષિકા છે, એટલે.....
સરપંચ શિવાભાઈ, અને તેમના પત્ની પાર્વતીબહેન બંને,
સીતાબહેનની પુરેપરી કાળજી, અને પૂરેપૂરો ખ્યાલ, પરિવારના એક સદસ્યની જેમ, સીતાબહેનને સાચવતા હોય છે.
આવતીકાલે સ્કૂલમાં ખૂબ મહત્વનો દિવસ, એટલે કે, 26 મી જાન્યુઆરી છે. એટલે.....
સીતાબહેન, તેમની સ્કૂલના બાળકો, તેમજ તેમની સાથે-સાથે,
આખા ગામવાસીઓ માટે પણ, આવતીકાલનું બીજું પણ એક બહુ મોટું મહત્વ એ છે કે,
તેમની સ્કૂલમાં આવતા તમામ વિધાર્થીઓમાંથી,
અમુક વિદ્યાર્થીઓ ખેતમજૂરોના સંતાનો છે, કે જેઓ ખેતરોમાં રહેતા હોય છે.
એટલે અમુકવાર, સ્કૂલ દૂર હોવાથી, સ્કૂલ આવવામાં મોડું થઈ ગયું હોય,
કે પછી,
ચોમાસામાં રસ્તા ખરાબ થઈ જતા,
કે પછી,
શિયાળામાં વધારે પડતી ઠંડીને કારણે, તેવા વિદ્યાર્થીઓ,
આ બધા કારણોને લીધે, અમુક દિવસો માટે, સ્કૂલે આવી શકતા નથી.
તો આવા વિદ્યાર્થીઓનું ભણતર, કે પછી, તેમનું ભવિષ્ય ના બગડે,
તેના માટે સીતાબહેને, આવા વિદ્યાર્થીઓ માટે, પોતે કરેલ નાની-નાની બચતમાંથી, આજે એક મીની સ્કૂલ બસ ખરીદી હોય છે. એટલે.....
આવતીકાલે, ગામના માનનીય સરપંચ શ્રી શીવાભાઈના શુભ હાથે, ધ્વજવંદન થઈ ગયા બાદ, આ બસનું મુહૂર્ત પણ શીવાભાઈના હાથેજ થવાનું છે.
એટલે ગામ લોકો માટે, આવતીકાલનો દિવસ બેવડી ખુશી લઈને આવવાનો છે.
એકતો, સ્કુલમાં ૨૬ જાન્યુઆરી નિમિત્તે કરેલ સુંદર કાર્યક્રમોનું આયોજન, અને સાથે સાથે.....
સીતાબહેનની, સ્કૂલના બાળકો પ્રત્યેની આ લાગણી.
ખરેખર, એક ગર્વ લેવા જેવી ને, લોકોનુ ધ્યાન દોરવા જેવો પ્રેરણાદાયી આ પ્રસંગ.
અને એટલેજ, એટલેજ.....
આવતીકાલે,
આ પ્રસંગને પોતાના કેમેરામાં કવર કરવા,
મિડિયા રીપોર્ટર નંદીની, પોતાની ટીમ સાથે આવવાની છે.
નંદીની, આચાર્ય બહેનની આ સ્કૂલ પ્રત્યેની નિસ્વાર્થ લાગણી, અને ભાવનાઓને.....
પોતાના કેમેરામાં કંડારી,
સીતાબહેનના આ સુંદર કાર્યને, પોતાના ટીવીના માધ્યમથી, પરોપકારની આ સુંદર સુવાસ, દુર-દુર સુધી ફેલાવા, નંદીની પણ આજે ઘણી ઉત્સાહિત છે.
અને... અને...
નંદીનીને પોતાને, આટલો ઉત્સાહ કેમ ના હોય ?
કેમકે,
નંદીની માટે,
આજે વધારે ગર્વ અને ઉત્સાહની વાત એ છે કે,
નંદીની પોતે, આ સ્કૂલની વિદ્યાર્થિની રહી ચૂકી છે, ને એ વખતના નંદીનીના ક્લાસ ટીચર એવા સીતાબહેનના આ પ્રશંસનીય કાર્યને, લોકો સુધી પહોંચાડવાનો આજે એને મોકો મળ્યો હતો.
વાચક મિત્રો, વધુ આગળ ભાગ ૩ માં
મિત્રો, આ વાર્તા માટે, તમે આપેલા તમારા પ્રતિભાવ, એ મારા માટે બહુ મોટી વાત રહેશે.
ધન્યવાદ
શૈલેષ જોષી.