Anokhi ni anokhi kahaani - 2 books and stories free download online pdf in Gujarati

અનોખી ની અનોખી કહાની - 2

ભાગ :2

જય‌ મુરલીધર 🙏

અનોખી: મારા લગ્નના દિવસે ભવ્ય એ‌ મને એની સચ્ચાઈ કીધી..
માયા: કેવી સચ્ચાઈ..
અનોખી: લગ્ન‌ પછી હું થાકીને ઉપર રુમમાં આવી, હજી તો હું રુમમાં આવી ત્યાં મારી પાછળ ભવ્ય પણ આવ્યો અને મને તેને પોતાની વાત સાંભળવાનું કીધું..
ભવ્ય: જો મારા મમ્મી પપ્પા એ તારા ઘરે આ વાત કીધી હતી, પણ‌ મને નહીં ખબર‌ કે તને ખબર‌‌ છે કે નહીં...
અનોખી: કઈ વાત....
ભવ્ય: હું એક છોકરી ને પ્રેમ કરુ છુ.. અમે સાથે કોલેજ કરી છે અને અમે એક જ કંપનીમાં જોબ કરીએ છીએ..મે મમ્મી પપ્પા જોડે વાત પણ કરી હતી મમ્મી પપ્પા ને તો કોઈ ‌વાંધો ન હતો અમારા લગ્ન થી એને તો હા કઈ દીધી હતી.. પણ....
અનોખી: પણ‌ શું...
ભવ્ય: તેને મારા મમ્મી પપ્પા જોડે નહતું રહેવુ તેથી મે એને ના પાડી દીધી હતી..પણ હું તેને બોવ બધો પ્રેમ કરુ છુ તેને હું ક્યારેય ભૂલી નહીં શકીશ..એની જગ્યા કદાચ તને આપી પણ ના શકું ‌પણ એક વચન આપું છું કે હંમેશા તારો સાથ આપીશ,‌મને ખબર‌‌ છે તારે અત્યારે લગ્ન ન હતા કરવાં છતાં કરવાં પડ્યાં..મારે તને આ વાત પેલા કેવી જોઈ હતી પણ‌ મને એમ કે તને ખબર હશે ‌મારા પપ્પા તારા પપ્પા ને આ‌ વાત જણાવી હતી...
અનોખી: તેનું નામ શું છે? તમે એને મનાવવાની કોશિશ ન કરી??
ભવ્ય: અવની નામ છે તેનું, અને મનાવવાની વાત કરુ તો જ્યારે મંડપમાં આવ્યો ત્યાં સુધી તેને મનાવી પણ‌ તે માની જ નહીં...
અનોખી: એને હવે તમારી પાસે આવવું હશે તો...
ભવ્ય: ના હવે તે નહીં આવે... સૂઈ જવું જોઈએ તૂં બેડ પર સૂઈ જા હું અહીં સોફા પર સુઇ જાવ છું.‌
ભવ્ય તો સુઇ ગયા પણ‌ મારી નીંદર ઉડી ગય હતી તે દિવસે.. મારા મમ્મી પપ્પા એ મને એ વાત કેમ ન જણાવી....
માયા: તુંયે તારા મમ્મી પપ્પા ને ન પુછ્યું..
અનોખી: પુછ્યું હતું બે દિવસ પછી મારા ઘરે ગય‌‌ ત્યારે વાત વાત માં મમ્મી ને પુછ્યું પણ મમ્મી એ જવાબ જ‌‌ ન‌ આપ્યો અને વાત બદલી નાખી.. જમીને મે પપ્પા ને પુછ્યું...
માયા: તો તારા પપ્પા એ શું કીધું...
અનોખી: પપ્પા એ એવું કીધું કે જો મને પેલા ખબર પડી ગઈ હોત તો કદાચ હું આ‌ લગ્ન માટે ના પાડી દેત.. અને એને એના દોસ્ત મતલબ કે મારા સસરા ને વચન આપ્યું હતું મારા પપ્પા એ...
માયા: પછી શું થયું...
અનોખી: એ પછી એ બધું મેં વિચાર્યું નહીં.. દિવસો પસાર થતા ગયાં..‌ ભવ્ય સાથે ‌મારી‌‌ વાતો‌ પણ‌ વધવા લાગી, હજું પણ અમારી વચ્ચે પતિ પત્ની જેવાં સંબંધ ન‌હતા. અને મારા લગ્ન નાં ત્રણ મહિના પુરાં થય ગયા. મારી સાસુમા ની‌ તબિયત માં સુધારો આવવા લાગ્યો. તે બોલવા પણ‌ લાગ્યાં અને તે વ્હીલચેર પણ પોતાના હાથથી ચલાવી શકતાં, મે વડોદરાની કોલેજ માં એડમીશન પણ લઇ લીધુ.. બધું બરાબર ચાલતું હતું... પણ‌‌ ગઈકાલે સવારે હું છ‌ વાગે ઊઠી ત્યારે ભવ્ય તેની જગ્યા પર ન હતા સુતા, મે ઘરમાં બધી જગ્યા પર જોયું પણ તે ક્યાંય નહતાં. મને એમ કે તે જલ્દી ઓફિસ પર ગયાં હશે. મમ્મી પપ્પા હજુ સુતા હતા. જેવું ભવ્ય ને કોલ લગાવવા મે મારો ફોન તેબલ પર લેવા ગયો ત્યાં એક લેટર હતુ.. અને એ લેટર ભવ્ય એ લખ્યું હતું... અને તેમાં ખાલી એટલું જ લખેલું હતું કે હું અવની પાસે જાવ છું.. અને તેની પાસે જ રહીશ.. અને એક નીચે સોરી અનોખી લખેલું હતું.. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.. મને કંઈ જ સુઝતું ન હતું કે હું શું કરું, કોને કલ કે મારા જેની જોડે લગ્ન થયાં તે મને છોડીને તેની પ્રેમિકા સાથે જતો રહ્યો... નીચે થી પપ્પા નો અવાજ સંભળાયો અને હું દોડી ને નીચે આવી.. મમ્મીના હાથમાં એક કાગળ હતું અને તે‌ પણ‌ ભવ્ય નું હતું. મમ્મી ની તબિયત બગડવા લાગી મે અને પપ્પા એ જેમ તેમ કરીને તેને સંભાળ્યા.. મને મારા કરતાં વધારે મમ્મી પપ્પા જે થયું તેનું દુઃખ હતું.. એક ને એક સંતાન આમ છોડીને જાય ત્યારે માં-બાપ‌‌ જીવતા જીવ મરી જાય છે..‌ મમ્મી તો રડવાનું બંધ જ‌‌ નહતાં કરતાં.એકને એક વાત ભવ્ય ને મારી પાસે બોલાવો....મે મમ્મી ને કહ્યું કે ભવ્ય ન જ્યાં હશે ત્યાંથી‌ હું લાવીશ...
માયા: તને મળ્યો ભવ્ય....

ક્રમશ:

જય શ્રી કૃષ્ણ 🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED