એક નાનકડી સાથીદાર - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • એકત્વ

    એકત્વ   "स एकाकी न रमते, स द्वितीयमैच्छत्।" બૃહદારણ્યકોપનિષદ...

  • એક સ્ત્રીની વેદના

    એક અબળા,નિરાધાર, લાચાર સ્ત્રીને સમજવાવાળું કોઈ નથી હોતું. એક...

  • Icecream by IMTB

    આ રહી આઈસ્ક્રીમનો ઇતિહાસ + ભારતની ત્રણ દિગ્ગજ બ્રાન્ડ્સ (Hav...

  • પારિવારિક સમસ્યાઓ અને સમાધાન

    પરિવાર માનવ જીવનની સૌથી નાની પણ સૌથી મહત્વપૂર્ણ એકમ છે. માણસ...

  • ભ્રમજાળ - 1

    #ભ્રમજાળ ભાગ ૧: લોહીના ડાઘ અને લાલ રંગ​અમદાવાદની ભીડભાડવાળી...

શ્રેણી
શેયર કરો

એક નાનકડી સાથીદાર - 1

એક નાનકડી સાથીદાર

"અલે બાબા... મારી પ્રિન્સેસ ને શું થયું છે?! આવી જા ને તું મારી પાસે... જો તને ચોકલેટ લઈ આપું!" સ્વયમ બહુ જ લાડ માં કહ્યું તો પણ પાપુ તો માની જ નહિ!

"ન્યા ! ! !" એણે નારાજ થતાં કહેલું!

પાપુ નું સાચ્ચું નામ તો પ્રિયા છે, પણ ઘરમાં બધા પ્યાર થી પાપુ જ કહી ને બોલાવતા. કેવળ સાળા ત્રણ વર્ષ ની જ પ્રિયા ઘર માં બધાની લાડકી હતી, હોય પણ કેમ નહિ?! એનો ચહેરો જ એટલો ક્યૂટ હતો કે પબ્લિક પ્લેસ પર પણ અજાણ્યા લોકો પણ એણે રમાડવા આવતા!

સ્વયમ સાથે તો એનું પહેલી મુલાકાત થી જ ખૂબ જ બનતું! બંને સારાં સાથી થઈ ગયા હતા... એટલું જ નહિ પણ પાપુ ને હવે તો સ્વયમ વિના જરાય ચાલે એવું નહોતું! બંને સાથે ખૂબ જ મસ્તી કરતા... ખરેખર તો સ્વયમ ને પણ એની સાથે ખૂબ જ મજા આવતી! ખરેખર તો નાના લોકો ને ક્યાં કઈ ખબર હોય છે, એમની માટે તો અજનબી જેવું કઈ હોતું જ નહિ ને!

વિશાખા સાથે આજે સ્વયમ સવાર થી ક્યાંક ગયો હતો... એણે એક જ બહુ મોટી ભૂલ કરી કે સાથે એ પાપૂ ને ના લઈ ગયો!

"તને ખબલ છે... મે તને કેટલું મિસ કર્યું!" પાપૂ એના કાલાઘેલાં શબ્દો માં સ્વયમ ને ફરિયાદ કરતી હતી ! ! !

"ઓઓઓવ... સોરી, માય પ્રિન્સેસ!" સ્વયમ એણે મનાવી લેવા માંગતો હતો!

વિશાખા ના જીજાજી ને એમને તો બોલાવ્યા હતા, પણ એમને કોઈ કામ આવી ગયું હતું તો એટલે વિશાખા અને એના મમ્મી ને કોઈ સંબંધીના લગ્ન માં લઈ જવાની જવાબદારી સ્વયમ પર આવી ગઈ હતી!

"અલે બાબા... મારી પ્રિન્સેસ ને શું થયું છે?! આવી જા ને તું મારી પાસે... જો તને ચોકલેટ લઈ આપું!" સ્વયમ બહુ જ લાડ માં કહ્યું તો પણ પાપુ તો માની જ નહિ!

"ન્યા ! ! !" એણે નારાજ થતાં કહેલું!

"ચાલ તને હું ફરવા લઈ જાઉં..." સ્વયમ એ પાપુ ને માનવના આશય થી કહ્યું.

"ચાલ, વિશાખા..." સ્વયમ વિશાખા ને પણ તૈયાર કરતો હતો ત્યારે જ પાપુ એ કહ્યું, "ના... આપને બે જ!"

"સારું, બાબા!" સ્વયમ એ માનવું જ પડ્યું!

બાઈક પર આગળ પાપુ ને બેસાડી એ ચાલ્યો ગયો. એક આઇસ્ક્રીમ ની દુકાને એણે બ્રેક મારી દીધી.

પાપુ ની ફેવરાઈટ આઇસ્ક્રીમ એણે લઈ આપી. અને એણે આઇસ્ક્રીમ ખાતા જોઈ એ ભૂતકાળ ને વાગોળી રહ્યો!

આજે જે એણે આખો દિવસ ગાળ્યો હતો, એને એ યાદ કરી રહ્યો હતો! વિશાખા બધી જ વસ્તુઓ માં બસ સ્વયમ ને ગમતી ડીઝાઇન જ પસંદ કરી રહી હતી!

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 2(અંતિમ ભાગ - કલાઈમેકસ)ની ઝલક: "વેટ... કિસ મી!" નાનકડી પાપૂ એ હક કરતા કહ્યું!

એના ગાલે એક બકી કરી, બંને ફરી બાઈક પર ગોઠવાયા. એમની અલગ જ કાલ્પનિક વાતો કરતા બંને ઘરે પહોંચ્યા!

ઘરે બધા જ તૈયાર હતા. બસ નીકળવા નું બાકી હતું!

વિશાખા જ્યારે બહાર નીકળી તો એક સેકન્ડ માટે તો સ્વયમ બીજી જ દુનિયા માં પહોંચી ગયો! એણે માથે થી પગ સુધી બધું જ ખુદ સ્વયમ ની પસંદ નું પહેર્યું હતું! હોટ પિંક ડ્રેસ માં વિશાખા મનમોહક લાગતી હતી!

જૂઠી ખાંસી ખાઈ ને વિશાખા એ સ્વયમ ને સ્વસ્થ થવા નો ઈશારો કર્યો!

પાપૂ તો આગળ હતી જ, પાછળ વિશાખા અને છેલ્લે વિશાખા ની મમ્મી બેઠા.