Jivanshaili - 5 books and stories free download online pdf in Gujarati

જીવનશૈલી - ૫ - જીવન માં આવતી મુશ્કેલી અને સમાધાન

(૧) લોકો ના જીવન માં આવતી મુશ્કેલી નો સામનો કરતા હોય છે એ કોઈ પણ હોય પરીવરીક, કર્યર સંબંધી કેવી પણ હોય તે હાર માની લે છે અને પોતાનો જીવ જ ટૂંકાવી દે છે એમનો સામનો કરવાની હિંમત હોતી નથી.એમને એવું કરવાથી શું મળ્યું? તેને હલ ના કેહવાય એને મૂર્ખામી કેહવાય પછી એની સજા પછી બીજા ભોગવી રહ્યા હોય છે એમ કરવાથી પોતાની જ બદનામી થશે.એના કરતાં એ કદમ ક્યારે ના ઉપાડવો જોઈએ.
જીવન માં મુશ્કેલી તો આવ્યા જ કરશે પણ તેનો અંત પણ નિશ્ચિત રૂપ થી આવતો જ હોય છે.એની માટે ધીરજ રાખવી જોઇએ.એ સમય પર એનો માર્ગ પણ મળી જ જાય છે.એની માટે ધ્યેય રાખવું જરૂરી છે.
તમારા કરતા ગરીબ લોકો ના ઘરે એકવાર નજર નાખજો તે તમારા કરતા પણ વધારે મુશ્કેલી નો સામનો કરતા હોય છે.એ પણ એવું કરશે તો,પણ તે તેવું નથી કરતા એ સામનો કરે છે.ઈશ્વર પર ભરોસો રાખી ને જીવન જીવે છે.
(૨) સ્રી પર થતા અત્યાચાર એ હાલ પણ ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે. જબરજસ્તી કરવામાં આવે છે. દરેક સ્થાને એ પણ સ્વતંત્ર જીવન જીવી શકે છે પણ સમાજ એમને અબ્લા નારી સમજી ને સહાય કરતા જ નથી.
દરેક ને કેહવુ છે એ સ્રી ને જેટલું તમે દબતા રાખશો એ તેમના પર નહિ પણ પોતે કયાં ને કયાં માં ને જ એવું કહી રહ્યા છો એમ સમજજો.એ પણ એક દીકરી છે,માં છે, સ્રી ને કધી નબળી ના સમજવી એ ધારે ને એ બધું કરી શકે છે.પણ સમય સમય ની વાત છે.એ એટલે સહન કરી રહી હોય છે સમાજ માં ડર ના લીધે, પરિવાર ના ડર ના લીધે, શું કહેશે? એ ડર ના લીધે પોતાની ઈજ્જત ના ધજાગરા ના ઉડે એ ડર ને લીધે ચૂપ રહે છે.કેમ કે સમાજ પેહેલા એક સ્રી પર આરોપ નાખશે.એ તો આવી છે તેવી છે નહિ હોય એવી તોપણ સમાજ એને બનાવી દેશે.
સ્રી ને એટલું જ કેહવુ છે જો તમે જ તમારા હક માટે નઈ લડો તો સમાજ,દુનિયા તમને દબાવતી રહશે.એક અવાજ ઉઠાવો એમના વિરુદ્ધ એક વાર હાર જરૂર થશે સમાજ આંગળી ચીંધે જ એમને ચિધવા દો જેટલી ચિધવી હોય પણ તમે નીડર થઈ એના માટે અવાજ ઉઠાવશો તો બીજા અનેકો વ્યકિત મદદ કરવા આવશે જ પણ શરૂઆત તો પહેલા તમારે જ કરવી પડશે.
રાણી લક્ષ્મીબાઈ એમને એમના જીવન માં કેટલા પરિશ્રમો કરેલા તાકાતવર બનેલા એમના એમ થોડી એ હિમ્મત બતાવી એક ઇતિહાસ રચ્યો એ એક સ્ત્રી જ હતી. તેમને અવાજ ઉઠાવ્યો તો અનેકો મદદ કરવા તૈયાર થયા.એમ તમારે પણ અવાજ ઉઠાવવા પડશે.
(૩) જે પોતે વિચાર્યું હોય તે થાય જ નઈ બીજું જ થાય. પ્લાન બનાવેલા અનુસાર જ કરતા હોય પણ તે નિષ્ફળ જાય અને તે હાર માની લે પ્રયાસ પાછો કરતા જ નથી,કરે તો પણ બીજી લાઈન પકડી લે છે.પણ તે લાઈન પડકતા તે સફળ થઈ જશે.એની શરૂઆત તો પેહલા થી કરવી પડશે.તો તમે જે લાઈન માં જવા માગો છો તે લાઈન માં જ ફરી શરૂઆત કરવી પડે તો શો વાંધો છે.તેમાં નવું જાણવા મળશે જ ને તો નવો પ્લાન બનાવો.એમાં પણ નિષ્ફળતા આવે કઈ વાંધો નહિ પ્રયાસ કરતા જ રેહવુુ જોઈએ.જયારે એક સફળતા ની પાછળ પણ કેટલો શ્રમ કરવો પડે છે ને એમના એમ થોડું થઈ જાય છે.જેમ ઇમારત ઊભી કરવી હોય તો એમના એમ ઊભી થઈ જાય છે નહિ ને તેની માટે પાયા મજબૂત કરવો પડે છે જેથી તે પડે નઈ પણ એમાં પણ તે તૂટે છે પણ ફરી જોડવામાં આવે છે. એનાથી મજબૂતાઈ થી જેથી તૂટે નહિ એમ આપણે પણ પાયા ને પેહલા મજબૂત બનાવો પડશે.તમે વિચારશો પાયો તો મારો મજબૂત જ છે પણ નહિ તમારા મતે મજબૂત હોઈ શકે પણ એમાં હજુ વધારે મજબૂત બનાવવાની જરૂર હોય છે.એટલે નિષ્ફળતા મળે છે.પણ ફરી નવે શર થી શરૂઆત કરી જોવો ક્યાં તમે પાછા પડો છો તેને મજબૂત બનાવો ત્યારે સફળ આવશ્ય થઈ જશો.કોઈપણ તાકાત પછી તમને હરાવી નહિ શકે અડચણો આવશે તમે એને હરાવી લેશો.બસ પોતાના પર વિશ્વાસ રાખી આગળ વધવું જોઈએ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED