હસ્તાપૂર નામનું ગામડું નાનું અને ખુબ જ સુંદર આ ગામના લોકો પણ ખુબ જ સાદા સિંપલ અને હસમુખ આ ગામ માં આમતો ઘણા લોકો રહે પણ તેમાં નાની નાની વાતમાં નોક જોક પણ ખરી જ અને હા સાથે સાથે તકલીફ તો ખરીજ રોજ કઈક ને કઈક બબાલ ન થાય ત્યાં સુધી ગામ માં સાંજ ના પડી એવું સમજવાની ગામ લોકો ને આદત પડી હોય તેવું લાગે.
હવે આપણે વાત કરીએ ગામના મુખિયા શ્રી જમનભાઈ તેમજ તેમના પરિવાર ની જમનભાઈ આમતો ગામના મુખિયા એટલે કે આગેવાન પણ ઘર માં તેમનું કોઈ માને નઈ એ બીજા નબર ની વાત અને હા જમનભાઈ ની પત્ની તો ભૂલાય જ ગયા, સાવિત્રી બેન આમ તો તેમનું નામ જ સાવિત્રી બેન પણ તે જોઈએ જમનભાઇ માટે કેવો અભિગમ રાખે,
જમનભાઈ:- સાવિત્રી પાણી લય આવતો મારે પાણી પીવું છે.
સાવિત્રીબેન:- હા બોલો સુ રાડુ પાડો છો
જમનભાઈ:- પાણી ક્યાં છે,તને મે પાણી નું કીધું હતું ને તું એમનોમ આવી.
સાવિત્રીબેન:- પણ હું તો તમને પૂછવા આવી પાણી અત્યારે પિસો કે થોડી વાર પછી.
જમનભાઈ:- કેમ અત્યારે મંગાવ્યું તો અત્યારે જ પીવાનુ હોય ને પછી થોડું પીવાય.
સાવિત્રીબેન:- પણ તમે તો ખાલી પાણી મંગાવ્યું
એમ નોતું કીધું કે અત્યારે પીવું.
જમનભાઈ:- ગાંડી.. તો હવે કવ જા પાણી લયાવ.
સાવિત્રીબેન:- પણ ત્યારે તમારે ન કઈ દેવાય કે પાણી લય આવ અત્યારે જ પીવું છે તો ,
જમનભાઈ:- ..... મને માફ કરી દે હું જાતે જ પાણી પિયાવી.
સાવિત્રીબેન:- એમથોડું હાલે પેલા કયે ને પછી મારા પર ગુસ્સો કરે ,
તો આ છે જમનભાઈ ના ધર્મપત્ની અને હા તેમનો સુપુત્ર તો રય ગયો વિઠ્ઠલ આમ તો તેના વિશે કહેવું બવ કઠિન છે કેમ કે ગામ જ્યારે પણ કઈક આફત આવે એટલે વિઠ્ઠલ જ જવાબદાર એમ સમજવું વધારે સારું
ગામ લોકો વિઠ્ઠલ થી એટલા કંટાળી ગયા કે વાત જ જવાદો પણ ગામ લોકો પણ સુ કરે આમ તો વિઠ્ઠલ મુખી નો દીકરો ને એટલે સહન કરવાનું જ રહું.
હજી કઈ જમનભાઈ ના પરિવાર નો પરિચય પૂરો નથી થય ગયો હજી તો તેમનો સાળો અને હસમુખ અને બનેવી કરશન નો પરિચય બાકી છે.
જમનભાઈ ને દહેજ માં આમ તો બધું મળ્યું પણ એક સાળો તેમના સસરા એ જમન ભાઈ નું ધ્યાન રાખવા આપ્યો, લગ્ન થયા ત્યાર થી હસમુખ પણ સાથે જ આવ્યો.
અને હા અધૂરું માં પૂરું જમનભાઈ ની બેન મંજુબેન ના જ્યારે લગ્ન હતા ત્યારે જમનભાઈ ના બાપુજી થી મંજુબેન નું રોવું જોવાયું નઈ અને તેમને મંજુબેન સહિત તેમના પતિ કનુભાઈ ને પણ ઘરે બોલાવી લીધા આમ તો જમન ભાઈ ના બાપુ જી પણ દિલદાર છે તેમને બે નોકરો લાલો અને કાનો જે તેમના ઘરે વરસો થી કામ કરે છે તેમને ઘર માં હમેશા માટેની જગ્યાએ રાખી લીધા.
આ પરિવાર હમેશા હસ્તો રહે તેવું જમનભાઈ હમેશા વિચારે પણ જમનભાઈ ની કઠણાઈ એ કે તેમનો આ પરિવાર જ હમેશા તેમને એક નવી મુસીબત આપ્યા કરે.
હવે વાત કરીએ ગામના લોકો ની આમતો ગામ માં ઘણા નમૂના છે પણ આપણે ગામના નમૂના માં નમૂના હોય તેમની વાત કરીએ જેમાં ટપાલ માસ્ટર કિશોર ભાઈ જે ગામની ટપાલ પહોંચાવાડવા કરતા ટપાલ કોની અને તેમાં સુ લખ્યું એમાં વધુ ઈટર્સ (એનટ્રસ) થોડીક અગ્રેજી ઓછી આવડે પણ વાત તો અગ્રજી માં જ કરે ,બીજા આપના ભુરાભાઈ પાન વારા એક એવી નાની દુકાન છે તેમને પણ તેને વિદેશ જવાનો સોખ all time.
અને હા છગનમાંરજ જે ગામના એક જ મારાજ ગામના પૂજારી પણ એજ બધા કાર્યો માં તેમની હાજરી જરૂરી છે.તેમની બાજુ માં રેહતા નરોત્તમ ભાઈ અને તેમની પત્ની સુરભી બેન બંને પતિ પત્ની આમ તો બહાર નોકરી કરે પણ જમનભાઈ ના ખાસ મિત્ર, અને હા બહાર ગામ થી અહી રેહવા માટે આવેલ હસ્તપુર ગામ ની શાળા ના શિક્ષક નંદની
ચાલો તો આજે તો આપને હસ્તાપુર ગામ અને તેમાં વસતા લોકો નો પરિચય કર્યો પણ તેમની કહાની તો બાકી છે જે લોકો ને હસાવશે મજા કરાવશે અને ક્યારેક કોઈક સંદેશ આપ સુધી પહોચાડસે તો મળીએ આગળ ના ભાગ માં
ક્રમશ....