ચાનો સ્વાદ, પ્રેમનો આસ્વાદ - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાનો સ્વાદ, પ્રેમનો આસ્વાદ - 1

(Hitesh SPECIALS)

"નવા લોકો મળે ને તો અમુક લોકો તો જાણે કે જૂના લોકોને ભૂલી જ જાય છે..." સંગીતા એ રૂપાને કહ્યું પણ ખરેખર તો એ થોડે જ દૂર રહેલ ઘનશ્યામને કહી રહી હતી!

ઘનશ્યામે એક નજર એની તરફ કરી, જાણે કે કોઈ ગલત આરોપ એની પર ના મૂકવામાં આવ્યો હોય એમ એણે લાગી રહ્યું હતું.

"જો એવું કઈ જ નહિ હોતું... એ તો જેને સંબંધને નિભાવવાનો હોય એ સામેથી જ બોલવા આવી જ જાય..." રૂપા પણ એની ખાસ બહેનપણીનો સાથ આપી રહી હતી. જાણે કે કોઈ પહેલેથી નિર્ધારિત પ્લાનને એ બંને અંજામ આપી રહ્યાં હતાં.

"એક મિનિટ..." અંજલિને વાત કરતા રોકતા ઘનશ્યામ આખરે એ જગ્યાએ આવી ગયો જ્યાં સંગીતા બેઠી હતી.

"જો એવું કઈ જ નહિ જેવું તને લાગે છે. અંજલિ અહીં બસ મને જ ઓળખે છે તો એણે એકલું ફીલ ના થાય બસ એટલે જ હું એની સાથે રહું છું..." ઘનશ્યામે વાત ક્લિયર કરી દીધી.

"લિસન..." સંગીતાએ ઘનશ્યામ ના હાથને પકડી લીધો.

"તને કેમ એવું લાગે છે કે અંજલિ ને અહીં કોઈ નહિ જાણતું?!" સંગીતાએ કહ્યું.

"જાણી લીધા પછી પણ તો અમુક લોકો અણજાણ રહી જાય છે..." ઘનશ્યામે રડમસ રીતે કહ્યું જાણે કે કોઈ બહુ જ મોટી વાત એણે એક રીતે કહી જ દીધી હતી!

"ઓ શું મતલબ?!" સંગીતાએ કહ્યું. "આજે તો તું કહી જ દે કે કેમ તું આવું કરે છે... કેમ મારાથી દૂર દૂર જાય છે..." સંગીતાનાં આંસુઓ નીકળી પડ્યાં.

"રડીશ ના તું... જેની માટે રડવું જોઈએ એની માટે પણ તો આંસુઓ બચાવી રાખ..." ઘનશ્યામે કહ્યું પણ એનાં આ શબ્દો સંગીતાને તીરની જેમ વાગ્યા!

"ઓ કહેવા શું માંગે છે?! જે હોય સાફ સાફ બોલ..." સંગીતાએ આંસુઓ લૂછી લીધા.

"હમમ... હજી ટાઈમ નહિ થયો..." પોતાની રિસ્ટ વોચ તરફ જોતા ઘનશ્યામે કહ્યું.

"હમણાં થોડી વાર પછી આપને ચા પીવા જઈએ ત્યારે કહીશ..." ઘનશ્યામે કહ્યું અને એનાં બંને હાથથી સંગીતાનાં આંસુઓને લૂછી લીધા અને ફરી અંજલિ પાસે ચાલ્યો ગયો.

કેટલો જટિલ છે યાર, કઈ કહ્યું પણ ના અને ઉપર થી જાતે આંસુઓ લૂછી એમ પણ કહી જ દીધું કે રડીશ ના! સંગીતાએ મનમાં વિચાર કર્યો.

લગભગ એક કલાક થયો તો "હું બધા માટે ચા લઈ આવું" એમ કહી એણે બાઈક કાઢી. બાઈક પર રહીને જ એણે સંગીતાને સાથે આવવા ઈશારો કર્યો.

"ચાલ હું આવું?!" એક ભાઈ એ કહ્યું તો જાણે કે બંને પર આભ જ ના તૂટી પડ્યું હોય... કોઈ કલાકોની મહેનતથી બનાવેલ રેતીના મહેલને જાણે કે તોડી રહ્યું હોય એમ બંને મહેસૂસ કરી રહ્યાં હતાં!

"ના... સંગીતાએ કઈક લેવું છે..." ઘનશ્યામે કહ્યું અને બંને બાઈક પર ચાલ્યા ગયા.

"હાશ..." બંને એક સામટા જ બોલી પડ્યાં...

સંગીતાએ પોતાનું માથું ઘનશ્યામ ના ખભે ઢાળી દીધું. એવું બિલકુલ નહોતું કે બંને આમ પહેલી વાર આવ્યા હતા. પણ બંને ઘણા સમય બાદ આમ ફરી એકલા હતા. ભાભી ને બાકી બધા કરતાં પણ વધારે વિશ્વાસ ઘનશ્યામ પર જ હતો. હોય પણ કેમ નહિ, જાતે એમને જ ઘનશ્યામ વધારે વહાલો હતો. અમુક સબંધોમાં પણ દોસ્તીનો સંબંધ જોવા મળતી હોય છે. આવો જ સંબંધ એ બંને નો પણ હતો!

ઘનશ્યામે એક દુકાનેથી ચા ખરીદી અને બંને આવવા માટે નીકળી પડ્યા.

એક જગ્યા પર ઘનશ્યામે બ્રેક મારી દીધી. બાઈકને ડબલ સ્ટેન્ડ પર ગોઠવી. સંગીતાએ બે ડીસ્પોઝલ ગ્લાસમાં ચા કાઢી. આમ તો બંને એ ઘણી વાર આમ એકાંત માન્યું હતું પણ આજે તો કઈક ખાસ વાતો કરવા ખાસ આ મુલાકાત આયોજિત હતી!

આવતા અંકે ફિનિશ...