રહસ્ય - ભાગ-3 - છેલ્લો ભાગ Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્ય - ભાગ-3 - છેલ્લો ભાગ

આપણે ગયા પ્રકરણમાં જોયું કે,
નીશાને પોતાની બહેનના સ્યુસાઈડ કરવા પાછળનું રહસ્ય અને મયંકનો ખૂની કોણ છે તે બધી જ ખબર પડી ગઈ હતી હવે તેણે પોલીસની મદદથી તેને પકડવાનો જ હતો.

આ બધીજ વાતની રજૂઆત તેણે પોતાના મિત્ર નિકેતની મદદથી પીએસઆઇ શ્રી પટેલ સાહેબને કરી દીધી હતી અને શ્રી પટેલ સાહેબે તેને પ્રોમિસ આપી હતી કે, " આ વાતની પૂરેપૂરી તપાસ હું મારા હાથમાં લઈ લઉં છું અને આપણે ગુનેગારને પકડીને જ રહીશું તેવી ખાતરી પણ આપું છું. હવે આગળ...

પીએસઆઇ શ્રી પટેલ સાહેબના જવાબથી નીશાને અને નિકેતને થોડી શાંતિ થઈ બંને ઘરે પાછા ફર્યા અને આ બાજુ પીએસઆઈ શ્રી પટેલ સાહેબે તપાસ ચાલુ કરી દીધી.

નીતાની રોજનીશીના આધારે પટેલ સાહેબે સમીરની ધરપકડ કરવાનો હુકમ આપ્યો પરંતુ તપાસ બાદ ખબર પડી કે સમીર તો પોતાના ઘરે હાજર જ ન હતો જે દિવસે મયંકનુ મૃત્યુ થયું તે જ દિવસથી સમીર પોતાનું ઘર છોડીને ચાલ્યો ગયો છે.તેવા સમાચાર મળ્યા.

પટેલ સાહેબે તેના મમ્મી-પપ્પાની અને નોકર-ચાકરની પૂછપરછ ચાલુ રાખી.

બે દિવસ સુધી આ બધીજ પૂછપરછ કરવા છતાં સમીરનો કોઈ પત્તો લાગ્યો નહીં એટલે પટેલ સાહેબે સમીરના ઘરે જઈને થોડી કડક તપાસ કરવી પડશે તેમ નક્કી કર્યું અને પોતાની ટીમ લઈને તે સમીરના ઘરે પહોંચી ગયા.

સમીરના આખા ઘરમાં શોધખોળ કરવામાં આવી પણ ક્યાંય સમીરનો પત્તો લાગ્યો નહીં એટલે તેમણે સમીરના મમ્મી-પપ્પાને અને નોકર-ચાકરને રિમાન્ડ ઉપર લીધાં.

કોઈ કંઈજ બોલવા કે જણાવવા તૈયાર ન હતું છેવટે પટેલ સાહેબે કહ્યું કે, " હવે મારે લાકડીનો ઉપયોગ કરવો પડશે, બે-ચાર સોટી દરેકને પડશે પછીજ બધાની સાન ઠેકાણે આવશે અને પટોપટ બધાનાં મોં ખૂલશે અને બધીજ વાતો બહાર આવશે. "

અને સૌથી પહેલા તેમણે એક રૂમમાં ઘરના નોકરને બોલાવ્યો અને બરાબર ધમકાવીને સમીરની પૂછપરછ ચાલુ કરી.

નોકરને સમીરના પિતાજી ઘણું મોટું નુક્સાન પહોંચાડશે તેવી બીક હતી તેથી તે પોતાનું મોં ખોલવા માંગતો ન હતો.

પણ એકવાર પોલીસના ડંડા પડે એટલે ભલભલાની સાન ઠેકાણે આવી જાય તેમ નોકરે સમીરનું બધું જ પોલ ખોલી નાખ્યું. તેમજ તેણે પટેલ સાહેબને વિનંતી પણ કરી કે પટેલ સાહેબ તેને પૈસાની સગવડ કરી આપે જેથી તે આ બધું જ પોતાની જુબાની ન આપે ત્યાં સુધી તેને પોલીસ પ્રોટેક્શન મળે અને પછી તેને પોતાના ગામડે જવા માટે પૈસા પણ મળી રહે.

આમ, બધી વાતની ચોખવટ કર્યા બાદ નોકર રાજુના જણાવ્યા પ્રમાણે, સમીર તેનાં ફ્રેન્ડના ફાર્મ હાઉસ ઉપર સહી સલામત હતો.
ફાર્મ હાઉસ કઈ જગ્યાએ છે તે તો ખબર ન પડી પણ તેના ફ્રેન્ડનું નામ ખબર પડી ગઈ.

એ જ દિવસે તાબડતોબ પોલીસ સમીરના ફ્રેન્ડ નિખિલના ફાર્મ હાઉસ ઉપર પહોંચી ગઈ.

પોલીસે સમીરને ત્યાં ઊંઘતો ઝડપ્યો, સમીર ફાર્મ હાઉસના આલિસાન બેડરૂમમાં ગાઢ નિદ્રામાં પોઢી રહ્યો હતો.

અચાનક પોલીસ અહીં ફાર્મ હાઉસ ઉપર કઈ રીતે આવી પહોંચી હશે તેના સમીરને એખ સેકન્ડમાં કંઈ કેટલાય વિચારો આવી ગયા હતા અને હવે તેણે પોતાની જાતને પોલીસને હવાલે કર્યા વગર છૂટકો પણ નહતો.

સમીરને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો અને તેની જોડે પોતે કરેલા ગૂનાની કબુલાત કરાવવામાં આવી.

સમીરે પોતાનો ગૂનો કબુલ કરતાં કહ્યું કે, " હું નીતાને કૉલેજના પહેલા વર્ષમાં જ્યારે અમે મળ્યાં ત્યારથી ખૂબજ ચાહતો હતો મેં તેની આગળ અનેક વખત મારા પ્રેમની કબુલાત કરી પરંતુ તેણે મારી વાત હંમેશા ઉડાડી દીધી હતી અને તે હંમેશા મારી હાંસી ઉડાવતી રહી. કૉલેજના છેલ્લું વર્ષ પૂર્ણ થતાં મેં તેની સામે લગ્નની પ્રપોઝલ મૂકી પણ તે પણ તેણે ફગાવી દીધી અને તે મયંક સાથે ખુલ્લેઆમ ફરતી હતી એટલું જ નહીં તેણે મયંક સાથે લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું હતું જે મારાથી જરા પણ સાંખી શકાય તેમ ન હતું અને તેથીજ મેં મયંકને મારી નાખવાનો પ્લાન બનાવ્યો.

મયંકને છેતરીને હું શહેરથી દૂર હાઈવે ઉપર લઈ ગયો જ્યાં માણસોની અવરજવર ખૂબ ઓછી હોય છે અને ત્યાં એક મોટી નદી પણ હતી.

ત્યાં ગાડીમાં બેસીને મેં તેને ચિક્કાર દારૂ પીવડાવ્યો અને પછી નદીમાં ધક્કો મારીને મારી નાખ્યો. તે જે રીતે તરફડીયા મારતો હતો તે જોઈને મારા હ્રદયને આનંદ મળતો હતો અને તેને મરી ગયેલો જોઈને મારા હ્રદયને ખૂબજ સુકુન મળ્યું.

નાનપણથી અત્યાર સુધીમાં મારે જે જોઈતું હોય તે હું મેળવીને જ રહ્યો છું, મારા મમ્મી-પપ્પાએ પણ મારી દરેક માંગણીને પૂર્ણ કરી છે તેથી મારી હાર હું સહન કરવા તૈયાર જ નથી. "

શ્રી પટેલ સાહેબ: તો હવે, જેલમાં ચક્કી પીસજો બીજું શું...અને નીતાના સ્યુસાઈડ માટે પણ તું જ જવાબદાર છે તેથી તારે ડબલ સજા ભોગવવી પડશે.

અને સમીરને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
4/6/2021