Featured Books
શ્રેણી
શેયર કરો

...ને અમે મળ્યા! - 2 (અંતિમ ભાગ - કલાઇમેકસ)

...ને અમે મળ્યાં! - 2 (અંતિમ ભાગ - કલાઇમેકસ)

કહાની અબ તક: મેં પહેલીવાર જ જ્યારે રેમાને જોઈ તો મને કોઈ બીજા નો ચહેરો યાદ આવી ગયો! હું મારી માસી ની છોકરી ખ્યાતિ સાથે રેમા ને લેવા માટે આ બસ સ્ટેશન એ આવ્યો હતો. જ્યારે મેં રેમા કહ્યું કે તું કોઈના જેવી લાગુ છું તો એણે કહ્યું કે કેમ કેવી છું હું? જ્યારે મસ્ત છું તું એમ ખ્યાતિ એ પણ સાંભળ્યું તો એના થી હસી જવાયું! અરે! એ તો અમારા બંનેનું બહુ બનશે એવું પણ કહેવા લાગેલી! ધીમે થી ટાઈમ મળતા મેં એને યુ આર પ્રીટી પણ કહી દીધું હતું! ઠંડી વધારે હતી તો ખ્યાતિ એ એણે પોતાનું સ્વેટર આપ્યું અને વચ્ચે બેસાડી. ઠંડા પવન ની લહેર ને ચિરતા અને આગળ વધી રહ્યાં હતાં.

ખ્યાતિ અને રેમા વચ્ચે થોડું બોલ્યા બાકી આંખો સફર ચૂપી માં જ પસાર થઈ ગયો.

🔵🔵🔵🔵🔵

"ચાલ ને મારે ડ્રેસ લેવો છે..." બીજા દિવસે બપોરે રેમા મને રિકવેસ્ટ કરી રહી હતી.

"ખ્યાતિ ને પણ લઈ લે, નહિતર ચીડવ્યા કરશે..." મેં સચ્ચાઇ કહી.

"ઓકે... તો કોઈ જરૂર નહિ. હું અને ખ્યાતિ જ જઈ આવીશું..." રેમા એ નારાજ થતા કહ્યું.

"અરે યાર... પણ..." હું આગળ કંઇ બોલું એ પહેલાં જ એને મારી વાત કાપતા કહ્યું - "મારે તારી સાથે જવું હતું એટલે પૂછ્યું બાકી ખ્યાતિ તો આવતી જ ને મારી સાથે!"

"હા... ઓકે... ચાલ આપણે જઈએ!" મેં એને મનાવવા કહ્યું.

"ના... કોઈ જરૂર નહિ... અમે જઈ આવીશું!" એને ગુસ્સા માં કહ્યું અને ચાલી ગઈ.

સાંજનો સમય હતો.

"યાર ખ્યાતિ, ચાલને કંઇક ખાવા જઈએ..." મેં ખ્યાતિ ને કહ્યું.

"ચાલો જઈએ... સાફ સાફ કહી દે ને કે રેમા સાથે જવું છે..." પાસે આવી ને કાન માં એને મને કહ્યું.

"હા... ઓકે!" મેં પણ કહી જ દીધું!

"હા... ઓકે..." ખ્યાતિ એ કહ્યું અને અમે ત્રણેય બાઈક પર ઉપડી પડ્યા.

આ વખતે તો રેમા ને ખ્યાતિ એ કારણ વિના જ વચ્ચે બેસાડી દીધી!

"કોના જેવી લાગુ છું હું?!" રેમાએ વાળ ને સહજ ઉપર લેતા પૂછ્યું.

"ચાલુ રસ્તા એ વાત ના કરાવાય!" મેં કહ્યું અને એક ચાઈનીઝ ની લારી બ્રેક મારી દીધી.

થોડીવાર માં અમે ત્રણ એક ટેબલે ચાઈનીઝ ખાઈ રહ્યા હતા.

"બોલ ને હું કોના જેવી છું?!" સામે ખાઈ રહેલા મને રેમા પૂછી રહી હતી.

"કોઈના પણ જેવી નહિ!" મેં કીધું તો બાજુ માં જ રહેલી ખ્યાતિ જૂઠી ખાંસી નું નાટક કરવા લાગી!

મેં એને પાણી ઓફર કર્યું અને વાત આગળ ચલાવી - "એકચ્યુઅલી તો મને તું બહુ જ ગમેલી તો હું તને જ જોઈ રહ્યો હતો! તે કારણ પૂછ્યું તો કોઈ કારણ સૂઝતું નહોતું તો એવું કહી દીધેલું!"

"હા... બટ યુ આર એકચ્યુઅલી સો બ્યુટીફુલ !" મેં કહ્યું જાણે કે ભૂલ નો પશ્ચાતાપ કેમ ના કરતો હોઉં!

"એ બધું તો ઠીક ! મારી સાથે ડ્રેસ લેવા માટે કેમ ના આવ્યો તું?!" એને ધારદાર નજર કરતા પૂછ્યું.

"અરે! સોરી બાબા! કાલે જ તને એક ડ્રેસ ગિફ્ટ કરું છું... ઓકે!" મેં એને કહ્યું.

"પ્રોમિસ?!" એને કહ્યું તો મેં પણ "હા... પ્રોમિસ!" કહી દીધું.

"કેમ કોઈ ખાસ રિશ્તો છે?!" ખ્યાતિ એ એક વાત તરફ જોરદાર ઈશારો કરી દિધો!

"હા... આઇ લવ યુ!" મેં કહી જ દીધું!

"આઇ લવ યુ ટુ!" રેમાએ પણ કહ્યું.

(સમાપ્ત)