Prem pariksha - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ પરીક્ષા - ભાગ ૩

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૩

SCENE 3

[ વિશાલ હોલ મા બેઠો છે બીજુ કોઈ નથી ને એના ફ્રેન્ડ ને ફોન લગાડે છે]

વિશાલ :હેલ્લો યશ કૈસા હૈ યાર ... બસ મૈ ઠીક હું અબ જલ્દી શે પઢાઈ ખત્મ કરકે તુજ સે મિલને આતા હું... હા સબ ઠીક હૈ. મૈ ના એક્ચુઅલ્લી મેરી ગર્લફ્રેંડ કે ઘર આયા હું ઉસકે મોમ ડેડ ને બુલયા હૈ નર્વસ ફીલ કર રહા હું યાર તું તો experienced હૈ ના ઇસ સબ મામલે મૈ મુજે ભી કુછ બતા ના.. ક્યાં બોલું... કૈસે impress કરું ...... હઁ ઓ કે બાદ મૈ બાત કરતાં હું .

[શ્રેયા પાણી લઈ ને આવે છે ]

શ્રેયા : કોની સાથે વાત કરતો તો ?

વિશાલ :મેરા પુણે કા ફ્રેન્ડ હતો .

શ્રેયા :જો હું તારી ગુજરાતી સુધારવા તારી સાથે ગુજરાતી માં વાત કરું છું .પણ જો તું આ રીતે પપ્પા સાથે વાત કરિશ ને તો વાટ લાગી જશે એટ્લે તુ હમણા હિન્દી માજ વાત કર.

વિશાલ : i am feeling very નર્વસ યાર .

શ્રેયા : chill યાર મારા મમ્મી પપ્પા પ્યોર વેજિટેરિયન છે તને ખાઈ નહિં જાય .ખાલી એ જે પૂછે એમનો જવાબ બરાબર આપજે નઇ તો લોચો થશે.

વિશાલ : લોચો ખાને કા રહતા હૈ ના .

શ્રેયા : ના આ લોચો એટલે કે ગડબડ હોગા.

વિશાલ : okok

શ્રેયા : તું આરામ થી બેશ તુ આ ઘર નો થવા વાળો જમાઇ છે.અને આ મારુ ઘર છે જંગલ નથી.

વિશાલ : જંગલ હોતા તો ઇતના ડર નહિં લગતા.

[ઉર્મિલા ચા ની ટ્રે લઈ ને આવે છે શ્રેયા ઈશારો કરે છે ને વિશાલ પગે લાગે છે ]

ઉર્મિલા : સુખી થાવ hapy happy બેસો ચા પીળો નઇ તો ઠંડા ઘર હો જા વેગા .

વિશાલ : હા આંટી.

ઉર્મિલા : યહ ખાઓ હમારે ગુજરાતીઓ કા વલ્ર્ડ ફેમસ ઢોકલા ,ખાખરા યહ ખાકે તું આપના માસ મછ્છિ ભૂલ જાએગા.

શ્રેયા ; મમ્મી બસ ,,,

વિશાલ :યસ યસ આંટી

ઉર્મિલા : તુમહાર નામ ક્યાં હાય name

વિશાલ : વિશાલ તલપડે

ઉર્મિલા : કયા... પડે? તલ?

શ્રેયા : મમ્મી તલપડે એની અટક છે .

ઉર્મિલા :ઓ... મને તો તલ ની ચીકકી ખાવાનું મન થઈ ગયું .

વિશાલ : હઁ હઁ આંટી ...

[શ્રેયા મમ્મી ને ચૂપ થવાનો ઈશારો કરે ]

ઉર્મિલા : હુમકો ના સબ ભાષા બોલને કો આતા હૈ હિન્દી, મારાઠી ,ઇંગ્લિશ, ગુજરાતી તોહ ખૂન મૈ હૈ .તુમારેકો કિતની ભાસા આતિ હે.

વિશાલ : મુજે હિન્દી ઓર ઇંગ્લિશ આતી હે ઓર ગુજરાતી તો શ્રેયા શિખા રહી હે ઓર મરાઠી તર આપ્લી માત્રુ ભાષા આહે .

ઉર્મિલા : મસ્ત બોલતા હે મરાઠી.ઓર બોલો ના.

વિશાલ : તુમચ નાવ કાય આહે.

ઉર્મિલા : મુજા કામ ઘર સાંભડતા હૈ રસોઇ બનતા હૈ કાપડા ધોતા હૈ ઓર કભી નીખીલ્યા ઓર શ્રેયડી કો ભી ધોતા હૈ .

શ્રેયા : મમ્મી આ કામ નુ નઈ નામ પૂછે છે તમારું .

ઉર્મિલા : આછા નામ હમારા નામ ઉર્મિલા બેન મોહનલાલ પંડ્યા હૈ .

[ ડોર બેલ વાગે ]

શ્રેયા : હાશ પપ્પા આવી ગયા થેંક ગોડ .

ઉર્મિલા :અરે બેટા તુંમ તોહ કુછ ખા હી નઇ રહે મોટે કૈસે હોંગે .

વિશાલ : હા આંટી ખાતા હું.

[શ્રેયા અને મોહન ભાઈ અંદર આવે છે, વિશાલ ઊભો થઈ પગે લાગે છે ]

મોહન : ઇસકી કોઈ જરૂરત નહીં ખુશ રહો .

શ્રેયા : પપ્પા હું તમારા માટે પાણી લઈ આવુ.

મોહન : ઓર બેટા પઢાઈ કેસી ચલ રહી હૈ તુમ્હારી .

વિશાલ : good આપકી હિન્દી કાફી આછી હૈ .

મોહન : લગતા હૈ તુમને ઊર્મિલા કી હિન્દી સૂનલી ઇસી લીએ. વેસે ..માલા મરાઠી પણ સમજત આહે આણી થોડ થોડ બોલતો પણ કાય આહે માજા એક મિત્ર અશોક દેશપાંડે માજા કોલેજ મધે પ્રોફેસર આહે ત્યાચા કડુંન થોડ શિકલો .

વિશાલ : wow.. તુમ્હી તર ખૂબ છાન મરાઠી બોલતાત પણ તુમ્હી માજા સોબત ગુજરાતી મધે બોલા માલા પણ ગજરાતી સમજતે પણ બોલયલા પ્રોબ્લેમ હોતો તુમ્હી ગુજરાતીત બોલલા કિ માજી ગુજરાતી improve હોઇલ.

[ શ્રેયા પાણી લઈ ને આવે ]

શ્રેયા : આ લો

મોહન : ઓ કે તો હવે આપણે મહત્વ ની વાતો શરૂ કરી એ?

[ ઉર્મિલા બરાબર સંભળાય એટલે મોહન ભાઇ ની બાજુમા આવી બેસે છે ]

મોહન : તો વિશાલ તમારું પૂરું નામ શું ?

વિશાલ : વિશાલ શાંતારામ તલપડે .

મોહન : મમ્મી નું નામ ?

વિશાલ : સુગંધા શાંતારામ તલપડે

મોહન : ભાઈ બેહન ?

વિશાલ : બડી બેહન હૈ વૈદહિ ઉસકી સાદી હો ગઈ હે .

મોહન : ગામ ?

વિશાલ : એક્ચુઅલ્લી સતારા હે લેકિન હમ કાફી સાલો સે પુના મે રેહતે હે.

મોહન : તું લગ્ન પછી ક્યાં રાહીશ?

વિશાલ : ofcourse પૂના મેરા જોબ કન્ફર્મ હે વહા.

મોહન : પાન cigrete દારૂ કઈ પીવો છો?

વિશાલ : દારૂ તો નહિં પિતા .

મોહન : સિગરેટ?

વિશાલ :કભિ કભિ દોસ્તો કે સાથ સિગ્રેટ..

મોહન : લગ્ન પછી માં બાપ સાથે રેહવાના કે અલગ .

શ્રેયા : પપ્પા કેટલા સવલો કરો છો આટલા તો જોબ ઇન્ટરવ્યૂ વાળા પણ નથી પૂછતાં .

મોહન : મારે એને જોબ આપવાની નથી મારી લાડ્કી દિકરી આપવા ની છે તો સવાલ તો પુછવા પડશે. તું કે લગ્ન પછી તમે ક્યાં રેહવાના ?

વિશાલ : મેરે મોમ ડેડ કો ઉનકી રિટાયર લાઇફ સાતારા મે બિતાની હે તો રિટાયર હોને કે બાદ વો સાતારા જાયેંગે ઓર મે પુના મે રહુંગા.

મોહન : એ તો જણાવ તારા મમ્મી પપ્પા કામ શું કરે છે .

વિશાલ : દોનો બઁક માં કામ કરે છે .

ઉર્મિલા : તુમ્હારી માં ભી કામ કરતી હૈ તો ઘર કામ કોણ કરતાં હૈ ?

વિશાલ : મમ્મી ખાના બનાતી હૈ ઓર બાકી કામ કે લિયે કામ વાલી હૈ. પપ્પા ભી મમ્મી કો હેલ્પ કરતે હે .

ઉર્મિલા :જુવો કાઈ શિખો તમે તો રસોડા માં પગ પણ નથી મુક્તા .

મોહન : આ બધુ બરાબર સાંભળાય છે તને. હૂઁ ક્યાં હતો ..

વિશાલ : મમ્મી ડેડી કે બારે મે.

મોહન : તે તારા મમ્મી પપ્પા ને શ્રેયા વિશે વાત કરી છે?

વિશાલ : નહીં મૈંને નઇ બોલો હે અબ તક.. હમને સોચા એક્ઝામ ખતમ હોને કે બાદ બતાદેંગે મગર અબ અપકો સબ પતા ચલ ગયા હૈ તો મૈ ઉનકો ભી જલ્દી હી મિલકર બતાને વાલા હું .

મોહન : જો તારા મમ્મી પપ્પા એ તને શ્રેયા સાથે લગ્ન કરવાની ના પાળી તો તું શું કરીશ?

વિશાલ : અગર શ્રેયા સે મેરી શાદી નહિં હુઇ તો મૈ પુરી જીંદગી કૂવારા રહુંગા ઓર મમ્મી પપ્પા કો મનાતા રહુંગા હમારી શાદી કે લિયે.

મોહન : મમ્મી પપ્પા ની વિરુધ ભાગી ને લગ્ન કરિશ ?

વિશાલ :નહીં અંકલ માં બાપ કો દુખી કરકે કોન ખુશ હો પાયા હૈ.

મોહન : તને નોન વેજ ખાવું ગમે છે ?

વિશાલ : શ્રેયા કો નથી ગમતું એટ્લે મૈને છોડ દિયા હે.

મોહન : મારો સવાલ છે તને નોન વેજ પસંદ છે ?

વિશાલ : હા.. મુજે અછ્છા લગતા હે .

મોહન : શ્રેયા આ તારા પ્રેમ માટે નોન વેજ છોડી શકે તો તું એના પ્રેમ માટે નોન વેજ ખાઈ શકે ? બનાવી શકે?

શ્રેયા : ના પપ્પા હું મારો જીવ આપી દઉ વિશાલ માટે પણ કોઈ નો જીવ લઈ ના શકું .

વિશાલ :લેકિન સર મુજે કોઈ પ્રોબ્લેમ નઇ હૈ નોન વેજ છોડ ને મૈ. એક્ચુઅલ્લી નોન વેજ છોડ ને કે બાદ મુજે આછ્છા લગ રહા હૈ .

[ શ્રેયા રડવા લાગે ]

મોહન : ઓ કે જુઓ તમે મારા સવાલો નો બીજો કોઈ મતલબ ના કઠતા. હું તો ફક્ત જોવા માંગુ છું તમારો પ્રેમ કેટલો મજબૂત છે .

ઉર્મિલા : શું તમે પણ.. મારી દીકરી ને રડાવી દીધી .

મોહન : આખી જિંદગી રડવું પડે એના કરતાં હમણા થોડુ રડવા માં કાંઈ વાંધો નથી .anyway હવે વિશાલ તું મને છેલ્લા સવાલ નો જવાબ આપ અત્યારે તું ક્યાં રહે છે ?

વિશાલ : મૈ અપને 3 દોસ્તો કે સાથ એક ફ્લૅટ શેર કરતાં હું .

મોહન : તો..તમે બન્ને મારી પેહલી પરીક્ષા મા પાસ થયા .

વિશાલ : THANK YOU સર...

મોહન : સર નહિં આજ થી તુ મને DADY કઈ ને બોલાવ.

શ્રેયા : LOVE YOU PA

[શ્રેયા પપ્પા ને ભેટી પડે ]

મોહન :એક મિનિટ... મારી વાત હજી પૂરી નથી થઈ. તમે થિયરિ વાળી પરીક્ષા મા પાસ થયા, પણ હજું તમારી પ્રેકટીકલ એક્ઝામ લેવા ની બાકી છે.

શ્રેયા : એટલે... પપ્પા ?

મોહન : વિશાલ તારે અમારી સાથે... અમારા ઘર મા ... એક મહિનો રેહવુ પડશે. આપણે બધા એક બીજાને સારી રીતે ઓળખી લઈ યે . હુ ઇછું છુ કે તુ તારા મિત્રો ને છોડી એક મહિના માટે અમારી સાથે રે. આ દરમિયાન તમારા બન્ને ની પ્રેકટીકલ પરીક્ષા થશે ને ઠીક એક મહિના બાદ તમારી આ પ્રેમ ની પરીક્ષા નું રિજલ્ટ જાહેર થશે. બોલો તમે તૈયાર છો આ પરીક્ષા માટે?

વિશાલ : I DONT MIND લેકિન મેરે મમ્મી પપ્પા કો ક્યા બોલુ.

મોહન : અત્યારે એમને કાંઇ કેહવાની જરૂરત નથી. તુ જેમ તારા મિત્રો સાથે ફ્લૅટ મા રહે છે એમ અમારી સાથે અમારા ફ્લૅટ મા રે અને મહિના પછી જ્યારે બધુ ફાઇનલ થઈ જાય પછી તારા મમ્મી પપ્પા ને જણાવી દેજે ને એમની રજા મળશે તો બધુજ તમારી મરજી મુજબ થશે બોલ શું કે છે .

વિશાલ : OK I AM READY.

મોહન :શ્રેયા ?

શ્રેયા : i am also ready.

મોહન : ઓ કે તુ તારો બધોજ સામાન લઈ ને કાલ થી અહિં રેહવા આવિ જા .

ઉર્મિલા : શું વાતો ચાલે છે ? કાંઈ પકડાતુ નથી.

મોહન : તને પછી શાંતી થી સમજાવુ છુ. ઓ કે તો કાલ થી શરૂ થશે પરીક્ષા પ્રેમ ની!


MUSIC ....... BLACKOUT!!

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED