પ્રેમ કે પછી જુદાઈના ચોથા ભાગમાં આપણે જોયું કે આર્યનની બેસ્ટ ફ્રેન્ડ અનુજાની બર્થ-ડે પાર્ટી હોટેલ ગ્રાન્ડ ભગવતીમાં એકદમ શાનદાર રીતે ઉજવાય છે. બધાને બર્થ-ડે પાર્ટીમાં ખૂબ જ મજા આવે છે. અનુજા એની બર્થ-ડે પાર્ટીમાં એનાં ખાસ દોસ્ત આર્યનનો પરિચય કરાવે છે. અને કહે છે કે આજની બર્થ-ડે પાર્ટીનું ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી મારાં ખાસ દોસ્તે જ કરેલું છે. પછી આર્યન અનુજા માટે ગીત ગાય છે. બધાં લોકો ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી અનુજા એનાં ફોટોઝ આર્યનની મદદથી બધાને બતાવે છે, જે આર્યને જ પાડેલાં હતાં. પછી એ છોકરી એ ફોટોઝ જોઈને આર્યનની ફેન બની જાય છે. પછી બધાં લોકો અનુજાને બર્થ-ડે ગીફ્ટ આપે છે. જેમાં આર્યન એને સરસ મજાનું ટેડીબિયર આપે છે, જે અનુજાને ખૂબ જ ગમે છે. પછી જમતાં જમતાં આર્યનને અનુજા દ્વારા ખબર પડી જાય છે કે એ છોકરી અનુજાની સ્કૂલની ફ્રેન્ડ હતી, જે એની બેસ્ટ ફ્રેન્ડ હતી. એનું નામ અન્વી હતું.
હવે વાર્તામાં આગળ જોઈએ...
હવે આર્યનને એ તો ખબર પડી ગઈ હતી કે એને જે છોકરી ગમી ગઈ હતી. એ છોકરી બીજી કોઈ નહીં, પણ અનુજાની સ્કૂલ ફ્રેન્ડ હતી. પણ આર્યન આ વાત અનુજાથી છુપાવી રાખે છે. કારણકે એવું બની શકે કે અન્વી પરણેલી હોય કે પછી એનાં લગ્ન નક્કી થઈ ગયાં હોય. એટલે આર્યન જમતાં જમતાં એવું વિચારે છે કે આ વાત એ અનુજાને હમણાં કહેશે નહીં.
હવે અનુજા આર્યનને કહે છે કે "આર્યન એક વાત કહું તને?"
આર્યન કહે છે કે "હા અનુજા, બોલને એમાં શું પૂછે છે?"
અનુજા કહે છે કે "મારી બર્થ-ડેને આટલી બધી યાદગાર બનાવવા માટે તારો ખૂબ ખૂબ આભાર આર્યન." ☺️☺️☺️
આર્યન કહે છે કે "અરે પાગલ, એમાં આભાર શેનો હોય?"
પછી અનુજા કહે છે કે "તને ગમે કે ના ગમે, હું તો આભાર માનીશ જ." 🙄🙄🙄
પછી આર્યન હસીને કહેવા લાગે છે કે "સારું અનુજા, આમ આંખો ના કાઢ તું." 😅😅😅
અનુજા કહે છે કે "બસ બસ હવે હસ્યાં વગર રહી જતો હતો. ચાલ હવે છાનોમાનો જમી લે." 😅😅😅
આમને આમ રાતનાં સાડા દસ વાગી જાય છે. હવે બર્થ-ડે પાર્ટી પૂરી થઈ જાય છે. પછી બધાં મહેમાનો પોતપોતાનાં ઘરે જવા નીકળી જાય છે. પણ અનુજા અને એનાં ઘરનાં લોકો જતાં નથી. કારણકે આર્યને એવું વિચારેલું કે એ બધાને પોતાની ગાડીમાં ડ્રોપ કરશે. આ વાત એ જમતાં જમતાં અનુજાને કહે છે.
અનુજા કહે છે કે "સારું આર્યન, આ જ સારું રહેશે." ☺️☺️☺️ કારણકે આમ પણ બહુ મોડું થઈ ગયું છે. અમે તો અહીંયાં કેબ બુક કરીને આવ્યાં હતાં. અને રસ્તો પણ લાંબો છે, એટલે ઘરે જતાં જતાં ખૂબ જ મોડું થઈ જશે.
આર્યન કહે છે કે "હા અનુજા, તારી વાત સાચી છે."
હવે આર્યન, અનુજા અને એનાં ઘરનાં લોકો હોટલ ગ્રાન્ડ ભગવતીમાંથી ઘરે જવા નીકળે છે. ત્યાં જ આર્યન અનુજાના પપ્પા આશિષભાઈને સામે મળે છે અને કહે છે કે "કેમ છો અંકલ?"
અનુજાના પપ્પા કહે છે કે "બસ મજામાં બેટા."
આર્યન કહે છે કે "ચાલો અંકલ, હવે આપણે ઘરે જવા નીકળ્યે છીએ."
અનુજાના પપ્પા કહે છે કે "હા જરૂર બેટા, મને અનુજાએ હમણાં થોડીવાર પહેલાં જ આ વિશે કહ્યું હતું."
થોડીવારમાં અનુજાની મમ્મી અસ્મિતાબેન, અનુજા અને અનુજાની નાની બહેન અંશિકા ત્યાં આવી જાય છે. પછી બધાં આર્યનની ગાડીમાં ઘરે જવા માટે નીકળી જાય છે.
ઘર થોડું દૂર તો હોય છે, પણ ગાડીમાં વાતો કરતાં કરતાં સમય ક્યાં જતો રહ્યો એ કોઈને ખબર પડી નહીં.
હવે અનુજા આર્યનને પૂછે છે કે "એક વાત પૂછું તને આર્યન?"
આર્યન કહે છે કે "હા પૂછને અનુજા?"
અનુજા કહે છે કે "તારાં જોડે ગાડી પણ છે આર્યન?"
આર્યન કહે છે કે "હા અનુજા."
અનુજા કહે છે કે "તે મને આનાં વિશે કંઈ કહ્યું જ નથી."
આર્યન કહે છે કે "એમાં શું કહેવાનું હોય?"
આ સાંભળીને અનુજા થોડી ચિડાઈ જાય છે અને કહેવા લાગે છે કે "આર્યન તે કીધું હોત તો આપણે બંને લોંગ ડ્રાઈવ પર જઈ શકતાં ને ક્યારેક?"
પછી આર્યન હસીને કહેવા લાગે છે કે "ઓહ અનુજા એમ વાત છે." 😅😅😅
પછી અનુજા થોડી વધારે ચિડાઈ જાય છે અને કહેવા લાગે છે કે "આર્યન હવે છાનોમાનો ગાડી ચલાવને હસ્યાં વગર રહી જતો હતો."
પછી આર્યન કહે છે કે "અનુજા તારી વાત એકદમ ખોટી છે." 😅😅😅
પછી અનુજા કહે છે કે "કેમ કેમ કેમ?" 🙄🙄🙄
આર્યન કહે છે કે "ગાડી ચલાવતાં હસી ના શકાય એવું કોઈ નિયમ નથી. કેમ બરાબર કીધું ને અંકલ?"
પછી અનુજાના પપ્પા આશિષભાઇ કહે છે કે "હા સાચી વાત છે તારી આર્યન."
પછી અનુજા એનાં પપ્પાને કહે છે કે "શું પપ્પા તમે પણ આર્યનનો પક્ષ લઈ રહ્યા છો."
પછી આશિષભાઇ કહે છે કે "બેટા હું કોઈનો પક્ષ નથી લઈ રહ્યો, જે છે એ જ કહી રહ્યો છું."
આ સાંભળીને બધાં હસવા લાગી જાય છે. 😅😅😅
આમાં અસ્મિતાબેન અને અનુજાની બહેન અંશિકા પણ એમનો સાથ પુરાવે છે. જેથી આખી ગાડીમાં હાસ્યનું મોજું ફરી વળે છે. જેથી અનુજાના ચહેરાં ઉપર પણ થોડી સ્માઈલ આવી જાય છે. આમને આમ રાતનાં સાડા અગિયાર વાગી જાય છે.
થોડીવારમાં બધાં ઘરે પહોંચી જાય છે. ત્યાં જ આર્યન એનાં ઘરે જવા માટે નીકળે છે, પણ આશિષભાઇ કહે છે કે "આર્યન તું અમારે ત્યાં જ રોકાઈ જા આજે, આમ પણ બહુ મોડું થઈ ગયું છે."
પછી આર્યન કહે છે કે "સારું અંકલ જેમ તમે કહો એમ.
આમ પણ હું ઘરે કહીને જ આવ્યો હતો કે જો મોડું થશે તો હું અનુજાના ઘરે જ રાતે રોકાઈ જઈશ."
આપને જણાવી દઈએ કે આર્યન અને અનુજાનો પરિવાર એકબીજાને પહેલેથી ઓળખતો હતો. કારણકે આર્યન અને અનુજા બંને એક જ કોલેજમાં ભણતાં હતાં, એટલે ઘણીવાર એકબીજાનાં ઘરે આવવાનું થતું હતું.
હવે બધાં ઘરે પહોંચીને થોડીવાર વાતચીત કરે છે. પછી બધાં સૂઈ જાય છે, પણ આર્યન, અનુજા અને અંશિકા થોડીવાર બેસીને વાતો કરે છે.
પછી અંશિકા આર્યનને કહે છે કે "ખૂબ જ મજા આવી મને બર્થ-ડે પાર્ટીમાં આર્યનભાઈ." ☺️☺️☺️
આર્યન કહે છે કે "ખૂબ ખૂબ આભાર તારો વ્હાલી." ☺️☺️☺️
આ જોઈને અનુજા થોડી ચિડાઈ જાય છે અને આર્યનને કહે છે કે "વાહ બર્થ-ડે મારી હતી અને વ્હાલી અંશિકા થઈ ગઈ." 🙄🙄🙄
પછી આર્યન કહે છે કે "બસ હવે અનુજા મોઢું ના બગાડ. તને ખબર તો છે કે અંશિકા મને ભાઇ માને છે અને હું એને બહેન માનું છું. તો મારી બહેન લાડકી છે તો એને વ્હાલી કીધું. તું પણ મારી બેસ્ટ ફ્રેન્ડ છે, તો તું પણ મારા માટે એટલી જ વ્હાલી જ છે." ☺️☺️☺️
પછી અનુજા કહે છે કે "મને ખબર નહોતી કે તું મારી આટલી બધી કેર કરે છે." ☺️☺️☺️
પછી આર્યન કહે છે કે "મને ખબર હતી કે તું મજાક કરતી હતી."
પછી અનુજા કહે છે કે "હા હું મજાક કરતી હતી, પણ તને કેમ ખબર પડી આર્યન?"
પછી આર્યન કહે છે કે "એ તો ખબર પડી જાય મને અનુજા." 😅😅😅
પછી અનુજા કહે છે કે "બહુ ડાહ્યો તું તો." 😅😅😅
પછી બધાં થાકી ગયાં હોવાથી સૂઈ જાય છે.
પછી સવારે આર્યન નાસ્તો કરીને એનાં ઘરે જવા માટે નીકળે છે. થોડીવારમાં આર્યન રિવરફ્રન્ટ પાસે પહોંચી જાય છે અને ત્યાં જ ગાડી પાર્ક કરીને વોક કરવા માટે જાય છે. આર્યન રોજ અહીંયાં રિવરફ્રન્ટ પર વોક કરવા માટે આવે છે. આમ તો એ ચાલતો આવે છે. કેમકે એનું ઘર રિવરફરન્ટથી બહુ દૂર હોતું નથી.
હવે આર્યન રિવરફ્રન્ટ પર વોક કરતો હોય છે. અચાનક એ એક છોકરી જોડે ભટકાઈ જાય છે. જેથી એ છોકરી નીચે પડી જાય છે. પછી એ છોકરીને આર્યન ઉભી કરે છે અને એને સોરી કહે છે.
પછી આર્યન કહે છે કે "હેલો મારું નામ આર્યન છે."
પછી એ છોકરી કહે છે કે "હેલો મારું નામ એન્જલ છે."
પણ આર્યન એનો ચહેરો જોઈને એકદમ ચોંકી જાય છે.
હવે શરૂ થશે આર્યન અન એન્જલની પ્રેમકથાનો અધ્યાય
આર્યન એ છોકરીને જોઈને કેમ ચોંકી ગયો?
જલદીથી મળીયે હવે પછીનાં ભાગમાં... 😊😊😊