Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 1


"કાલે મળવાનું છે આપને, ઓકે!" પ્રિયાએ કહ્યું તો "અરે, બટ લીસન..." રઘુનો અવાજ સાંભળ્યા વિના જ પ્રિયા એ કોલ કટ કરી દિધો! રઘુને હજી સુધી નહોતી ખબર પડી શકી કે એના આટલા બધા દોસ્તો હતા, પણ પ્રિયા એની પર આટલો બધો હક કેમ કરતી હતી.

કોઈ પણ કામ હોય, જો રઘુ ના પાડે તો બધાના મોં માં બસ એક જ વાત, "આને તો પ્રિયા જ સમજાવશે!" અને ખાસ તો એ કે પ્રિયા જ્યારે પણ હક કરીને રઘુને કહેતી, રઘુ ક્યારેય ના કહી જ ના શકતો! આજે પણ કંઇક એવું જ હતું.

"લિસન... જો યાર હું બહુ જ બિઝી છું, પ્લીઝ ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ!" રઘુ એ કહ્યું તો પ્રિયા ખાલી "ફાઈન, હું પણ નહિ જતી, રહો બીઝી!" કહીને કોલ કટ કરી દિધો. બંને લાંબા સમયથી દોસ્તો હતા, પણ આવી સ્થિતિ આજે જ આવી હતી. ખબર નહિ પ્રિયા કરતા વધારે અગત્યનું રઘુની લાઇફમાં શું હતું?

🔵🔵🔵🔵🔵

"જો બચ્ચા... પ્લીઝ મને માફ કરી દે." રઘુ એ કહ્યું તો જાણે કે પ્રિયા પર આભ જ ના તૂટી પડ્યો હોય!

"ઓય શું મતલબ?!" પ્રિયાની આંખો પહોળી થઇ ગઈ.

"એટલે, એ દિવસે... ત્યારે મને છોકરીવાળા જોવા આવ્યા હતા." રઘુ એ એવી રીતે કહ્યું જાણે કે પોતે કોઈ ભૂલની કબૂલાત ના કરતો હોય!

"જા ને તો અહીં શું કરે છે! તારી વાઇફના ફોન આવશે! જા અહીંથી!" પ્રિયાએ ગુસ્સે થતાં કહ્યું.

"અરે બાબા, પણ હું શું કરું?! એવું કોઈ નહિ જેને મને હજી પ્રપોઝ કર્યું હોય, હું ના કહું તો કયા કારણે?!" રઘુ ની વાતમાં દમ તો હતો, તેમ છત્તાં પ્રિયા નો ગુસ્સો એની પર ભારે પડતો હતો!

"જો એ પહેલાં કે હું તને આ પ્લેટ છૂટ્ટી ફેંકીને મારું... જસ્ટ ટેલ મી ધ ટ્રુથ!" પ્રિયાની હસી જવાયું!

"વૉટ! સાચ્ચું કહું છું યાર!" રઘુ એ કહ્યું તો એનાથી પણ હસી જવાયું.

"જો બેટા, મને ખબર છે, તારો આ મને એપ્રિલ ફૂલ બનાવવાનો આઈડિયા ફેલ છે... ઓકે!" પ્રિયાએ કહ્યું અને એક હળવી ઝાપટ રઘુને મારી.

"મારી આટલી મોટી પ્લાનિંગ ને વ્યર્થ કરી દીધી!" રઘુ એ કહી જ દીધું.

"હા તો બેટા, હું તને ખુદથી વધારે જાણું છું..." પ્રિયાએ કહ્યું અને એક ખમણનો ટુકડો એને રઘુના મોંમાં નાંખી દિધો.

ખરેખર તો આ ખમણના ટેસ્ટ જેવી જ તો એમની દોસ્તી હતી, નોકજોક, ખાટામીઠા એ સ્વાદની જેમ જ એમના સંબંધમાં મિક્સ હતી!

"યુ નો વૉટ... કાલે મને છોકરાવાળા જોવા આવ્યા હતાં..." પ્રિયાએ સિરિયસ થતાં કહ્યું.

"હા, તો કરી લે ને મેરેજ!" રઘુ એ એટલા બધા રડમસ રીતે શબ્દો કહેલા કે પ્રિયાએ સચ્ચાઈ કહેવી જ પડી!

"અરે બાબા, બસ એમ જ કહું છું!" પ્રિયાએ કહ્યું.

"જાને પણ મેરેજ જ કરવા હોય તો કરું હું વાત આંટીને?!" રઘુ એ ભારોભાર કટાક્ષ માં કહ્યું.

"જો યાર, મારો ઈરાદો એવો બિલકુલ નહોતો!" પ્રિયાના શબ્દોમાં પણ હવે તો ભીનાશ આવી ગઈ હતી.

રઘુ ખડખડાટ હસવા લાગ્યો! એણે હસતા હસતા જ કહ્યું - "એપ્રિલ ફૂલ તો તું બની જ ગઈ! બચ્ચાં, હું પણ તને તારા કરતાં લાખ ગણું વધારે ઓળખું છું!"

"જા, જા, જા! હું તારી સાથે વાત જ નહિ કરવાની!" પ્રિયા કહી રહી હતી કે અચાનક જ રઘુ નો ફોન વાગ્યો.

"હેલો, સુહાની! બોલ, કેમ યાદ કર્યો!" રઘુ એ કહ્યું તો એ બેખબર હતો કે સામેની ખુરશીમાં બેઠેલી પ્રિયા એણે આમ જોઈને બહુ જ ગુસ્સામાં આવી ગઈ હતી!

વધુ આવતા અંકે...

એપિસોડ 2માં જોશો: "વધારે કઈ નહિ, એક વ્યક્તિ જ દુનિયામાંથી ઓછી થાય!" રઘુ એ કહ્યું તો પ્રિયા ગુસ્સે થઈ ગઈ - "ઓ... બસ હવે, ઇનફ ઇઝ ઇનફ!"

"શુરુઆત કોને કરી?! તું હંમેશા આવું જ કરે છે!" રઘુ એ ફરિયાદ કરી.

"હા હવે, અમે તો તમારી સુહાની જેવા નહીં ને! હંમેશા તને પરેશાન જ કરું છું હું તો!" પ્રિયાએ એક નિશ્વાસ નાંખ્યો તો રઘુથી ના જ રહેવાયું - "એકસક્યુઝ મી! જો એવું કઈ જ નહિ!"