નસીબ પ્રેમ નું... - ભાગ - 2 Harshita Makawana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

શ્રેણી
શેયર કરો

નસીબ પ્રેમ નું... - ભાગ - 2

( આગળ ના ભાગ માં જોયું કે કૃતિ બેન ને કોઇ નો ફોન આવે ફોન પર વાત દરમિયાન તેઓ ખુબ ગભરાઇ જાય છે તેઓ નંદી ને લઇ ને ઘર ની બહાર નીકળે છે ...હવે આગળ)
કૃતિ બેન ખૂબ જ ગભરાયેલા હોય છે અને રડતાં હોય છે નંદી અમને સતત પૂછતી હોઈ છે મમ્મી તેમે શા માટે રડો છો કૃતિ બેન કંઈ જવાબ નથી આપતા અને રિક્ષા રોકે છે અને નંદી ને લઇ ને બેસી જાય છે કૃતિ બેન વિનય ભાઈ જ્યાં કામ કરતા હોય તે બંગલા પાસે પોહચે છે અને ઝડપી પગે બંગલા માં પ્રવેશે છે તેમને વચ્ચે જ રોકે છે તે વિનય ભાઈ ની સાથે કામ કરતા વિનુભાઇ હોય છે વિનુભાઈ કૃતિ બેન ને કહે છે તમે નંદી ને ત્યાં ના લઈ જવો એટલે કૃતિ બેન નંદી વિનુ ભાઈ પાસે જ રેવા કે છે અને ખૂબ જ ઉતાવલે બંગલા માં પ્રવેશે છે

ઘણો સમય થઈ ગયો પણ કૃતિ બેન ના આવ્યા એટલે નંદી વિનુ ભાઈ ને પુછવા લાગી કે કાકા મમ્મી ક્યાં છે ?મમ્મી શા માટે મને ના લઈ ગયા?મમ્મી શા માટે રડતા હતા ?મમ્મી કયારે આવશે મારે મમ્મી પાસે જવું છે .આ બધા સવાલ નંદી એ એક સાથે પુછી લીધા તમને નંદી પર ખુબ દયા આવતી હતી કેમ કે વિનુભાઈ બધું જાણતા જ હતા અહીંયા શું થયું તે વિનુભાઇ એ જ કૃતિ બેન ને ફોન કરી ને બોલાવ્યા હતા તમને નંદી ને જવાબ આપતા કહયું કે મમ્મી જલ્દી આવશે

છેલ્લા 15 મિનિટ થી વિનુભાઇ અને નંદી બહાર રાહ જોઇ રહ્યા હતા અંતે નંદી અંતે વિનુભાઈને હાથ છોડવી બંગલા ની અંદર જતી રહે છે વિનુભાઈ નંદીને રોકવા તેની પાછળ દોડે છે નંદી જેવી બંગલા ની અંદર નું દર્શ્ય જોવે છે તે ખુબ જ ડરી જાય છે તે બંગલા ની અંદર જોવે છે કે તેનાપપ્પા ને કોઈ મારી રહ્યું હતું તે તે વ્યક્તિ નું મોઢું જોઈ નાશકતી હતી તેને ફક્ત તે વ્યક્તિ એ હાથ માં પહેરેલ ઘડિયાળ જોઈ તે વ્યક્તિ તેના પપ્પા ને મારી રહી હતી અને તેના મમ્મી તે વ્યક્તિ નો પગએ પડી ને ન મારવા માટે વિનંતી કરી રહયા હતા નંદી આ દ્રશ્ય જોય ખુબ જ ડરી જાય છે તે જેવીબંગલા ની અંદર જવા જાય છે વિનુભાઈ તેનો હાથ પકડી ને રોકે છે ત્યાં જ અંદર થી ગોળી ચલાવનો અવાજ છે તેથી વિનુભાઈ અને નંદી બને અંદર જોવે છે તો પેલી વ્યક્તિ એ નંદી ના માતા અને પિતા બને ને ગોળી મારી દીધી હોય છેઆ દર્શ્ય જોય નંદી બંગલા ની અંદર જવા કરે છે પરંતુ વિનુભાઈ નંદી અંદર જવા દેતા નથી અને નંદી નો હાથ પકડી ને બહાર લઇ જાય છે

વિનુભાઇ નંદી ને બંગલા થી દૂર લઇ જાય છે તેમને નંદી નું હાથ ખુબ જ મજબૂત પકડ્યો હતો પરંતુ નંદી ને તેના મમ્મી પપ્પા પાસે જવું હતું એ સતત રડતી હતી તે વિનુભાઇ નો હાથ પછો છોડવી ને બંગલા બાજુ ભાગી જેવી તે દોડી ત્યાં સામેથી એક કાર આવતી હતી જેની સાથે નંદી નું ઍક્સિડન્ટ થયું વિનુભાઇ નંદી ને ખુબ ઝડપી હોસ્પીટલમાં લઈ જાય છે હોસ્પિટલ માં ડોક્ટર વિનુભાઇ ને જણાવે છે કે નંદી ને માથા માં ખુબ જ ઈજા થઈ છે તેની હાલત ખુબ ખરાબ છે જે તેને 24 કલાક માં હોશ આવે પછી જ તેની હાલત વિશે કહી શકાય

(વિનુભાઇ નો પરિવાર પણ ખુબ જ સામાન્ય હતો તેઓ વિનય ભાઈ ની સાથે જ તેઓ કિશોર ભાઈ ને ત્યાં નોકરી કરતા હતા વિનુભાઇ ભાઈ ની પત્ની નું નામ મનીષા બેન હતું વિનુભાઈ અને મનીષા બેન ને કોઇ સંતાન ન હતું જયારે નંદી વિનય ભાઈ સાથે બંગલા માં આવતી ત્યારે વિનુભાઇ પણ નંદી ને ખુબ લાડ કરતા તેઓ નંદી ને પોતાની દીકરી જ ગણતા વિનુભાઈ પણ વિનય ભાઈ ની જેમ જ ખુબ જ પ્રામાણિક હતા )

એવો કયો રાજ છે જે વિનુભાઇ જાણે છે?એ વ્યક્તિ કોણ છે જેમને નંદી ના માતા પિતા ને માર્યા?અને શા માટે માર્યા?શું નંદી ને 24 કલાક માં હોશ આવશે ?
ક્રમશ.......