ગઝલ સંગ્રહ - ભાગ-1 Hardik Dangodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ગઝલ સંગ્રહ - ભાગ-1

1.ગઝલ- નજર અંદાજ

ખૂબ રડ્યો કરગળ્યો એની પાછળ પણ,પડખે નહી,
શું લાગે જરા અમથું પણ કાને અથડાશે નહિ?

વાત છે આ તો યુગ યુગાંતરથી ચાલતા પ્રેમની,
શું લાગે જરા અમથો પણ નશો ચડશે નહિ?

હાથ એનો પણ હતો મારા આંસુઓના કારણ પાછળ,
શું લાગે જરા અમથો પણ પસ્તાવો થશે નહિ?

આ ગામ આખું કરે છે ચર્ચા તારી ને મારી રોજ,
શું લાગે જરા અમથું પણ ટોણું મારશે નહિ?

જવા દે ને મતલબી વાતો અને મતલબી આ દુનિયા,
'હાર્દ' તારા ન હોવાથી કોઈને ફરક પણ પડશે નહિ!

-✍️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ'
_____________________________________________

2.ગઝલ- મતલબ સુધી


બસ રહી ગઈ એક ખોટ છેક અંત સુધી,
કે જઈ ન શક્યો તેમના એક પણ વિચાર સુધી.

કોણ જાણે શું થયું હશે તેને,સુવાઈ ગયું,
બાકી મારે તો વાત કરવી 'તી છેક પ્રભાત સુધી.

ઘણું શીખ્યો હું આ શાણી દુનિયામાંથી,
છતાં ન જઈ શક્યો એક-મેક ના મન સુધી.

ઘણો અથડાયો-પછડાયો સફળતાના માર્ગમાં,
છતાં હું હાર્યો નહિ છેક મંજિલ સુધી.

નડ્યો મને બસ ખાલી આ પ્લેનનો ખર્ચો,
બાકી મારે તો જવું 'તું છેક ચાંદ સુધી.

નથી ચાલી શકતું તારી ને મારી ઈચ્છા મુજબ,
અહીં તો ચાલે છે સંબંધ છેક મતલબ સુધી!

-✍️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ'
_____________________________________________

3.ગઝલ-એ જિંદગી

જો રાખું ન વ્યસ્ત તો જગ આખું ઘુમાય છે,
હવે આ મનને પણ ક્યા કાંઈ રેઢું મુકાય છે.

તારા વિરહનો એવો તે કેવો શોક હેં?
ડગલે ને પગલે ધ્રુજકે ધ્રુજકે રડાય છે.

કેન્સરથી પણ વધારે ખતરનાક છે,
અફવા છે ચેપ વગર જ ફેલાય છે.

એ સમય એવો તે શું કામ પજવે તું મને?
સદીઓથી અકબંધ વિશ્વાસ સાથે રમાય છે!

હે.. ખુદા તારાથી બસ એક જ ફરિયાદ છે,
દુઃખમાં હોવા છતાં મારી જ કસોટી કાં થાય છે?

-- - - - - - - - - - - - -✍️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ' - - - - - - - - -
_____________________________________________

4.ગઝલ - વંટોળે ચડ્યા છે

કેટ કેટલાય પહાડો માર્ગમાં નડ્યા છે,
તોય ક્યાં ક'દિ અમે પાછા પડ્યા છે.

એમ જ નથી મળી શકતી સફળતા,
પીધેલા પાણી પરસેવા વાટે કાઢ્યા છે.

અઢળક પ્રયત્નો કરીને પણ ક્યાં અમે થાક્યા,
હજારો મુસીબત સામે પણ અમે લડ્યા છે.

ઊભા છે આજે પણ અમે એવા અડીખમ,
પરિસ્થિતિ મુજબ અમે જીવતા શીખ્યા છે.

કહી દો પવન ને કે ગતિ એની ધીમી કરે,
મારા શબ્દો પણ હવે વંટોળે ચડ્યા છે!

- - - - - - - - - - - - --✍️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ' - - - - - - - - -

_____________________________________________
5. ગઝલ - વહેવું પણ પડે

અસ્તિત્વ ખુદનું ટકાવવા ઘણું છોડવું પણ પડે,
લાગણીઓ છલકાઈ તો ક્યારેક રડવું પણ પડે!

ખબર હોવા છતાં ક્યારેક એવું પણ બને,
સંબંધ સાચવવા ક્યારેક મૌન રહેવું પણ પડે.

કેટલાય વર્ષો વિતી ગયા એ બની ગયેલ ઘટનાના,
યાદ એની આવે તો રાત આખી જાગવું પણ પડે.

કોઈ પૂછો દરિયાને કેટલી ખારાશ લઈ બેઠો છે,
કોઇએ હડસેલાનું દુઃખ વેઠવું પણ પડે!

શું ખબર હોય એ સ્થિર દરિયાને કે કઠોરતા શું કે'વાય?
મંજિલે પહોંચવા ઝરણાંની માફક સતત વહેવું પણ પડે!

- - - - - - - - -✍️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ' - - - - - - - - - - - - -
_____________________________________________

નાનપણથી જ મને કવિતા વાંચવાનો ખુબ જ શોખ હતો.ધીમે ધીમે વાંચવાનો શોખ લખવામાં પરિવર્તિત થઈ ગયો.અને પછી ધીમે ધીમે લખવાની શરૂઆત કરી. આપન
ગમશે એવો વિશ્વાસ.

આપને જો મારી ગઝલ પસંદ આ વી હોય તો ચોક્કસ આપનો પ્રતિભાવ જણાવજો ! !

You can also suggest me on E-mail or Instagram
Email - I'd :- hardikdangodara78@gmail.com
Instagram I'd : -- hardikdangodara2910

રેટ કરો અને રિવ્યુ આપો

Sonal Parmar

Sonal Parmar 11 માસ પહેલા

Very nice

Bhanuben Prajapati

Bhanuben Prajapati માતૃભારતી ચકાસાયેલ 11 માસ પહેલા

Sonu dholiya

Sonu dholiya માતૃભારતી ચકાસાયેલ 11 માસ પહેલા

ખુબજ સરસ છે

Hardik Dangodara

Hardik Dangodara 11 માસ પહેલા