Special friend books and stories free download online pdf in Gujarati

ખાસ દોસ્ત



"જાણે હવે એવું જરૂરી તો નહિ ને... એવું જરૂરી તો નહિને કે એક છોકરો અને છોકરી જ્યારે રીલેશનશીપમાં હોય તો એ લોકો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ જ હોય! અમુક ખાસ દોસ્તો પણ હોય છે..." રસિકાએ કહ્યું.

"હા... આપને તો સો કોલ્ડ ફ્રેન્ડસ જ છીએને... એનાથી આગળ કઈ જ નહિ!" પરિમલે કહ્યું.

"યુ નો વોટ, થેંક યુ સો મચ!" પરિમલે કહ્યું અને રૂમને છોડી દીધો, જાણે કે એ રૂમમાં હવે એને ઘુટણ ના થતી હોય!

"ફ્રેન્ડસ નહિ તો... અમે આટલા નજીક ક્યારે આવ્યા?!" રસિકા વિચારી રહી હતી. બાઈક પર પરિમલ એણે મૂકવા આવ્યો હતો. બંને શહેરનાં એક પાર્કમાં હતા.

ઘરે જ્યારે ઘડીયાળ જોયું તો રસિકા વિચારી રહી કે રોજ આટલા વાગતા તો કેવા બંને કોલ કરતા. આજે વાત નહિ કરું તો જરાય નહિ ગમે! એને વિચાર કર્યો એને તુરંત જ પરિમલનો નંબર ડાયલ કરી દીધો.

"ઓહ તો તને તારા આ દોસ્તની યાદ આવી ખરી એમ જ ને!" પરિમલ એવો તો તાણો માર્યો જાણે કે એને દોસ્ત નહિ ને કઈ બીજું જ ના કહ્યું હોય!

"હા... તો હું તો રોજ આટલા ટાઈમ પર યાદ કરું જ છું!" રસીકાએ એવી રીતે કહ્યું જાણે કે પરિમલને યાદ જ ના અપાવતી હોય કે તું પણ તો રોજ મને આટલા સમયે યાદ કરતો!

"જો હું છે ને... હું છે ને દોસ્તો સાથે ખાસ વાત નહિ કરતો!" પરિમલે ફરી કહ્યું.

"અરે યાર... પ્રોબ્લેમ શું થઈ?! દોસ્ત જ તો કહ્યું છે!" રસિકાએ આખીર કહેવું જ પડ્યું.

"એક ખાસ વાત કહેવી છે..." બેડ પર રહેલા તકિયાંમાં મોં નાંખી રસિકા વાત કરી રહી હતી જાણે કે એનાથી એની શરમ થોડી છૂપાવી શકાય!

"હા... બોલને કઈ વાત?!" પરિમલે પૂછ્યું તો સાફ જાહેર હતું કે પોતે કેટલો ડર અનુભવતો હતો કે રસિકા એના સિવાય બીજા કોઇનું નામ ના લે!

"યાર મને છે ને... મને છે ને..." રસીકાએ ધીમે ધીમે કહેવું શુરૂ કર્યું પણ દિલ તો બંનેનાં જોરજોરથી જ ધડકી રહ્યા હતા!

એક બાજુ પરિમલને તો ડર હતો જ કે કોઈ બીજાનું નામ ના લઈ લે કે ખુદને બસ દોસ્ત હોવાનું જે એને આજે જાણ્યું હતું!

બીજી બાજુ રસીકા પણ ગભરાયેલ જ હતી કે જો ભૂલથી પણ કંઇક બીજું દોસ્ત જેવું મોંમાંથી નીકળી ગયું તો ફોન પણ કટ થશે અને એમનો બંનેનો આટલો સરસ સંબંધ પણ!

"યાર મને પ્યાર થઈ ગયો છે!" પોતાના મોંને રસિકાએ તકિયામાં નાંખી દીધું હતું. એની કોશિશ એટલી જ હતી કે એની શરમ થોડી ઘણી છૂપાઇ જાય.

"ઓહ એવું! કોની સાથે?!" ધડકતા દિલે પરિમલ પૂછી રહ્યો હતો.

"એ છે ને બહુ જ મસ્ત છે... યાર કઈ પૂછીશ જ ના... લાગે તો એટલો મસ્ત ને કે..." બાકીની વાત એ પૂરી કરે એ પહેલાં જ રસીકાએ ધારેલ સાચું થયું! ફોન પરિમલે કટ કરી દિધો!

આખીર દુનિયાનો કયો આશિક ખુદ એના જ પ્યારનાં મોંથી બીજાની તારીફ સાંભળી શકે?!

માંડ ત્રીજી રિંગે આખીર પરિમલે કોલ રીસિવ કર્યો.

"તારો બીએફ બહુ જ મસ્ત છે... ઑક્કે..." રડમસ થતા અવાજને માંડ સંભાળતા પરિમલે પહેલાં જ કહી દીધું.

"ઓય... પૂરી વાત તો સાંભળ... મારો બિએફ એ બીજું કોઈ નહિ પણ તું જ છું! આઇ લવ યુ યાર..." રસિકાએ સચ્ચાઈ કહી.

પરિમલની ખુશીઓનાં તો કોઈ ઠેકાણા જ ના રહ્યા. ખુશીને લીધે નાચવાનો એનો ઇરાદો થઈ ગયો!

"એટલે ઉપર બાલ્કનીમાં મમ્મી કપડાં સૂકવતી હતી અને પાડોશી છોકરીએ પૂછ્યું કે કોણ તો દોસ્ત જ કહેવું પડ્યું! આઇ એમ સો સોરી! બાકીના ડ્રામા તો મેં જ કરેલા! આઇ લવ યુ!" રસિકાએ કહ્યું તો આખું વિશ્વ જાણે કે પરિમલ એ ના જીતી લીધું હોય એવું એ અનુભવી રહ્યો હતો.

બીજા રસપ્રદ વિકલ્પો