Prem - fari laiae aavyo ae mod par- 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - ફરી લઈએ આવ્યો એ મોડ પર.. - 4

હું ઘરે આવી..finally આજ બુક હાથમાં આવી..😌
સર એ આરવ ને ના દીધી હોત તો મને પેલા જ મળી જાત..કઈ નહી દેર આયે દુરસ્ત આયે...😃

હું વાંચવા બેસી, પણ આ શું ?
અંદરથી એક કાગળ સરકયો !

"આ કાગળ કોનો હશે ? આ બુક આરવ પાસે હતી, તો આ મને આપવા માટે લખ્યો હશે ? ના..ના.. તે એવો છોકરો નથી.. કે પછી સરનો હશે..?"

લગભગ તો આરવ નો જ હશે .. પણ અંદર શું હશે..?
પેલા એમ થયું લાઇને વાંચી લઉં ! પણ પછી કાલે આપી દેવાનો નિર્ણય કર્યો..

બીજા માળે મારો રૂમ હતો. જેમાં એક પલંગ, ટેબલ, ખુરશી વગેરે હતું.. હું બારી પાસે બેઠી હતી.. સામે એક આન્ટી અગાશી માં ચાલતા ચાલતા ફોન માં વાતું કરી રહ્યા હતા..😂😂

પણ મારું ધ્યાન સતત પહેલા કાગળ પર જતું રહેતું હતું..🤔🤔

પણ ઉત્કંઠા વધી ગઈ ખોલ્યા વગર રહેવાયું નહિં..
એને નહિ કહું, મેં વાંચ્યો એમ ! 😁😁

એમ કરી મેં ખોલ્યો. પત્ર હતો, મેં વાંચવાનું શરૂ કર્યું..

પ્રિય મિત્ર,
તું ક્યાં હશે ? તુ જ્યાં પણ હશે ,ખુશ થશે એવી આશા રાખું છું. તું હજુ મને યાદ છે, તું હતી જ એવી ! આપણે એક જ સોસાયટીમાં રહેતા.. બંને નાનપણ માં સાથે રમતા અને દર વખતે હું ગશ કરતો અને તું આરુ આરુ કરી મારી પાછળ ભાગતી..

તારે મોઢે મને આરું સાંભળવું બહુ ગમતું, યાર.. સાચું કહું મને તારા મોઢે આરુ સાંભળવાની ઈચ્છા થઈ છે.. તું બહુ જ ક્યુટ હતી.. કેવા મજાના દિવસો હતા તે,યાર... તું પણ અત્યારે 10th માં હોઈશ ને ! હું -

વાહ, કેટલો સરસ પત્ર લખ્યો છે. થોડોક ઢંગ-ધડા વગરનો છે પણ મસ્ત છે.😁 પણ આ તો અધૂરો છે ! એ છોકરી કોણ હશે..🤔
.
.
.
'અનુ , ક્યાં ધ્યાન છે તારું ?'

'હ.. કઈ નહિ પપ્પા, વિચારું છું.'

'શું વિચારે છે, દીકરા ?'

'કઈ નહિ આજે નવલકથા લાવી, તો વાંચતી હતી. એના વિશે વિચારું છું.' એમ કરીને મેં ગોટો વાળ્યો..😃

'ઠીક છે, પણ મગજ પર બહુ જોર ન દેતી..'

'કેમ ?'

' એમ જ, એ બહુ સારું નહીં !'

'ઓકે પપ્પા'

હું ઉપર જતી હતી તે મમ્મી નો સાદ સંભળાયો..👂

' અનુ બેટા,એ અનુ ...તારી ફ્રેન્ડ નો ફોન છે આલે..'

' અરે આ મમ્મી પણ..'😴

' તુ આવે છે કે, હું આવું ?'😡

[ વાંચકમિત્રો, જો મમ્મી બોલાવતી હોય ને તો જલ્દી જતું રહેવું જોઈએ.. નહિતર વારો પડી જાય..😄😄]

'એ આવું છું.'
નીચે ઉતરીને ફોન લેવા ગઈ..

' આલે જલ્દી પાછો આપજે ફોન.. પછી મારે ફોન કરવાનો છે..'

એટલું કહીને મમ્મી રસોડામાં જતી રહી..

' હ.. કોણ બોલે !'

સામે જવાબ આવ્યો, તેનાથી હું ખુશ થઈ ગઈ..

'તું મને જલ્દી કાલે સ્કૂલમાં મળ..વેલી આવજે..' મેં કહ્યુ.

સવાર પડી...🌄
[ આ બાજુ સ્કૂલ માં..]

'તને કામ સમજ આવી ગયું ને ?'

'હા તું ચિંતા ન કર.. હું પતો લગાવીશ.. ના લગાવું ,તો મારું નામ -

'શશ્શ્શ્ , ચુપ રહે મને ખબર છે..'

' ઓકે, અનામી મેડમ'

' ચાલ હવે તું જતી રહે ..'

'ઓકે'

-------------------------------------------------------------

( ટેબલ ના ખાના ધડાધડ ખુલ બંધ થવાનો અવાજ આવે છે. બધી વસ્તુઓ વિખરાયેલી છે..! )

'ક્યાં મુક્યો હતો મેં ? મને યાદ કેમ નથી ..એ પત્ર ક્યાં હશે? કોઈને મળી ગયો હશે તો ...🙄 નહીં નહીં અહીંયા કયાંક જ હશે..'

- થોડીવાર પછી

'વેઈટ વેઈટ યાદ આવ્યું ! અરે પેલી બૂક મેં અનામીને આપી દીધી.. ઓહ નો લગભગ તો તેમાં જ હતો.. હે ભગવાન હવે શું થશે..!'
.
.

'મમ્મી હું નીકળું છું..'

'આરવ બેટા, કેમ આજે જલ્દી ? નિરાંત રાખ.. હજુ ટાઈમ નથી થયો સ્કૂલનો..!'

મમ્મીની વાત સાંભળી ન સાંભળી કરી હું નીકળી ગયો..


[ ફંડા-એ-પાર્ટ : 1. શું તમે ક્યારેય પોતાના મિત્રને પત્ર લખવાની કોશિશ કરી છે ?
2. ક્યારેય કોઈ ની સિક્રેટ વસ્તુ જોઈ છે..? ]

સ્કૂલ મા શું થશે..?

😂 આ પત્ર એ તો ભારે કરી હો..

તમે પણ કોમેન્ટ માં લખજો કાંઈક, સાવ આમ નામ જતાં રહો છો... પછી મને ખોટું લાગી જશે તો સ્ટોરી નઇ લખું હો..😏

હજુ એક પ્રશ્ન..મારા મગજ મા છે તો તમને પણ પુછી જોઉ..😋

° આપણે કોઈને પત્ર લખીએ તેમા મજા આવે કે મેસેજ માં ?

છેલ્લે એક ક્વોટ..

જીંદગી પણ બુક જેવી લાગે છે,
અમુક પન્ના વાંચવા ની હિંમત નથી થતી,
એટલે ઉલટાવી નાખું છું.

અમુક લખી નથી શકતી,
એટલે ખાલી રાખું છું.

બસ આમ જ
જીવનરૂપી બુક ને માણું છું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED