Featured Books
શ્રેણી
શેયર કરો

એલિયન્સનો હુમલો - પૃથ્વીનો વિનાશ - 1

રાતના બે વાગ્યા હતા. હાર્દિક સૂતો હતો. અચાનક એનો પલંગ હલવા લાગે છે. હાર્દિક ઉઠીને જોવે છે. આ વળી કોણ હશે! જેને આખો પલંગ હલાવી નાખ્યો? કોણ હશે? હાર્દિક થાકી ગયો હતો એને નિંદર પણ આવતી હતી. જે થયું હોય એ બધું જ ભૂલીને ફરીથી સુઈ જાય છે. થોડીવાર પછી ફરીથી એજ રીતે પલંગ હલવા લાગે છે, એ ફટાફટ ઉભો થઇ જાય છે. એ જોવે છે તો ભૂકંપનો આંચકો હતો!, એ તરત જ દોડતો દોડતો ઘરની બહાર ચાલ્યો જાય છે.

વાતાવરણ એકદમ સાફ હતું. આકાશ તારાઓ પણ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા. હાર્દિક શહેરથી દૂર રહેતો હતો. આજુ બાજુ કોઈ જ રહેતું ન હતું. ત્યાં માત્રને માત્ર જંગલ જ હતું. આ હાર્દિક માટે કઈ નવું ન હતું. આવા ભૂકંપના આચકાઓ અગાઉ પણ આવી ચુક્યા હતા. થોડા થોડા દિવસે ભૂકંપ આવતો હતો એટલે હાર્દિક એનાથી ટેવાય ગયો હતો.

એ થોડા સમય પછી ઘરમાં જઈને સુઈ જાય છે. ઉઠ્યા પછી એને નિંદર આવતી ન હતી. ત્યાં અચાનક વાતાવરણમાં ફેરફાર થાય છે. એ બહાર જોવે છે તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો આવી ગયા હતા. ગાજ-વીજ સાથે ધીમે ધીમે વરસાદ પણ શરૂ થઈ જાય છે. બહારથી વીજળીનો અવાજ આવી રહ્યો હતો, હવે વરસાદ પણ વેગ પકડી રહ્યો હતો. આ બાજુ હાર્દિકને નિંદર આવતી હતી. તે એની ઉપર ધ્યાન આપ્યા વિના સુઈ જાય છે.

વરસાદ, વાવઝોડું, ભૂકંપ આવવું એવુતો નોર્મલ બની ગયું હતું. હાલતાને ચાલતા આવા નાના મોટા ભૂકંપના આચકાઓ આવતા હતા. કોઈ પણ ઋતુમાં વરસાદ આવે, ઠંડી જેવું વાતાવરણ થઈ જાય એવુંતો થયા રાખતું હતું આનાથી લોકો ટેવાય ગયા હતાં. અચાનક વરસાદ શરૂ થઈ ગયું હતું. વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો આવવા એ કઈ નવું જ હતું પણ હાર્દિકને આ નવું લાગતું ન હતું. એને એમ કે આવુતો થયા રાખે પણ કંઈક થશે એવી સંભાવના હતી.

હાર્દિક સુઈ ગયો હતો. એક બાજુ ગાજ-વીજ સાથે વરસાદ શરૂ હતો. એવામાં આકાશમાંથી પ્રકાશ આવી રહ્યો હતો કોણ જાણે એ પ્રકાશ શેનો હોય?, એ ધીમે ધીમે નજીક આવતો જાતો સાથે સાથે ધુમાડો પણ દેખાતો હતો. એક બાજુ ગાજ-વીજ સાથે વરસાદ શરૂ છે અને બીજી બાજુ આ પ્રકાશિત વસ્તુ શુ હશે? સાથે ધુમાડો પણ દેખાય રહ્યો હતો. એ એના પ્રકાશથી આજુ બાજુની વસ્તુ પર પ્રકાશ પાડીને પ્રકાશિત કરતું હતું.

એ અવકાશ યાન હતું. જે જંગલના પાછળના ભાગમાં ઉતરે છે. થોડીવાર સુધી લાઈટ લબક-જબક થઈ રહી હતી. એમાંથી કોઈ જ અવાજ આવી રહ્યો ન હતો. એ અવકાશમાંથી આવેલ યાન જ હતું. થોડીવાર પછી એમાંથી દરવાજો ખુલે છે. દરવાજો ખુલતાની સાથે જ એમાંથી બે એલિયન્સ બહાર આવે છે. એ દેખાવે માણસ જેવા જ હતાં પણ થોડા અલગ દેખાઈ રહ્યા હતા. માણસ જેવા જ કાન હતા પણ થોડા મોટા હતા. પગ પણ માણસની જેવા જ હતા. એની ત્વચાનો રંગ લીલો હતો એટલો જ ફેર હતો.

એ આજુ બાજુ જોઈ રહ્યા હતા. એની નજર હાર્દિકના ઘર તરફ જાય છે. એ ઘર તરફ આગળ વધે છે. એ હાર્દિકની બારીને જોઈ જાય છે. એ બારીમાંથી અંદર પ્રવેશે છે, ત્યાં જ વિવેક સૂતો હતો. વિવેકને જોઈને એ એલિયન્સ એક બીજાની સામે જોવા લાગે છે. પછી એમની ભાષાથી કઈ બોલી રહ્યા હતા. એ ભાષા બીજા ગ્રહની હોય એવું લાગી રહ્યું હતુ. એની ભાષા સાવ વિચિત્ર હતી. એ બને પરસ્પર વાત કરી રહ્યા હતા અંતે કઈ નિર્ણય લઈને એ હાર્દિક સામે જોઈ રહ્યા હતા. એલિયન્સના અવાજથી હાર્દિક ઉઠી જાય છે. એલિયન્સ એની તરફ હાથ લંબાવે છે. એમના હાથમાંથી કઈક નીકળે છે. જેનાથી હાર્દિક પલંગમાંથી નીચે પડી જાય છે. હાર્દિકની આંખ બંધ હતી. એ બેહોશ થઈ ગયો હતો.

એલિયન્સ એની પાસે જઈને એના માથા ઉપર હાથ ફેરવે છે. એ હાર્દિકના મગજમાંથી કઈક લય રહિયા હતા. એના હાથમાંથી વીજળી જેવું નીકળી રહ્યું હતું. જે હાર્દિકના મગજમાંથી એલિયન્સના હાથમાં જઈ રહી હતી. એલિયન્સ હાર્દિકને ફરીથી પલંગ ઉપર રાખે છે. ત્યારબાદ બારીમાંથી બહાર નીકળીને અવકાશ યાનમા બેસીને અવકાશમાં ચાલ્યા જાય છે. હાર્દિક સૂતો હોય છે એને કઈ જ ખબર હોતી નથી કે એલિયન્સ આવ્યા હતા. એલિયન્સ એના મગજમાંથી બધી જ માહિતી કાઢીને ચાલ્યા ગયા હતા. જેથી એ ભૂલી જાય...

ક્રમાંક

હવે શુ થશે તે માટે વાંચતા રહો " એલિયન્સનો હુમલો - પૃથ્વીનો વિનાશ "