Unknown - 2 (final part - climax) books and stories free download online pdf in Gujarati

વાત અણજાણી - 2 (અંતિમ ભાગ - કલાઇમેકસ)


કહાની અબ તક: રિયા ને રાજીવ ઇંગ્લિશ શીખવે છે. એની જ સોસાયટીમાં સામે જ રહેતી રિયાની મમ્મીએ એકવાર માર્કેટમાં રાજીવને એની છોકરીને પણ એનાં જેવી જ હોશિયાર કરી દેવા કહેલું. ત્યારથી જ બંને સાથે આમ ભણતા હતાં. સાથે જ બીજા લોકોની પણ એ લોકો વાતો કરતા હતા. રાજીવને ઘણાં લોકોની અણજાણી વાતો પણ ખબર હતી. એ રિયાને કહે છે કે ક્લાસમાં રહેતા એક છોકરાને બે રીલેશનશીપ છે તો રિયા પ્યાર પર વિશ્વાસ જ નહિ કરવા કહે છે! જોકે રાજીવને ખ્યાલ નહોતો કે આમ એનું જ છોડેલું તીર એની જ બાજુ આવશે! એક વાર એમ જ બંને ભણતા હતા તો આજે રાજીવ ઘણી વાર બસ રિયાને જ જોયા કરતો!

હવે આગળ: "સર, રાજીવ સર ! ! !" રિયા ઘણીવાર એણે મસ્તીમાં કે ચીડવવા સર કહેતી.

"આજે પ્રેમ ના પાઠ ભણાવવો ને ! ! !" એણે પલકો નીચે કરી દીધી!

"પ્યાર તો એ એહસાસ છે જે નહિ વર્ણવી શકાતો કે નહીં કહી શકાતો!" એ બોલ્યો.

"સર, મને લાગે છે મને પણ પ્રેમ થઈ ગયો છે ! ! ! બસ એક જ વ્યક્તિ મને બધે જ દેખાય છે ! ! !" એ બોલી.

"કોણ?!" રાજીવ બોલ્યો.

"તું ! ! !" રિયા એ એના હાથની હથેળીને ચહેરા પર લાવી શરમ છૂપાવવા કર્યું.

"ના... યાર આવો મજાક ના કર... મને તો રડવું આવશે ! ! !" એ માંડ રડવું રોકતો હતો!

"આઈ જેન્યુએલી લવ યુ ! ! !" રિયા સિરિયસ હતી.

"દેખ, હમણાં મે કઈ કામ કરતો નથી... બસ એક સામાન્ય કોલેજીયન છું ! ! ! અને તું રહી સૌથી માલદાર ઘરની છોકરી ! ! ! મેળ જ શક્ય નથી ! ! !" રાજીવ રડમસ હતો.

"ઓ પાગલ, આઈ લવ યુ એન્ડ આઈ નો યુ ઓલસો ડુ ! ! !" એ બોલી.

"જસ્ટ શટ આપ! તારા ફાધર આપની મરજી નહિ માને સમજ ને તું ! ! !" એ બોલ્યો.

"ઓકે... નહિ કરું તને લવ... બસ એક વાત કહી દે... શું તેં ક્યારેય મને પ્યાર કર્યો છે?!!" એ મક્કમતાથી બોલી.

"હા ! ! ! પહેલી મુલાકાતથી ! ! !" એ બોલ્યો.

એના છેલ્લા શબ્દો એણે રડાવા કાફી હતા.

"જો તો તું હવે... મને લવ ના કર્યોં ને મે કોઈ ને નહિ કરું!!!" એણે રડી ને એનું ઘર છોડી દીધું!!!

🔵🔵🔵🔵🔵

"ઓ મેડમ, ફેન્ડ્સ તો આપને બચપણથી છીએ જ. કાલથી આવી જજે ઇંગ્લિશ શીખવા." એણે એના વર્ગમાં રિયાને કહેલું.

નેક્સ્ટ ડે બંને રાજીવના ઘર હતા.

"રાજીવ, આઈ નો યુ હેવ ગોટ એ જોબ!!! ધેટસ વાઈ યુ હેવ સેડ ધેટ!!!" એણે કહ્યું.

"હા... તને કોને કહ્યું?!" એણે પૂછ્યું.

"મીરા એ કહ્યું... એનો બીએફ પરેશ કહેતો હતો એણે!!!" એ બોલી.

"હા... નાવ વી કેન મેરી!!!" રાજીવ ખુશ હતો. બંને ભેટી પડ્યા. બંને બહુ જ ખુશ હતા.

ખાલી રિયા ખુશ હતી કે એણે એના પપ્પાની લાગવગથી રાજીવ ને જોબ મેળવાઈ હતી. પણ રાજીવ જ જાણતો હતો કે એણે જે જોબ મેળવેલી એ રિયાના ફાધરની લાગવગ વાળી જોબ નહોતી. પણ એ તો એના પ્રોફેસરની સહાયતાથી બીજે સારી જોબ મેળવી હતી. પણ એ વાત રિયા માટે સાવ અણજાણી હતી! અમુક વાતો અણજાણી રહે તો જ સારું હોય છે!

સૌના રાઝ જાણનાર રાજીવે પણ પોતે એક રાઝ રાખ્યો હતો!!! રિયાને પણ એમ હતું કે હું આ રાઝ ક્યારેય નહી કહું રાજીવને અને રાજવને પણ એમ જ હતું!!!

(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો