પાછો આવી જા! - 2 (કલાઈમેકસ - અંતિમ ભાગ)
કહાની અબ તક: શહેરના જાણીતા બિઝનેસમેન મિસ્ટર દેસાઈ પર જાણે કે આભ જ તૂટી પડે છે... જ્યારે એમને ખબર પડે છે કે એમનો એકનો એક પૌત્ર જે એમને જીવથીય વધારે વહાલો છે એ ગાયબ છે. એના મમ્મી અને પપ્પા ની ક્યારેય બની જ નહોતી. ઋષિ ની મમ્મી સંગીતાને જ્યારે ક્યાંયથી ખબર પડેલી કે ઋષિના પપ્પા વિપુલ કોઈ બીજી છોકરી સાથે ભાગી ગયા છે તો એને તો ઋષિને આમ એકલો જ એના નાના સાથે છોડી દીધો હતો! બંને નાના અને પૌત્રની દોસ્તી વધારે જ ગાઢ થઈ રહી હતી. બંને માટે દુનિયામાં એકમેક જ હતા અથવા તો બંને જ એકમેકની દુનિયા હતા. બધું જ ઠીક ચાલતું હતું કે આમ અચાનક જ એક દિવસ ઋષિ એના રૂમમાં નહોતો. મિસ્ટર દેસાઈએ ખુદ કમિશનર ને જ ઋષિને શોધી લાવવા માટે કહ્યું હતું. ઋષિ ક્યાં કેવી હાલતમાં હશે? શું નાનકડા ઋષિના આમ અચાનક જવાથી એના મમ્મી પપ્પા ભેગા થઈ શકશે? શું મિસ્ટર દેસાઈ એકલા જ ઋષિને શોધી લેશે? શું પોલીસ નાનકડા ઋષિને બચાવી શકશે?
હવે આગળ: બધાં જ જગ્યા પર પોલીસ શોધી વળે છે... તેમ છતાં કોઈ પણ જગ્યાએ ઋષિનો પત્તો નહી મળતો! મિસ્ટર દેસાઈની સાથે જ પોલીસ પણ ખૂબ જ ગભરાઈ જાય છે! આખીર એક નાનકડા છોકરા સાથે કોઈની શું દુશ્મની હોય શકે?! બધાં ના મનમાં બસ આ એક સવાલ જ વારંવાર આવ્યા કરે છે!
એક હોટેલના મેનેજર પોલીસને કોલ કરીને કહે છે કે એમની હોટલમાં સીસીટીવી કેમેરામાં ઋષિ ને લઈ જતા અમુક લોકો કેદ થયા છે તો મિસ્ટર દેસાઈ સાથે પોલીસની આખી ટીમ ત્યાં જવા રવાના થાય છે!
તેઓ જેવા જ રૂમમાં દાખલ થાય છે... આખોય રૂમ અંધારાથી ઘેરાયેલો હોય છે!
"હેન્ડસ અપ! કોઈ પોતાની જગ્યાથી હલે નહિ!" એક ઘેરા અવાજે એ અંધારા ઓરડામાં રહેલા બધાં ને બિલકુલ ડરાવી જ મૂક્યા હતા! અવાજ કમિશ્નર નો હતો!
"મારા... મારા... ઋષિને મારા ઋષિને કઈ જ ના કરતા..." અતિશય ચિંતાતુર અવાજ એ મિસ્ટર દેસાઈનો હતો! એ કોઈ પણ હાલતમાં એમના એકના એક પૌત્ર ને કોઈ પણ ઇજા નહોતા પહોંચાડવા માંગતા!
"હથિયાર નીચે..." કમિશનરે કહ્યું તો એ ગુંડાઓ એ હથિયાર નીચે મૂકવા જ પડ્યા! કમિશનર બીજા પોલીસ ઓફિસરો સાથે આવી ગયા હતા.
પોલીસે થોડી મારપીટ ગુંડાઓ સાથે કરવી પડી! અમુક ફાયર હવામાં તો અમુક ઉપર છત પર પણ કરવા પડ્યાં!
છેલ્લે પોલીસની મારપીટ થી ગુંડાઓએ કબૂલ્યું કે એમને તો બસ આ બધું પૈસા માટે જ કર્યું હતું! ઋષિ ને કિડનેપ કરીને એ મિસ્ટર દેસાઈ પાસેથી પૈસા લેવા માંગતા હતા!
ઘરે ગયા તો ત્યાં સંગીતા આવું ગઈ હતી... એ બહુ જ ચિંતામાં હતી! ટીવી પર ન્યુઝ એણે પણ જોઈ લીધા હતા! એણે ઋષિને કિસ કરીને એના વહાલને વરસાવી રહી હતી!
એટલામાં જ વિપુલ પણ આવી ગયો!
"ક્યાં હતો તું?!" મિસ્ટર દેસાઈને સીધું જ એણે પૂછ્યું!
"અહીં સારું નહોતું લાગતું એટલે થોડા દિવસ અમેરિકા ભાઈ લોકો સાથે રહેવા ચાલ્યો ગયો હતો!" એણે કહ્યું તો સંગીતા છોભીલી બની ગઈ! સંગીતનો અંદાજો ગલત સાબિત થઈ ગયો હતો!
"ઋષિના ન્યુઝ સાંભળ્યા તો તુરંત જ આવ્યો છું..." એણે કહ્યું અને એણે પણ ઋષિને પોતાની પાસે લઈ લીધો!
ઘરમાં ફરી પહેલાં જેવું જ વાતાવણ શુરૂ થઈ ગયું! મિસ્ટર દેસાઈનું સાથે રહેવાનું સપનું પૂરું થઈ રહ્યું હતું!
(સમાપ્ત)