જીવનની ખાટી- મીઠી યાદો - 1 Ayushi Bhandari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનની ખાટી- મીઠી યાદો - 1

"જીવનની ખાટી - મીઠી યાદો" આ શીર્ષક વાંચવાની સાથે જ તમારા મનમાં તમારી યાદો સરી આવતી હશે, ખરું ને! અને એને યાદ કરી મુખ પર થોડી મુસ્કાન પણ આવી જ હશે.
આ પુસ્તક માં તમને એવીજ ખાટી - મીઠી યાદો ની વાત કરવાની છે, આલોક અને નેહા બંને વૃદ્ધાવસ્થા માં છે, અને હીંચકા પર જુલતા જુલતા પોતાના જીવનની ખાટી - મીઠી યાદો નું સ્મરણ કરી રહ્યા છે. તો ચાલો તમને આલોક અને નેહા ની નાની એવી ઓળખાણ આપી દઉં.
આલોક એક સફળ ઉદ્યોગપતિ અને એનાથી પણ વધારે સારો માણસ છે, બાળપણમાં જ એને એની માતા ને ગુમાવી હતી, ત્યારથી એ એના પિતા સાથે રહે છે. થોડાક સમય પછી એના પિતા આલોક માટે એક સુંદર કન્યા ની શોધ માં હતા કે જે આલોકને અને તેમના પરિવરજનોને સમજી અને સંભાળી શકે. ટૂંક સમય માં જ એમની આ મનોકામના પૂરી થાય છે, અને એમની મુલાકાત નેહાથી થાય છે.
નેહા એક મધ્યમવર્ગ પરિવારની દિકરી છે, એ થોડી ઓછી શિક્ષિત છે પણ પરિવારને કઈ રીતે એકસાથે બાંધી ને રાખવુ એ એને બરાબર આવડે છે. એના માટે એના માતા - પિતા કહે એ જ. એને વિચાર્યું પણ ન હતું કે એના લગ્ન એક સંપન્ન ઘરે થશે.
આલોકના પિતા નેહા નો હાથ માંગવા એના ઘરે આવે છે, ત્યારે બધું શાંતી થી નક્કી થઈ જાય છે અને આલોક પણ એના પિતા ની દરેક વાત માનતો. લગ્નનું મુહૂર્ત ત્રણ મહિના પછીનું નીકળે છે. પણ ન તો આલોકે નેહા ને જોઈ કે ન તો નેહા એ આલોક ને જોયો બંને એકબીજાથી જોડાઈ ને પણ અજાણ્યા હતા. આલોક ને થયું એકવાર તો નેહા સાથે મુલાકાત થવી જોઈએ, એ એના વ્યસ્ત સમયમાંથી થોડો સમય કાઢે છે અને નેહા ને એક સુંદર પત્ર લખે છે, પણ એ ઉદ્યોગપતિ છે એટલે પત્ર પણ એજ અંદાજ માં લખ્યો હતો.
એ પત્ર એના મિત્ર ને પોસ્ટ કરવા આપ્યો પણ પત્ર પર એડ્રેસ નેહાના ઘરની જગ્યા એના માસી ના ત્યાંનો હતો અને આ વાતથી બંને જણા અજાણ હતા. નેહા ની માસી એ પત્ર વાંચ્યો પછી એ પત્ર માં લખેલા નંબર પર ફોન કર્યો અને બંને જણા ની મુલાકાત થઈ, પણ અહીં નેહાની જગ્યા એ એની માસી હતા, અને નેહા ની માસી બધું જાણતા હતા એટલે નેહા પણ ત્યાં ઝાડ ની પાછળ ઊભી આલોકને જોતી હતી.
પછી આલોક અને નેહા ની મુલાકાત થાય છે અને આલોક નેહાની માસી ને પત્ર બદલ માફી માંગે છે, આમ આ બંને જણા ની પહેલી મુલાકાત થાય છે.
ધીમે ધીમે લગ્ન ના દિવસો નજીક આવતા જાય છે અને બંને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે, એમ આ બંને વચ્ચે મુલાકાતો ઓછી પણ યાદગાર થાય છે.
હવે એ દિવસ આવે છે જ્યાં બંને એક અતૂટ બંધન માં બંધાય છે, અને એક બીજાને વચનો આપે છે, અને આમ આલોક ના પિતા ની નેહા ને પોતાના ઘરની વહુ જોવાની ઈચ્છા પૂરી થાય છે, હવે આલોક અને નેહા ની એક નવા સફર ની શરૂવાત થાય છે.
આલોક અને નેહા ના આ નવા સફરમાં આગળ શું થાય છે એ જાણવા માટે વાંચતા રહો. "જીવનની ખાટી - મીઠી યાદો" જે ભાગો માં વહેંચાયેલી છે.
આશા રાખું છુ કે તમને આ બુક વાંચવામાં મજા આવી હશે.અને તમારા જીવનનો કોઈ પળ પણ યાદ આવ્યો હશે.