અનુભવ - ભાગ-૧ Tapan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુભવ - ભાગ-૧

અનુભવ ભાગ-૧

આજે ઘણાં સમય પછી કંઇક લખવા બેઠો છું. અત્યાર સુધી શું લખવું તે સમજાતુ જ ન હતું. પણ આટલા દિવસોના વિચાર પરથી એક અલગ જ વિષય પર લખવાનું મન થયું. હાલ દેશમાં કોરોના મહામારીનો કાળ ચાલી રહ્યો છો. જ્યાં જુઓ ત્યાં બિમારી, બેરોજગારી અને મંદી. લોકોની આવક ઘટી રહી છે. અને ખર્ચાઓ વધી રહ્યા છે. કેટલાય લોકો પોતાના ધંધા રોજગારમાં ખોટ – નુકશાન ભોગવી રહ્યા છે. તો કેટલાય લોકો પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં નોકરીયાત વર્ગનો એક સળગતો પ્રશ્ન છે... અનુભવ...!

અત્યારની વાત કરીએ કે વર્ષો પહેલાની કે આવનારા દિવસોની....! દરેક કંપનીઓ કે એમ્પ્લોયરને અનુભવી વ્યક્તિને જ નોકરી પર રાખવો હોય છે. કોઇ આઉટ સોર્સીંગની સેવા લેવી હોય તો પણ ઘણી કંપનીઓ અનુભવી લોકોને જ કામ આપે છે. ઘણાં લોકોને તેનાથી ફાયદો પણ થાય છે. પરંતું મોટું નુકશાન બિન-અનુભવી અને નવયુવાનોને થાય છે. જે લોકો તેમના જે-તે ફિલ્ડમાં નવા છે. સારૂ જ્ઞાન અને લાક્ષણિકતાઓ ધરાવે છે. નવી ટેક્નોલોજીથી સુસંગત છે. પરંતું માત્ર અનુભવ જ નથી તેના કારણે સારી સારી તકો ગુમાવવી પડે છે. આ સંદર્ભે મારા થોડાક પ્રશ્નો છે.

જેવાકે, શું કોઇપણ ફિલ્ડનો અનુભવ મહત્વનો મુદ્દો છે...? શું અનુભવ વગર ટેલેન્ટેડ અને હોંશિયાર વ્યક્તિ અનુભવ વ્યક્તિની જેવી જોબ તથા તેટલો પગાર મેળવી ન શકે...? શું અનુભવી વ્યક્તિ ક્યારેય ફ્રેશર નહી હોય...? શું અનુભવથી જ કામ થઇ શકે...? વિગેરે...વિગેરે...

ઉદાહરણ તરીકે, મારા એક મિત્રએ (નામ એનું નમન) એક સારી યાનિવર્સીટીમાંથી એમ.બી.એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેણે હ્યુમન રીસોર્સ એટલે કે એચ.આર.માં એમ.બી.એ. કરેલું. એ એની બેચનો ક્લાસ ટોપર હતો. એની યુનિવર્સીટીના કેમ્પસ ઇન્ટરર્વ્યુ વખતે એ બિમાર હોઇ એને કેમ્પસમાંથી પ્લેસમેન્ટ ન મળ્યું.

એટલે નમને ડાયરેક્ટ કંપનીની વેબસાઇટ પર આપેલ કેરીયર ઓપ્શનમાં જઇ જે-તે કંપનીઓમાં જોબ માટે એપ્લાય કરવાનું શરૂ કર્યું. પર.તું તેમાં તેને બહુ ખાસ પ્રતિસાદ ન મળ્યો. એટલે નમને પ્લેસમેન્ટ એજન્સીઓનો સંપર્ક કર્યો. પ્લેસમેન્ટ એજન્સીઓમાંથી તેને ઘણા જોબની ઓફરો આવતી. પરંતું આ બધી જ જોબ એની ડિગ્રી મુજબની નહી પરંતું તેનાથી નીચા વર્ગની પોસ્ટ માટેની ઓફરો આવતી. એટલે તેણે પ્લેસમેન્ટ એજન્સીને ફોન કરીને જાણ કરી કે તે કઇ પોસ્ટ માટે જોબ શોધી રહ્યો છે. એટલે પ્લેસમેન્ટ એજન્સીના એ વ્યક્તિએ તેને જણાવ્યું...”સાહેબ, તમારે જે પોસ્ટ મુજબની નોકરી જોઇએ છે તે પોસ્ટ માટે ઓછામાં ઓછો પાંચ થી સાત વર્ષનો અનુભવ જોઇએ. જ્યારે તમે તો હજુ ફ્રેશર છો.” આ વાત સાંભળીને નમન બોલ્યો, ભાઇ, મારી યુનિવર્સીટીના કેમ્પસ ઇન્ટર્વ્યુમાં મને આવી જ પોસ્ટની જોબ ઓફર થવાની હતી પરંતુ દુર્ભાગ્યવશ હું જઇ ન શક્યો, એટલે મને એ પોસ્ટની નોકરી ન મળી. બાકી મારી ડિગ્રી મુજબ મને આવી જ પોસ્ટની નોકરી મળવી જોઇએ.” આ સાભળી પ્લેસમેન્ટ વાળાએ જણાવ્યું કે, સારૂ... આવી કોઇ જોબ હશે તો તમને જણાવીશ.” બસ એ દિવસ અને આજનો દિવસ, એ પ્લેસમેન્ટ એજન્સી માંથી પછી ક્યારેય કોઇ નોકરીનો ફોન નમનને ન આવ્યો.

ત્યારબાદ નમને ઘણી જગ્યાઓએ પ્રયત્ન કર્યો કે તેને તેની ડિગ્રીની લાયકાત મુજબની નોકરી મળે પરંતું બધી જ કંપનીઓને અનુભવ જ જોઇતો હતો. આખરે થાકી હારીને નમને એની ડિગ્રીથી નીચા વર્ગની કેટેગરી વાળા નોકરી મેળવવી પડી. અને અત્યારે તેની પરિસ્થિતિ એવી છે કે ક્લાસનો ટોપર હોવા છતાં ક્લાર્કની નોકરી કરે છે. જ્યારે તેની જ બેચના અન્ય વિધ્યાર્થીઓ મોટી મોટી કંપનીઓમાં સારી પોસ્ટ પર જોબ કરે છે.

તો શું અનુભવ આટલો બધો જરૂરી હશે....! શું ટેલેન્ટની કોઇ કદર નહી...! શું અનુભવની સામે ડિગ્રીનું કોઇ મુલ્ય નહી...!પરંતું અત્યારે તો ડિગ્રી વગર ક્યાંય સારી પોસ્ટ પર નોકરી નથી મળતી. તો સમજવાનું શું ડિગ્રી મહત્વની કે અનુભવ...! અનુભવી વ્યક્તિ ક્યારેક તો ફ્રેશર રહ્યો હશે ને...! તો જો લાયકાત ધરાવતા બિન-અનુભવીને તેની ટેલેન્ટ બહાર લાવવા માટે ચાન્સ આપવામાં નહી આવે તો તે અનુભવી કેવી રીતે બનશે...?

હાલની પરિસ્થિતિ એટલી કપરી છે કે જો નોકરી ન મળે તો ઘર-સંસાર ચલાવવો મુશ્કેલ બની જાય છે. તો આવા સંજોગોમાં બિન-અનુભવી વ્યક્તિને તેની લાયકાત મુજબની નોકરી મળી ન શકે...! આ અંગેની વધુ ચર્ચા સાથે ફરી મળીશું આવતા અંકે...! ક્રમશઃ