મહત્વ - 1 Hemangi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહત્વ - 1

દ્રશ્ય એક -
કોણ હકીકત માં મહત્વનો ભાગ ભજવે છે તમારા જીવન માં અને કોણ પોતાના જીવન ને ગાસી ને તમારું જીવન ચમકાવે છે. તમારે તમારા નજરિયા થી જોયી ને નક્કી કરવાનુ છે સાચે આ વાર્તા માં કોણ વ્યક્તિ મૂળ મહત્વ નું છે.
---------
તો શરૂવાત થઈ છે એક પચીસ બાય ત્રીસ ના નાના ઘર થી એક સામાન્ય માધ્યમ વર્ગીય પરિવાર પરિવાર ની હિસ્ટ્રી જોયીએ તો કંઇક આવી હતી. ત્રણ ભાઈ હતા એમાં થી એક ભાઈ અમેરિકા અને બીજો ભાઈ કેનેડા આ બને ભાઈ નાના હતા એટલે મોટા ભાઈ ને ભણાવી ને પરણાવીને જીવન સરળ બનાવી ને આપ્યું. મોટા ભાઈ નું નામ હતું યોગેશભાઈ અને તેમના પત્ની નું નામ હતું સુરેખા બેન એમના ત્રણ સંતાન સૌથી મોટી છોકરી નું નામ હતું પિન્કી જેને સી.એ નું ભણવાનુ પૂરું કર્યું હતું અને તે હાલ એક કંપની માં નોકરી કરતી હતી. એનાથી નાની બેન નું નામ હતું સાનિયા તે સ્કેચ આર્ટિસ્ટ હતી તે પણ પોતાનું કામ આર્ટ એક્ષીબીશન માં મોકલતી અને સરું એવું કમતી. અને સૌથી નાનો છોકરો જેનું નામ હતું અયાન જે કોમ્યુટર એન્જિનિયરિંગ ના છેલ્લા વર્ષ માં હતો. યોગેશ ભાઈ એક કરિયાણા ના વેપારી હતા એમના નાના શહેર માં એમને દુકાન હતી. સુરેખાબેન આમતો ગૃહિણી હતા પણ જ્યારે નવરા પડે ત્યારે તે યોગેશ ભાઈ ને મદદ કરવા જતાં.
. હવે સમય પસાર થયો અને ત્રણ સંતાનો પોતાના જીવન માં ખુબ સુખી હતા. મોટી દીકરીના લગ્ન સરા અને નામદાર ધનિક વ્યક્તિ ના છોકરાં સાથે કરવ્યા હતા. બીજી છોકરી કામથી નવરી પાડતી નહતી માટે તેને હજુ લગ્ન નાહતા કર્યા પણ તે શહેર માં એક ઘર ભાડે રાખી ને રેહતિઃ હતી. અને નાનો છોકરો કંપની માં કામ કરતો હતો. આ દંપતી ની ઉંમર હવે દેખાવા લાગી હતી બંને ને પચાસ થી પંચાવન વર્ષ થયા હતા. આંખો પર ચાસમાં અને સફેદ સાદો શર્ટ અને ભૂખરું સિવેલું પેન્ટ પેહરી ને તે રોજ પોતાના ઘરે થી સ્કુટી ને ચાવી લગાવી દુકાને જતા. દુકાન નજીક હતી પણ યોગેશભાઈ ને સ્કુટી ની આદત પડીગઈ હતી. સુરખાબેન રોજ ના જેમ પોતાનું કામ પૂરું કરીને દુકાને ટિફિન લઈને આવે છે. એ ટિફિન યોગેશ ભાઈ ને આપે છે અને પોતે દુકાન માં આવતા કસ્ટમર ને સંભાળે છે. યોગેશભાઈ ટિફિન નીચે મૂકીને જમવા બેસે છે દુકાન નાની જ હોવાથી નીચે વધેલી થોડી જગ્યા માં જમતા હોય છે ને અચાનક જ બેભાન થઇ જાય છે. સુરેખાબેં ડરી ગયા હોય છે પણ પછી તે અેમ્બુલન્સ ને ફોન કરે છે. એમને પેહલા એક નાના હોસ્પિટલ માં લઇ જવામાં આવે છે ડોક્ટર એમને પછી બીજી હોસ્પિટલ માં મોકલે છે. જે દેખાવથી મોટી અને મોગી હોય છે પણ તે એ વખતે પોતાના પતિ ના જીવ વિશે વિચારે છે. ડોક્ટર આવે છે અને સુરેખબેન ને કહે છે " યોગેશભાઈ ને કીડ ની માં ઇન્ફેક્શન થયું છે કિડની ને ડાયાલિસિસ કરવું પડશે."
સુરેખા બેન ના ચેહરા પરથી સાફ ખબર પડતી હતી કે એમને કઈ પણ સમજાયું નઈ માટે એમને પોતાના બાળકોને બોલાવ્યા. હવે ત્યાં પિન્કી, સાનિયા, અને અયાન ત્યાં આવી ગયા ડોક્ટર ને એમને બધું સમજાવ્ય અને તે સમયે તે ડાયાલિસિસ કરવા તૈયાર થયા. સરું માં યોગેશ ભાઈ ને બઉ તકલીફ પડી પણ પાછળથી એમને આદત પડી ગઈ. હવે તેમની તબિયત પણ સારી હતી હવે દવાથી એમને રાહત મળી જતી. પણ એ પણ લાંબો સમય ચાલ્યું નથી અને હવે ડોક્ટર ને કહ્યું કે એક કિડની નવી નાખવી પડશે.
હવે એમના બધા બાળકો ને એની માટે પૂછવા માં આવ્યું પેહલા દીકરી ને જવાબ માં કંઇક એવું કહ્યું " મારા સાસરી માંથી ના પડે છે મારા એમને પણ મને ના પાડી. હું તો આપવા મગુ છું પણ આપી નઈ સકું."
જવાબ માં યોગેશ ભાઈ ને કહ્યું " કઈ નઈ બેટા તારી સાસરી વાળા ને સામે પડીને કઈ કામ ના કરતી મારી ચિંતા ના કરીશ "
બીજી દિકરી ને કહ્યું " મારે આવતા મહિને મોટો આર્ટ એક્સીબિસન છે જો હું એમાં મારી સકેચ નઈ આપુ તો મારું કેરિયર મુસીબત માં આવશે માટે હું હાલ કઈ નઈ કરી સકું"
જવાબ માં યોગેશ ભાઈ કહે છે " બેટા તું તારા ભવિષ્ય નું વિચાર મારી ચિંતા ના કરીશ"
દીકરાને કહ્યું " પપ્પા મારે હાલ નોકરી ચાલુ થઈ છે અને હું એટલી જલ્દી રાજા માગીશ તો મને નોકરી માંથી નીકળી દેવામાં આવશે "
હવે યોગેશ ભાઈ કહે છે " ના તું તારી નોકરી ના છોડતો મારી ચિંતા ના કરીશ તારું કામ કર"
હવે આ સાંભળી ને સુરેખા બેન ને ફોન કર્યો યોગેશ ભાઈ ના ભાઈઓ ને અને તેમને જવાબ માં કહ્યું" અત્યારે તો અમારાથી આવશે નઈ હાલ છોકરાઓ ની સ્કૂલ ચાલુ છે"
હવે સુરેખા બેન અને યોગેશ ભાઈ ને કોઈ મદદ કરવા તૈયાર નથી સુરેખા બેન આ અવસ્થામાં યોગેશ ભાઈ ને કેવા લાગ્યા " હવે સુ થશે કોઈ ને આપડી મદદ કરી નઈ આપડા છોકરાઓ માંથી કોઈ પણ તમારા જીવ ની ચિંતા નથી કરતું તમે આખી જિંદગી એમને સુખ અને સમૃદ્ધિ આપી પણ એમને તમને મદદ કરવાની ના પાડી "
આ બધું બહાર એમના ત્રોને બાળકો સાંભળતા હતા અને સાનિયા આ સાંભળી ને બહાર થી અંદર આવી અને બોલી."હા તમે અમને બઉ ફેસિલીતી આપી છે હું મારી કળા થી એટલી આગળ આવી તમારા કારણે નઈ " એટલું બોલી ને તે ત્યાંથી ચાલી ગઈ"
એટલું જોઈ ને યોગેશ ભાઈ ને મનમાં દુઃખ થયું તેમને આખી જિંદગી એમના ભાઈ અને બાળકો પાછળ નીકાળી અને જ્યારે બાળકો નો વારો આવ્યો ત્યારે એમને એમનો હાથ ના પકડ્યો યોગેશ ભાઈ નું દિલ બઉ દુખ્યું. પછી થી એ બીમાર પાડી ગયા અને ભગવાન ને ઘરે પોહચી ગયા. સુરેખા બેન પોતાના પતિ ને આવી અવસ્થા માં જોઈ ને સમજી ગયા કે એમને પણ કોઈ મદદ નઈ કરે એમને પોતાનું આગળ નું જીવન એકલા વિતાવ્યું.
આવું કંઇક થાય છે આપડા વૃદ્ધ માતા પિતા નું હાલના જીવનમાં એમનું કોઈ મહત્વ નથી.