શબ્દો પાસે હોય અર્થ,મન પાસે હોય અર્થઘટન
આપણે જીવનયાત્રામાં ભૂલવાની વાતો યાદ રાખીએ છીએ અને યાદ રાખવાની વાતો ભૂલી જઈએ છીએ. હર શબ્દે અર્થ બદલાય છે તેમ છતાં માનવીનું મન તેનું અર્થઘટન પોતાની વિચારધારા અને માન્યતા મુજબ કરે છે. ચાલશે, ફાવશે અને ગમશે નો અભિગમ જીવનમાં સકારાત્મક સંકેત આપે છે. એ યાદ રાખવું જરૂરી છે કે માનવીનું ભાગ્ય ભગવાન નથી લખતા પરંતુ તે માનવીના વાણી, વર્તન, વ્યવહાર તથા આચાર અને વિચાર તેના ભાગ્ય નું નિર્માણ કરે છે, સફળતા ના દ્વાર ખૂલે છે તેમજ વિકાસની મંઝિલ નો રાહ મળે છે.
માનવીએ શબ્દોને છંછેડવા કે છલકાવા દેવા નહી અને મનને છેતરવા કે છાવરવાનો પ્રયત્ન કરવો નહી.
માનવીએ મધુર મન રાખવા શબ્દોને સંયમિત રાખી પ્રેરક અને પ્રોત્સાહક બનવાની આવશ્યકતા છે. સરળ, સહજ અને નિર્મળ બનવાની જડી બુટ્ટી જોઈએ.
(૧) આપ એકલા હોવ ત્યારે વિચારોને નિયંત્રણમાં રાખવાની કોશિશ કરો.
(૨) જ્યારે આપ મિત્રો સાથે હોવ ત્યારે વાણી ઉપર અંકુશ રાખો.
(૩) જ્યારે આપ ક્રોધિત હોવ ત્યારે સ્વભાવને શાંત રાખવાનો પ્રયત્ન શાંતિની અનુભૂતિ કરાવશે.
(૪) જ્યારે આપ જાહેરમાં હોવ ત્યારે વર્તન વ્યવહારિક રાખો.
(૫) જ્યારે આપ વિકટ પરિસ્થિતિમાં હોવ ત્યારે લાગણી ઉપર અંકુશ ખૂબ જ જરૂરી છે.
(૬) જ્યારે આપ પર ભગવાનના આશીર્વાદ અવિરત વરસતા હોય ત્યારે તમારા અહમને જાગૃત થવા દેશો નહી.
જીવનયાત્રા ની આ છ ઉપયોગી વાતો આપને તન - મન - ધન થી સમૃદ્ધ રાખશે. જીવનમાં ઘડવું એટલેકે નિર્માણ કરવું, સર્જન કરવું અને ઘડાવવું કે અનુભવ મેળવવો બન્ને જીવન ઘડતરના મજબૂત પાયા છે. ધીરજ ધારણ કરવાથી ઇચ્છિત પ્રાપ્તિ થાય છે. ક્રોધ કરવાથી હોય તે પણ ચાલ્યું જાય છે. અંધકાર અને અજ્ઞાન માંથી બહાર આવવા માટે લોભ - લાલચ અને શંકા - કુશંકા થી અલિપ્ત થવાનું મહત્વનું છે.
સરસ પંક્તિ ને માણીએ...
ભલે દુનિયા કહે કે,
ધનવાન થવામાં મઝા છે,
મને લાગે છે મળતો હોય જો શ્યામ,
તો સુદામા થવામાં પણ મજા છે.
અને છેલ્લે શબ્દો મુખમાંથી નીકળે તે પહેલાં ધ્યાન રાખો...
(૧) તે સાચા છે ને!
(૨) તે જરૂરી છે ને!
(૩) તે નમ્ર તો છે ને!
પ્રિય પરિવારજનો આટલું ધ્યાનમાં રાખશો તો ચોક્કસ સુમધુર વાણી થી મન હંમેશા પવિત્ર રહેશે.
અત્યારે આપણે જોઈયે તો કઈંક નઝારો અલગ છે, બધાં પોત પોતાનું વિચારે છે, પોતાની લીટી લાંબી કેવી રીતે થાય બસ આખો દિવસ એમાં રટ્યા રહેવાનું અને કઈં કામ ના હોય તો જે વસ્તુ બદલી નથી શકવાના તે વસ્તુ માટે વાતો કરશે, એના માટે એક વાર્તા જોઈયે.. એક રાજ્ય માં એક રાજા એ રસ્તા માં રાત્રે એક મોટો પથ્થર મુકાયો, સવારે દૂર બેઠા બેઠા જોયું કે લોકો પથ્થર ને ગાળો આપતા હતાં, લોકો ફરીને જતા હતાં, પથ્થર મુક્વા વાળા ને ગાળો આપતા હતાં, પથ્થર ને લાત મારી ને જતા હતાં, છેક બપોરે એક વ્યક્તિ એ પથ્થર હટાવવાનું ચાલુ કયુઁ, ચાર પાંચ જણ ને બોલાવિ ને હટાવવાનું ચાલુ કયુઁ, પથ્થર હટી ગયો, બધાં એ તાળીઓ પાડી, બધાં જતા રહ્યા, રાજા તો કંટાળી ને ક્યારના જતા રહ્યા હતાં, જેણે પથ્થર હટાવ્યો હતો તેણે જોયું તો એક પોટલી પડી હટી, પોટલી માં સોનામહોરો હતી અને સાથે તામરપત્ર હતું એમાં લખ્યું હતું જે રાજ્ય માટે વિચારે છે, બીજા માટે વિચારે છે ધન્ય છે, તેને રાજ્ય નો કોષઘ્યક્ષ બનાવવામાં આવશે.
આપણે બધાં અત્યારે china ને દોષ આપીયે છીએ, સરકાર ને દોષ આપીયે છીયે, medical science ને દોષ આપીયે છીએ, oxygen પ્લાન્ટ વાળા ને દોષ આપીયે છીએ, dr, nurse ને દોષ આપીયે છીએ પણ ક્યારેય આપણો effort વાપરીને કઈં કામ કયુઁ... Tv માં કેટલા કોરોના વધ્યા, કેટલા પરંધામ ગયા એજ આવે છે, એવુ કેમ નથી આવતું કે 108 વાળાઓને સલામ, dr, નર્સસ ને સલામ, ત્રણ મહિના થી ઘરે નથી ગયા તેવા લોકો ને સલામ, હોસ્પિટલ સ્ટાફ ને સલામ.. જો આવું બતાવે તો TRP ઘટી જાય... તમે વિચારો તમે શું કયુઁ - અર્થઘટન, અફવા ફેલાવી, વાતો ની gossip કરી... બોલો શું નક્કી કયુઁ?
આશિષ શાહ
9825219458