Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

નારાજ દિલ - 2 (કલાઈમેક્સ - અંતિમ ભાગ)


કહાની અબ તક: નીતિ બહુ જ સીધી અને પ્રેમાળ છોકરી છે. પણ છેલ્લા અમુક સમયથી એ કોઈના પર પણ કારણ વિના જ ગુસ્સો કરતી થઈ ગઈ છે! એના દિલમાં કોઈના માટે નારાજગી છે! આજે તો ફ્રેશ ફીલ કરવા એ કોલેજ બાદ એક ગાર્ડનમાં બેસી ગઈ. બેગ બાજુમાં મૂકીને એના માથાને પકડી રહી. ભૂતકાળને વાગોળતા એને એક નામ મોં પર આવી ગયું - 'મહેન્દ્ર'. એને યાદ હતું કે પોતે મહેન્દ્ર એને બહુ જ ગમતો હતો ત્યારે એ બંને કોલેજના કેન્ટીન માં કોફી પી રહ્યા હતા. નીતિ એને એને કહેલું કે કોઈને પ્યાર કરે છે તો મહેન્દ્ર ઉદાસ થઈ ગયો હતો. આખરે જ્યારે એને લાગવા લાગેલું કે મહેન્દ્ર પણ એને પ્યાર કરે છે તો એને ખુદની બુરાઈ ચાલુ કરી દીધી હતી. કહી જ દીધું હતું કે પોતે બહુ જ ખરાબ છે કે કોઈ જ ને એને સામેથી પ્રપોઝ કરી જ ના શકે એમ! આખરે મહેન્દ્ર એ આંખો બંધ કરીને પોતાના પ્યારનો એકરાર કરી જ દીધો. જો મહેન્દ્ર એને પ્યાર જ કરતો હતો તો આજે કેમ આમ નીતિ એકલી હતી? કેમ કઈ પણ કહ્યા વિના એ ચાલ્યો ગયો હતો?

હવે આગળ: બધો જ ગુસ્સો... બધી જ નારાજગી બધું આજે નીતિના આંસુઓ સ્વરૂપે બહાર આવી રહ્યું હતું. મહેન્દ્ર ના આમ અચાનક જ ક્યાંક ચાલ્યા જવાથી એના પર બહુ જ નકારાત્મક અસર થઈ હતી. બધા સાથે પ્યારથી રહેતી નીતિ વાત વાતમાં ગુસ્સો કરતી થઈ ગઈ હતી!

પાંચેક મિનિટ રડ્યાં બાદ એને બહુ જ હળવું ફીલ થઈ રહ્યું હતું... જાણે કે કોઈ બોજ એના પરથી હટાવી લેવામાં આવ્યો હોય.

"આ લેટર તમારી માટે..." રોઝ વેચવા વાળા એ એક કાગળ નીતિને આપ્યો તો એ ચોંકી ગઈ.

આ જ ગાર્ડનમાં એક વાર પોતે મહેન્દ્ર સાથે આવી હતી ત્યારે આ રોઝવાળા પાસેથી જ એક રોઝ લઈને મહેન્દ્ર એ નીતિ ને આપ્યું હતું.

"માય સ્વીટ હાર્ટ નીતિ... સોરી યાર આમ અચાનક જ મારે જવુ પડ્યું, પણ તારા બધા જ સવાલના જવાબ હું આ લેટર માં કહીશ..." લેટર નો પહેલો ફકરો વાંચ્યો કે તુરંત જ કોઈ વીજળીનો કરંટ જાણે કે નીતિ ની આરપાર થઈ ગયો!

નીતિ એ કાગળને ગળે લીપટાઇ દીધું અને ચારેબાજુ ફરવા લાગી. જાણે કે એની જિંદગી જ પાછી આવી ગઈ હોય એમ એને આજે લાગી રહ્યું હતું.

"મારી પોસ્ટ અમેરિકામાં લાગી ગઈ છે... એટલે મેં એપ્લાય તો ક્યારનું જ કરી દીધું હતું, બસ તમારી બધા માટે જ આ સપ્રાઇઝ હતી!

"હું એટલા માટે નહોતો તને પ્રપોઝ કરી રહ્યો કે એ સમયે મારે બહુ જ વાંચવાનું હતું અને એક્ઝામ પાસ કરવાની હતી... જો હું તને પ્રપોઝ કરી દેત તો તું મારો બધો જ સમય લઈ લેત... પણ તું પણ કઈ કમ થોડી હતી! મારા જ મોં થી પ્રપોઝ કરાવી પણ દીધું! જોકે હું એક્ઝામ માં પણ પાસ છું અને લવની પરીક્ષામાં પણ! આ મંડે હું આવું છું... તું તૈયાર રહેજે... આપને અમેરિકામાં સેટ થઇ જશું...

ખાસ મેં કોઈને ફોન નંબર નહોતો આપ્યો કે સરપ્રાઈઝ બરકરાર રહે... પણ તારો નંબર તો છે જ મારી પાસે! તું મને નીચેના નંબર પર કોલ કરી શકે છે!

બસ તારો જ મહેન્દ્ર..."

લેટર વાંચી ને એને મહેન્દ્ર નો નંબર ડાયલ કરી દિધો.

"હાઈ... નીતુ... આઇ મિસ્ટ યુ એ લોટ!" મહેન્દ્ર એ સામે બાજુથી કહ્યું.

"મિસ કરી હોત તો નંબર હતો તો પણ ફોન કેમ ના કર્યો?!" નીતિ એ પૂછ્યું.

"અરે, બાબા... સરપ્રાઈઝ હતી!" મહેન્દ્ર એ કહ્યું અને ઉપર થી ઉમેર્યું - "એક બીજી સરપ્રાઈઝ આપું?!"

"હા... બોલ!" નીતિ એ કહ્યું તો મહેન્દ્ર એ કહ્યું - "પિંક ડ્રેસમાં તો તું મસ્ત લાગે છે હો આજે!" નીતિ એ ખુદને જોયું અને સામે જોયું તો એ હેરાન જ રહી ગઈ! ખુદ મહેન્દ્ર એની સામે હતો!

"તું તો સંડે આવવાનો હતો ને?!" નીતિ એને વળગી પડી.

"અરે! હું તો એક વિક પહેલાં જ ઈંડિયા આવી ગયો હતો, પણ આ તો તને લેટર આપવામાં જ આટલો ટાઈમ થઇ ગયો! આટલી મોટી સરપ્રાઈઝ ખરાબ ના થવી જોઈએ ને!" મહેન્દ્ર એ કહ્યું.

(સમાપ્ત)