Twinkle - Serah the warrior princess - 16 books and stories free download online pdf in Gujarati

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 16

તક્ષક અને અસ્તિકાનું નામ સાંભળીને રાજા વિશ્વર અને સેનાપતિ ચંદ્રકેતુના ચહેરા પર ચિંતાની રેખાઓ છવાઈ ગઈ. તક્ષકએ દેવરાજ ઇન્દ્રનો ખાસ મિત્ર હતો અને માણસો પ્રત્યે અત્યંત નફરત કરતો હતો. જ્યારે અસ્તિકા એ શેષનાગની બહેન મનસાનો દિકરો હતો. આ બંને નાગ એકલા એક અક્ષોહિણી સેના બરાબર હતાં.

માહીએ સેરાહ સામે જોયું એટલે સેરાહએ કહેવાનું શરૂ કર્યું.,”આપણે નાગ વિષે ચિંતા કરવાની જરૂર નથી. રાજપ્રસ્થ પાસે પૂરતું સૈન્યબળ છે અને વિશાળ નૌકાકાફલો પણ છે. આપણે જો આ ક્ષણે યવદ્વીપ પર આક્રમણ કરીએ તો પણ આખું રાજ્ય જીતી શકીએ તેમ છીએ. પરંતુ તેમ કરવાથી બંને રાજ્ય વચ્ચે શત્રુતા વધી જશે. માટે આપણે ફક્ત પ્રતિકાર કરી શકીએ તેમ છીએ.”

સેરાહની વાતને વચ્ચેથી અટકાવીને ચંદ્રકેતુ બોલ્યો, “રાજકુમારી, હું આપની વાતનું સમર્થન કરું છું. પરતું આપણે આજે નહીં તો કાલે પણ યવદ્વીપ સાથે શાંતિ સ્થાપવા માટે એક નિર્ણાયક યુદ્ધ લડવું પડશે. કેમકે ધીરેધીરે આપણા નાગરિકો અને રાજપ્રસ્થ સાથે વેપાર સાથે બીજા વેપારીઓની ધીરજ ખૂટી રહી છે. આપણે તેમને બતાવી દેવું જોઈએ કે રાજપ્રસ્થની સેના તેમનું રક્ષણ કરવા માટે સક્ષમ છે.”

“તે માટે આપણે શું કરવાનું છે તે માટે મે એક યોજના બનાવી છે.” માહી બોલી, “જ્યારે યવદ્વીપની સેના રાજપ્રસ્થ પર આક્રમણ કરશે ત્યારે આપણો પ્રતિકાર એટલો દ્રઢ હોવો જોઈએ કે ગિરિરાજે આક્રમણને સફળ બનાવવા પોતાની સંપૂર્ણ સેના મોકલવી પડે. અને આપણાં વીર સૈનિકો યવદ્વીપના તમામ સૈન્યનો સફાયો કરી દેશે. તેવો મને વિશ્વાસ છે.”

માહીની વાત સાંભળીને ત્યાં હાજર તમામ સૈન્ય અધિકારીઓના ચહેરા પર અકલ્પનીય ભાવ છવાઈ ગયાં. બધા અધિકારીમાંથી એક માણસ આગળ આવ્યો. તે રાજપ્રસ્થના નૌકાકાફલાનો સેનાપતિ મૌર્યસેન હતો. મૌર્યસેન બોલ્યો, “રાજકુમારી હું વાતથી સહમત છું. આપણી સેના યવદ્વીપને પરાજિત કરી શકે તેમ છે. પરંતુ તેમ કરવા આપણાં ઘણા સૈનિકો માર્યા જશે. અને આપણે નાગ સૈનિકોને સરળતાથી પરાજિત કરી શકીએ તેમ નથી.”

સેરાહ પોતાની જગ્યાએ થી ઊભી થઈને એક ઝરૂખા પાસે આવી. ત્યાંથી આખું રાજપ્રસ્થ નગર અને વિશાળ મહાસાગર દેખાતો હતો. સેરાહએ નજર ફેરવ્યા વગર કહ્યું, “સેનાપતિ ચંદ્રકેતુ, આપ નોકાકાફલા અને નગર-રક્ષકોમાંથી તમામ પ્રકારની શસ્ત્રવિધામાં પ્રવીણ હોય તેવા એકસો સૈનિકોના દળ બનાવો. જે નાગ સૈનિકો સાથે લડી શકે. તેમાંથી એક દળનું નેતૃત્વ મારી બહેન માહી કરશે અને બીજા દળનું નેતૃત્વ આપ કરશો.”

સેરાહના આ સૂચનથી મૌર્યસેન સહમત થયો નહીં. તે પોતાના મનની રજૂ કરે તે રાજા વિશ્વર બોલ્યા, “ઉત્તમ વિચાર છે. સેનાનાયક મૌર્યસેન નગરની રક્ષા કરશે. પણ આપણી મુખ્ય યોજના હજુ તૈયાર નથી થઈ. હું અહી મોજૂદ તમામ વ્યક્તિઓને આવતી કાલે પ્રાતઃકાળે માટે યુદ્ધની યોજના અંગે પોતાના વિચાર રજૂ કરવા માટે આમંત્રિત કરું છું. હવે આપ સૌ જઈ શકો છો.”

આટલું કહ્યા પછી રાજા વિશ્વર તે ઝરૂખા પાસે ગયા જ્યાં સેરાહ ઊભી હતી. એટલે માહી સિવાયના બધા સૈન્ય અધિકારીઓ રાજાના કક્ષની બહાર નીકળી ગયાં. સેરાહએ રાજા વિશ્વરની સામે જોયું અને દૂર બંદરગાહ તરફ ઈશારો કર્યો. રાજાએ જોયું તો ત્યાં અમુક વહાણોમાંથી નાવિકો સામાન નીચે ઉતારી રહ્યા હતાં અને બીજા વહાણોમાં રાજપ્રસ્થમાં બનેલી પેદાશો ચડાવી રહ્યા હતાં.

આ જોઈને રાજા વિશ્વર કઈ પણ કહ્યા વગર બહાર ચાલ્યા ગયાં. માહી સેરાહ પાસે આવી તો તેણે જોયું કે સેરાહ વિચારો ખોવાયેલી હતી. માહીએ સેરાહની આખો આગળ એક ચપટી વગાડી એટલે સેરાહ વિચારોમાંથી બહાર આવી. સેરાહ બોલી, “માફ કરજે દીદી. હું બીજા વિચારોમાં ખોવાઈ ગઈ હતી. હું આવનાર યુદ્ધ વિષે યોજના વિચારી રહી હતી એટલે મને બીજી પરિસ્થિતિ વિષે ખ્યાલ રહ્યો નહીં.”

પોતાની વાત પૂરી કરીને માહીના જવાબની રાહ જોયા વગર સેરાહ તરત રાજમહેલના મુખ્ય દ્વાર પાસે આવી. ત્યાં દેવિકા એક અશ્વની લગામ પકડીને સેરાહ પાસે લઈને આવી. એટલે સેરાહ કઈ બોલ્યા વગર તે અશ્વ પર સવાર થઈ ગઈ. ત્યારબાદ તે અશ્વ સીધો રાજપ્રસ્થના બંદરગાહ તરફ દોડવા લાગ્યો. દેવિકાને સેરાહનું આ પ્રકારનું વર્તન અજીબ લાગ્યું એટલે તે પણ બીજા અશ્વ પર સવાર થઈને સેરાહની પાછળ ગઈ.

જ્યારે ઝોયા આ બધાથી દૂર રાજમહેલની પાછળના ભાગમાં આવેલા સમુદ્રદેવના મંદિરમાં દેવી સરસ્વતી સાથે સાહિત્યની ચર્ચા કરી રહી હતી. ચર્ચાનો વિષય કર્મ અને કર્તવ્યમાં શું ફર્ક હોય છે ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED