I also want to write books and stories free download online pdf in Gujarati

મારે પણ લખવું છેં

હમણાં જ મારો મિત્ર મળ્યો, મને કહે કે ભાઈ તું matrubhumi.com પર વાર્તા લખે છેં એમાં હું બહુ inspire થવું છું, આ શોખ ક્યાંથી પેદા થયો, સિવિલ એન્જીનીયર અને પાછો waterproofing કરે છેં, આખો દિવસ મજૂર, કારીગરો સાથે વાતો કરવાની, બસ બોલ બોલ કરવાનું, સમય ક્યાંથી કાઢે ભાઈ, ક્યારથી ચાલુ કયુઁ,
Main જવાબ આપ્યો : Covid 19 આવ્યું ત્યારથી વાર્તા લખવાની ચાલુ કરી, બસ મારાં ના ઓળખતા મિત્રો સુધી તો પહોંચાડવી જ હતી. મૈ એને એક જવાબ
પણ
આપ્યો હતો-
Construction Site par :બોલવાની ભાષા
Architect sathe બોલવાની ભાષા
Client પાસે બોલવાની ભાષા
મજૂરો સાથે બોલવાની ભાષા
અને ઘરે આવિને પરિવાર ની ભાષા
પબ્લિક સાથે શાંતિ અથવા જગડા ની ભાષા
બોલો આટલી અલગ અલગ ભાષા મારે બોલવી પડે છેં.
આ બધું વિચારી શકો તો અને સાહિત્યિક ભાષા માં લખી શકો ને, આમેય covid 19 માં ઘરે શું કરવાનું? આ એક વિચાર લખવાનું ચાલુ કયુઁ


ઈચ્છા અનંત, આશા અપાર અને અપેક્ષા અનહદ
આશાનો એમાં વાંક નથી માનજો "મરીઝ"
એ કલ્પના હતી જે નિરાશા બની ગઈ.
માનવી ની જીવનયાત્રા ઇચ્છા ના આકાશમાં, આશાનું અજવાળું લઈને અપેક્ષિત મનથી સદૈવ વિહાર કરતી હોય છે, પરંતુ જયારે દીવા સ્વપ્ન વાસ્તવિકતાની કસોટી ઉપર ખરું નથી ઉતરતું ત્યારે હતાશા નો મન પ્રવેશ થાય છે. ઈશ્વરથી નારાજ થઈએ છીયે, પરિવારથી અને સમાજની સામે અણગમો વ્યક્ત કરીએ છીએ. આવે સમયે યાદ રાખવું કે જ્યારે આપણું ધારેલું ના થાય ત્યારે સમજવું કે ઈશ્વરનું સુધારેલું થાય છે.
મિત્રો, આપણું ગમતું ના થાય ત્યારે આજનો આનંદ ભૂલીને અફસોસ નું આવરણ પહેરી લઈ ને બિનજરૂરી દુઃખને આમંત્રણ આપીએ છીએ. જાણે કે સમય નું reservation હોય તેમ મોજ - મસ્તીને મુલતવી રાખીએ છીયે તે કદાપિ ઉચિત નથી, તેમાં ન તો સુખનો સ્વીકાર થાય છે કે ન તો દુઃખને સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. નિયમ એ છે કે સમય ખરાબ હોય ત્યારે મહેનત અને પુરુષાર્થ કરજો અને જયારે સમય સારો હોય ત્યારે બીજાને મદદ અને માર્ગદર્શન કરજો. આવી સેવા કરવાનો લાભ સૌભાગ્યશાળી ને જ મળે છે. કોઈને સ્મિત પ્રદાન કરવા નો, કોઈના આંસુ લૂછવાનું કે કોઈને સધિયારો આપવાનું ઉમદા કાર્ય પ્રભુ તમારે હાથે કરાવે છે. કોઈને ભેટ આપવી હોય તો વસ્તુ જ આપવી પડે તે જરૂરી નથી પરંતુ કોઈ વાર કોઈ વ્યક્તિને પ્રેમ, સન્માન અને લાગણી તો ખરા દિલથી પ્રદાન કરજો અને પછી જો જો કેવા અનેરા આનંદની અનુભૂતિ થાય છે. કયારેક એવા માણસો પણ મળે છે કે તેમના દિલમાં કેલ્ક્યુલેટર લગાવેલું હોય છે અને હંમેશા ગણતરી જ કરતા હોય છે કે કઈ વ્યક્તિથી મને કેટલો ફાયદો થશે. આવી વ્યક્તિ ના અભિગમ ને નજરઅંદાઝ કરજો અને ભૂલી જજો. આજના યુગ મા આપણી જાત ને નકારાત્મક અને નિરાશા થી ભરેલી વાતો થી દુર કરજો જેથી ઈર્ષા ના વાઇરસ પ્રગટ થાય નહી.
મિત્રો matrubharti. Com ના પ્લેટફોર્મ પર નાની વાર્તા લખી અને પ્રતિભાવો બહુ આવ્યા. સારા લેખકો એ આપણને like કયુઁ, પછી તો બસ વિદ્યા વાપરવાથી વધે એ સૂત્ર પર હજુ લખવાનૂ ચાલુ છેં.
મિત્રો, પરમ કૃપાળુ પરમેશ્વર કેવી સુંદર રીતે તમારા જીવનમાં એક એક દિવસનો ઉમેરો કરતા રહે છે !!!... તમારે તેની જરૂર છે એટલા માટે નહી પરંતુ બીજાને તમારી જરૂર છે એટલા માટે !!!

જીવનમાં ઈચ્છાના આકાશ,
અગણિત આશા અને બેહદ અપેક્ષા અકારણ નંદવાઈ ના જાય તે માટે સંયમિત સંતોષથી તેને સાચવી રાખજો. પ્રભુ એ જે મને આપ્યું છે તે શ્રેષ્ઠ જ છે અને તે માણવાની મને પૂરતી તક મળે તે જ મારા જીવનની સર્વોત્તમ પળ બની રહે. પુષ્પની સુવાસની અનુભૂતિ થાય અને કાંટા ના દુઃખની બુરાઈ મન પ્રવેશ ના કરે તો ચોક્કસ જીવનયાત્રા રૂપી ભવસાગર ને સફળતાપૂર્વક પાર કરવા સુખ અને સંતોષ રૂપી હલેસાં પ્રાપ્ત થાય છે. જીવનમાં હાસ્ય, મિત્ર, પ્રેમ, પરિવાર અને આનંદ ની નિશુલ્ક પ્રભુ પ્રસાદી મળી છે તે કેવી અદભૂત વાત છે. માટે કોઈના પણ આત્માને તમારા કારણે દુઃખના પહોંચે તેની તકેદારી રાખવી તેનું નામ ધર્મ છે, અને કોઈકનો આત્મા તમારા ભરોસે હૂંફ અનુભવે તેનું નામ કર્મ.... જીવનમાં એ જાણવું જરૂરી નથી કે કોણ તમારી આગળ છે, કારણકે તે જોવામાં ઈર્ષા નો જન્મ થશે. એ જાણવાની પણ જરૂર નથી કે કોણ તમારી પાછળ છે અને તમે આગળ છો, આ પરિસ્થિતિ અહંકાર નો ભાવ પ્રદાન કરશે.
એ જોવાની ચોક્કસ જરૂર છે કે તમારી સાથે કોણ છે અને એકમેક પ્રત્યે સથવારા ની લાગણી, પ્રેમ, હૂંફ અને એકતા નો ભાવ જીવન ને પુલકિત કરી દેશે. આશા, અપેક્ષા અને ઇચ્છા ને બદલે સાથ, સહારો, સહાનુભૂતિ અને સમજ નું પ્રાગટ્ય થશે.
આપ સૌ પરિવારજનો ના આશા, ઈચ્છા, અરમાન અને અપેક્ષા ની પ્રાપ્તિથી પરિવાર અને સમાજની સુખાકારી વધે તેવી પ્રભુ પ્રાર્થના.

ઉમર જેને થકાવી સકતી નથી,
ઠોકર જેને પાડી સકતી નથી,
જો જીતવાની જીદ હોય તો,
પરિસ્થિતિઓ હરાવી સકતી નથી
મિત્રો, સંદેહ અને શંકા મુસીબતો ના પહાડ નું નિર્માણ કરે છે, અને વિશ્વાસ જીવનમાં પહાડોમાં પણ રસ્તાનું નિર્માણ કરે છે. જીવન યાત્રામાં જરૂર છે ફકત વીરતા અને ધીરતા ની. માનવ જો સહનશીલતા નો ગુણ કેળવે તો તે ચોક્કસ સર્જનહાર બની શકે છે. સહનશીલતા મા ઉદારતા અને જતુ કરવાની ભાવનાનું પ્રાગટ્ય થાય છે. પોતે સહન કરી ને બીજાના મુખ ઉપર સ્મિત પ્રદાન કરવાનું અદભૂત અને અલૌકિક કાર્ય કરવામાં નિમિત્ત બને છે. સૌ જાણીએ છીએ કે કોઈ કાર્યમાં વળતરની અપેક્ષા કાયમ સંબંધમાં નડતર બનતી હોય છે. મોટા પર્વત કરતા પણ આપનો આત્મવિશ્વાસનું સ્થાન વધુ ઊંચું છે કારણકે જયારે તમે ટોપ ઉપર પહોંચો છો ત્યારે તે તમારી ભીતરમાં અને તમારા વશમાં હોય છે. જીવનમાં કદમ, કસમ અને કલમ હંમેશા સમજી વિચારીને ઉઠાવવા જેથી સફળતા મા કોઈ અંતરાય ના આવે. આજ કાલ લોકો વ્હાલ દિમાગમાં રાખે અને દગો દિલ માં રાખે છે.
મિત્રો, આંખ સંસારની બધી ચીજ જોઈ શકે છે, પણ આંખ મા જો કાઈ પડે તો તે જોઈ સકતી નથી, બસ એ જ રીતે માણસ બીજાના દુર્ગુણો જોવે છે, પણ પોતાની અંદર રહેલા દુર્ગુણો તેને દેખાતા નથી. બિલ ગેટ્સ સાચું કહે છે કે કોઈ સમસ્યા મોટી હોતી નથી, પણ આપણે વધુ પડતું વિચારીને અને મોટી બનાવી દઈએ છીએ.
એક વસ્તુ ચોક્કસ છે કે પુરાતન ભારતીય સંસ્કૃતિની સમાજ જીવન જીવવાની વ્યવસ્થા મા માન મર્યાદા, સેવાભાવ અને સહનશીલતા રાખવાના સંસ્કાર હતા અને તેને લીધે જ સમાજ વ્યવસ્થા આજે પણ અડીખમ છે. જીવનમાં કદાચ સમય સાથે ચાલી શકો નહીતો વાંધો નહી, પરંતુ સત્યની સાથે ચાલવાથી એકવાર સમય ચોક્કસ આપની સાથે ચાલશે.
મિત્રો, સર્જન કરવા સર્જક બનવું પડે અને સમર્પણ ને કેન્દ્રસ્થાને રાખવું પડે. સર્જનહાર બનવા માટે....શ્રી કૃષ્ણ ને આત્મસાત કરવા પડે અને તેને માટે એટલેકે કૃષ્ણ પ્રેમ પામવા માટે માતા યશોદાની આંખ બનવું પડે, રાધાનું હદય જોઈએ, અર્જુન જેવી ઋજુતા જોઈએ, દ્રોપદી જેવી શ્રદ્ધા જોઈએ. આમ ભક્તિની ભીનાશ શક્તિનો સ્ત્રોત બનશે.
આપ સૌ ઉત્તમ સર્જક બનીને સર્જનહાર બનો તેવી પ્રભુ પ્રાર્થના. તમે પણ લખો છો ને.
આશિષ શાહ
9825219458

બીજા રસપ્રદ વિકલ્પો