The Gift - 2 books and stories free download online pdf in Gujarati

ભેટ - ભાગ 2

'તુ હોસ્ટેલ જા સ્નેહ હુ હમણા આવુ છે.'
"આવી ગરમી મા ક્યાં ચાલ્યો,
બસ આવુ હમણાં કહીને મીત ચાલ્યો ગયો .
(સાંજ ના 8વાગે )
અરે યાર આ મિત નો ફોન પણ લાગતો નથી ને આ મેચ નો ટાઈમ થાય છે .સ્નેહ મિત ની રાહ જોતા જોતા હોસ્ટેલ ની લોબી મા આંટો મારે છે .
અરે તે મિત ને જોયો સ્નેહે ત્યા ઉભેલા અર્થ ને પુછ્યુ.ના નથી જોયો આટલુ સાંભરી ફરિ વિચારો ના વાવાઝોડા સાથે સ્નેહ આંટા મરવા લાગ્યો અચાનક શુ થયુ ? એને ને આમ કીધા વગર જાય નહી કોઇ દિવસ .
ચાલ સ્નેહ KKR ની બેટીંગ છે પ્રિયાંક નો અવાજ આવ્યો .
નથી જોવી ભાઇ સ્નેહ ને સહજતા થી જવાબ આપ્યો
કેમ મિત સાથે કઈ થયુ છે . ઍ હોસ્ટેલ ના ટેરેસ પર આંટા મારે છે ને તુ અહિયા .

એક પણ સેકંડ નો સમય બગડ્યા વગર સ્નેહ સીધો ટેરેસ પર પહોચ્યો
ને મિત ને જોઇ ગુસ્સાથી ગણુ બોલી ગયો .આખરે 24કલાક જોડે રહેતા મિત્રો ઍ અડધો દિવસ એક બીજા વગર કાઢ્યો હતો.
"શાંત રાતે દરિયા ની લહેરો ઉછળતી હોય તેમ મીત ના મન મા વિચારો નુ ચક્રવાત ચાલી રહ્યુ હતુ .

સ્નેહ ત્યા પહોચીને .....

ચાલ બોલ શુ વિચારી રહ્યો છે . આટલુ બધુ આજે ગોલા વાલા ને ત્યાથી તુ આવી રીતે ચાલ્યો ગયો .લાગે છે કઈક તો છે .જે આજે આપણને મેચ જોતા રોકવાનું છે .

હેપ્પી ... મિત એ તેનુ મૌન તોડ્યું.

હા સ્ટોપ કેમ થયો બોલતો જા ભાઈ આજે તારી જ કોમેન્ટ્રી સંભાળવાની છે .

અમે ધોરણ 11મા સાથે હતા .ક્લાસ ની નંબર 1સ્ટુડન્ટ હેપ્પી ,લગભગ મને યાદ છે ત્યા સુધી રિસેસ નો બેલ પડવાની હજુ વાર હતી તો પણ મે બેલ પાડીદીધો હતો ને કોઇ પકડે નહી એટલા માટે ત્યાથી ક્લાસરુમમાં ભાગ તો હતો. ત્યા અચાનક મારી ટક્કરહેપ્પી જોડે થઇ એ પણ વહેલા રિશેસ પુરી થઇ એટલે ઉતાવર મા ભાગતી હતી. પહેલા ઘણી વાર જોઇ હતી.એને મે પણ ત્યારે નજર મા કઈ જાદુ હોય તેમ અલગ જ નજરે એનુ ચિત્ર દેખાઇ રહ્યુ હતુ. પગ મા વાગ્યું હતુ માટે તેની વેદના થી બનેલા એના મોઢા ના ઍક્પ્રેસન , ઍ પગ સામે જોઇ રહી હતી ને એના સંપુર્ણ સૌંદર્ય વચ્ચે આવતા એના વાળ એને હાથ વડે દુર કર્યા.પ્રેમ મા પડવા સેજ ધક્કા ની જરુર હતી જાને ઍ ધક્કો આ ટક્કરે મારી દીધો હતો .એને મારી સામે જોયુ ને કઈ પણ બોલ્યા વગર ક્લાસ મા ગઇ .ત્યા સુધી તો બધુ જ બરોબર હતુ પણ જ્યારે ક્લાસ મા હુ ગયો ત્યારે એની ગુસ્સા ભરી નજર સાથે મારી પ્રેમ ભરી નજર ટકરાઇ ત્યારે સાચી કેમીસ્ટ્રી ની શરુઆત થઇ .પછી શુ હતુ વાગેલા ઍ ધક્કા ના વહેમ ને પ્રેમ સમજી ને મે રોમિયો બનવાની શરુઆત કરી દીધી હતી.એને સોરી બોલુ કે નહી એટલુ વિચારતા મે આખી રાત કાઢી.બીજે દિવસે ક્લાસ મા ગયો ત્યારે ઍ ક્લાસ મા એકલી બેથી હતી. મે એની સામે જોયુ ને એની નજર મારા તરફ આવી ત્યા મે મારુ બેગ મુકી ને બહાર નિકરી ગયો . બસ ત્યારે એવુ થયુ કે ઍ બહુ હોશિયાર છે એને કઈ ફરક નહી પડે ત્યા આપડો પ્રેમ નો અંત આવ્યો . પણ સરે આપેલા યુનિટ ટેસ્ટ ના માર્ક્સ મા અમે બંને સરખા હતા તો બંને ને ક્લાસ વચ્ચે ઉભા કર્યા ને ત્યારે એને આપેલી પ્રેમ ભરી સ્માઇલે મને ફરી ધક્કો મર્યો . એની જોવી .એના સ્કુલ આવવાના સમયે આવી જવુ. એક દિવસ ની સ્કુલ ની રજા હવે નતી ગમતી. સમય પસાર થતો ગયો ને લગભગ 12 મુ અડધુ થયુ ત્યા સુધી આ નિત્યક્રમ ચાલુ હતો .


અચાનક એક દિવસ ,બે દિવસ ,ત્રણ દિવસ ઍ સ્કુલ મા ના આવી .બે દિવસ સુધી એમ થયુ કે બહાર ક્યાક ગઈ હશે પણ ત્રીજા દિવસે મારી ધીરજ ખુટી .ને નક્કિ કર્યુ કે આજે તો ગેમ તેમ કરી ને પુછી લઈશ કોઇ ને કે કેમ નથી આવતી ઍ સ્કુલ .

ત્યા તો ક્લાસ ટીચરે પહેલા જ ક્લાસ મા કહ્યુ કે હેપ્પી ના પપ્પા ની બદલી થતાં તેને સ્કુલ બદલી છે તો એના પછીના રોલ નંબર એક નંબર ઉપર આવશે .


ચુપ કેમ થઈ ગયો ભાઇ આગળ બોલ
આગળ કઈ છે જ નહી. ના ક્યારેય મલ્યા ના વાતચિત કશુ જ નહીછતા પણ આજે ઍ નામં મારા મન મા એક વાવાઝોડુ લાવી દે છે . એના પછી મે ક્યારેય સંપર્ક કરવાનો કે કોઇ ને પૂછવાનો પ્રાયત્ન કર્યો નથી.

ગઈ યાર જવાદે છોડ ... સ્નેહ તેનો મુડ બગડતા બોલી ઉઠ્યો .
હા જવાદે ...મિત ને વળતો જવાબ આપ્યો .
અરે હેપ્પી ને નહી મેચ જવાદે આ kkr ની 3જી ગઈ . ને રહી વાત હેપ્પી ની તો આ પેપર પત્યા છે તો નવરાજ છિયે ભાઇ facebook પર ક્યાક શોધી કાઢીશું . 2દિવસ પછી તારો બર્થ ડે છે .સમજી લે એને શોધી કાઢીશ ને ઍ મારી ગિફ્ટ હશે.

હસતા હસતા મિત બોલ્યો ભુખ લાગી છે ચાલ બહાર ક્યાક જમી આવીએ .હા ભાઇ આ હેપ્પી ના ચક્કર મા હુંય જમ્યૉ નથી. સ્નેહ ને મિતના હાસ્ય મા એનુ હાસ્ય ઉમેર્યુ .

સ્નેહ હેપ્પી ને શોધવા માટે facebook મા બધી હેપ્પી ની પ્રોફાઇલ ચેક કરતો હતો . પ્રોફાઇલ પિક્ચર મિત ને બતાવે પુછે આછે.

મિતે કહ્યુ ભાઇ રેવા દે એમ ના મલે તે શોધ્યું એમા જ મારી ગિફ્ટ આવી ગઇ .


2 દિવસ પછી .......


મીત યાર બહુ શોધ્યું પણ ના મલી યાર .તારી ગિફ્ટ ના મલી.
મિત સેજ પણ નવાઇ પામ્યા વગર તુ પાર્ટી ની મજા ના બગાડ યાર આ હોસ્ટેલ ના છોકરાઓ ને પાર્ટી આપવાની છે . લે આ પૈસા ને તુ થોડુ કોલ્ડડ્રીંક્સ લઇ આવ જોડે નાસ્તા મા કઈક લેતો આવજે .આ ભુખ્ખડો એમ છોડવાના નથી .ને ખુટે તૂ તારા પૈસા ઉમેરી ને લાવ્જે પાછો .હોસ્ટેલ ના રૂમ મા સ્પિકર પર ગીત વાગતા હતા . બધા ફ્રેન્ડસ મસ્તી મા હતા. વાત વાત મા કોઇ ને ભાન ન રહ્યુ કે સમય ક્યા ગયો .ત્યા અચાનક એક ફ્રેન્ડ બોલ્યો આલ્યા આ સ્નેહ ને ના મોકલાય યાર ક્યા ગયો છે શી ખબર યાર 12વાગવા આવી ગયા છે .

હા હા આવતો જ હશે. થોડી રાહ જો .

હવે 12વાગવા મા માત્ર 10મિનિટ બાકી હતી બધા મિત્રો મસ્તી ના મુડ મા હતા. મિત ને થયુ કે લાવ ફોન કરી ને પુછી જોવું કેટલી વાર છે હજુ. ત્યા બધા ની ધીરજ ખુટી. હા પૂછ જે 100%ગરમ નાસ્તા ના ચક્કર મા 12વાગડશે . મિત ને સ્પિકર બંધ કર્યુ.ને મોબાઇલ મા જોયુ તો સ્નેહ ના 4missed call હતા. મિતે ને ફોન કર્યો ને પુછ્યુ કે શુ છે લા ક્યા છે હજુ . એટલા મા સામેથી જવાબ આવ્યો તમારો મિત્ર VS હોસ્પિટલ મા છે ઇમરજન્સી વોર્ડ મા હુ નર્સ વાત કરૂ છુએમનો એક્સીડન્ટ થયો છે. એમને તમારો જ નંબર કઢી આપ્યો હતો એટલે બીજાકોઇ ને કોલ કર્યો નથી. તમે આવી જાઓ. મિતે બધાને કહ્યુ ને તરત જ હોસ્પિટલ પહોચ્યો. ફેક્ચર ના કારણે અલગ વોર્ડ મા રાખવામા આવ્યો છે .રૂમ નંબર 45મા જાઓ .મિત ત્યા પહોચ્યો ને અચાનક એકી સ્વાસે પુછવા લાગ્યો.

સ્નેહ હસતા મોઢે કહ્યુ કઇ વધારે નથી વાગ્યું એક ફેક્ચર છે કાર ટક્કર મારી ગઈ એમને મને હોસ્પિટલ મુક્યો . યાર આ ચક્કર મા તારો બર્થડે બગડ્યો તારા માટે ગિફ્ટ લાવ્યો ઍ પણ તુટી ગઈ .

છોડ ને બર્થ ડે ને યાર તારી હાલત જો .મિત ચિંતા મા હતો .ત્યા નર્સ આવી ને મિત ને કહ્યુ કે જાઓ આ ઇંજેક્શન લઇ આવો હમના ડોકટર આવશે ચેકીંગમા એટલે માગશે .મિત મેડીકલ મા ગયો.

ડોક્ટર ચેક કરી રહ્યા હતા ત્યા કહ્યુ .કોઇ ઇન્જેક્શન લાવ્યું છે .નર્સ ને કહ્યુ બસ આવતા જ હશે. એટલા મા મિત ને નર્સ ને ઇંજેક્શન આપ્યુ ને સ્નેહ ની સામે જોતો સાઇડ મા ઉભો રહ્યો . ડોક્ટરે ઇન્જેક્શન આપ્યા પછી . મિત સામે જોયુ ને થોડુ વિચારી ને બોલ્યા .


તમે મિત છો .

હા મિત ને ડોક્ટર સામે જોઇ ને કહ્યુ તમે મને કઈ રીતે ઓળખો છો?

ડોક્ટરે તેમના ચહેરા પર પહેરેલું માસ્ક ઉતાર્યુ.

હેપ્પી .. મિત શોક થઇ ને બોલ્યો .

હજુ ઓળખે છે .એમ ને હેપ્પી સ્માઇલ સાથે જવાબ આપ્યો .

તુ અહી ... ??

હા મારુ MBBS પુરુ થયુ ને ટ્રેનિંગ છે અહિયા . આ તારો મિત્ર છે .બચી ગયો છે . આરામ કરવાની જરુર છે .ચિંતા ના કર હુ બીજા પેશન્ટ ને ચેક કરી ને અહી જ આવુ છુ.

મિત ને સ્નેહ એક બીજા સામે જોઇ ને હસ્યા ને મિત બોલ્યો

વાહ ગિફ્ટ તો તારી જ .....

બીજા રસપ્રદ વિકલ્પો