રુદ્રની રુહી... - ભાગ - 87 Rinku shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રુદ્રની રુહી... - ભાગ - 87


રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -87

રુહી ઊભી થઇ અને રુચિ પાસે ગઇ રુચિ રસોડામાં કામ કરી રહી હતી.કાકીમાઁ તેને છુપાઇને જોઇ રહ્યા હતા.રુચિ માટે રસોડાનું અને ઘરનું કામ ખુબ જ અઘરું હતું.
"કાકીમાઁ,આમ શું જોવો છો?"રુહીએ પુછ્યું.
"જોને કેટલો પ્રેમ કરે છે મારા શોર્યને કે તેના માટે તે એ બધું કરવા તૈયાર થઇ કે જે તે ક્યારેય ના કરતી."કાકીમાઁની આંખો ભરાઇ ગઇ આટલું બોલતા.
"કાકીમાઁ,સમય આવી ગયો છે કે તેને શોર્યની સચ્ચાઈ જાણવા મળે."રુહી બોલી.
"ના,એવું ના કર રુહી.હું તારા આગળ હાથ જોડું બેટા.તેને ખબર પડશે તો તે જતી રહેશે શોર્યને છોડીને."કાકીમાઁ બોલ્યા
"નહીં જાય,ક્યાંય નહીં જાય.જીવનમાં પહેલી વાર તેને સાચો પ્રેમ થયો છે કાકીમાઁ અને તેને નિભાવવા અને પોતાના પ્રેમને સાચા રસ્તે લાવવા તે કઇપણ કરી શકે એમ છે."રુહીએ કહ્યું.
"અને અગર એમ ના થયું તો?"કાકીમાઁ ડરીને બોલ્યા.
"એવું નહીં થાય શોર્યને સાચા રસ્તે લાવી શકે એવી એકજ વ્યક્તિ છે અને તે રુચિ છે.ચિંતા ના કરો.તમારા રુદ્ર અને રુહી તમારા શોર્ય અને રુચિને સાચા રસ્તે લાવીને સારા માણસો બનાવીને જ જપશે.આ મારું વચન છે તમને."આટલું કહીને રુહી રસોડામાં ગઇ કાકીમાઁ તેમને સંતાઇને સાંભળી રહ્યા હતા.રુહીએ હળદરવાળું દુધ બનાવ્યું અને બે ગ્લાસમાં ભરીને રુચિને આપ્યું.રુચિ અને રુહી લગભગ એકબીજા સાથે વાત કરવાનું ટાળતા,રુચિ રુહી અને રુદ્રની આભારી હતી પણ તે આભાર જતાવવા તેને તેનું ઘમંડ નડતું હતું.

"રુચિ,આ લે આ હળદરવાળું દુધ એક તારામાટે અને એક તારા પતિ માટે."કડક સતાવાહી અવાજમાં રુહી બોલી જે રુચિને ના ગમ્યું.
"તું શેની મને ઓર્ડર કરે છે?"રુચિ ગુસ્સા સાથે બોલી.
"જેઠાણી છું તારી.રુચિ,મને એમ હતું કે તું ખુબ જ સ્માર્ટ અને ઈન્ટેલિજન્ટ છે પણ એવું નથી.

બિઝનેસના મોટા મોટા ડિસીઝન વિચારી વિચારીને લેતી તું જીવનનો આટલો મોટો નિર્ણય આમ જ વિચાર્યા કે તપાસ કર્યા વગર લઇ લે."રુહી બોલી.

"કહેવા શું માંગે છે?"રુચિ બોલી.

"તું જે શોર્ય માટે બધું જ છોડીને ભાગીને આવી,તે શોર્ય વિશે તું શું જાણે છે?તેના ચારિત્ર વિશે ,તેના કામ વિશે કે તેના સ્વભાવ વિશે."રુહી બોલી.
"જે કહેવું હોય તે સીધેસીધું કહે ગોળગોળ વાતો ના કર."રુચિ અકળાઈ ગઇ.
"તારો શોર્ય એક નંબરનો ચારિત્રહીન,લંપટ,લાલચી અને કપટી પુરુષ છે.તને ખબર છે તેણે મારી ઇજ્જત લુંટવાની કોશીશ કરી હતી,મને કિડનેપ કરી હતી.તે સિવાય પણ ઘણીબધી છોકરીઓને તેણે છેડતી કરી હશે.પુરા હરિદ્વારમાં તેના ચર્ચા છે."રુહી બોલી

"મને ખબર છે કે આ બધું તું મારા અને શોર્યના સંબંધમાં ખટરાગ લાવવા કહે છે."રુચિ બોલી.
"વિશ્વાસ ના આવતો હોય તો તેના પગે ગોળી વાગવાનો નિશાન છે જોઇ લેજે.તે ગોળી મેજ મારી હતી અને છતાપણ વિશ્વાસ ના આવે તો ચલ લાઇવ ડેમો દેખાડી દઉં."આટલું કહીને રુહીએ રુચિના હાથમાંથી દુધના ગ્લાસ વાળી ટ્રે લીધી અને રુચિ -શોર્યના બેડરૂમમાં ગઇ.રુચિ છુપાઇને બહાર ઊભી રહી જ્યારે રુહી અંદર ગઇ તે ટ્રે લઇને.રુહીને પોતાના રૂમમાં જોઇને શોર્યના ચહેરા પર ચમક અને સ્માઇલ આવી ગઇ જે રુચિ અને રુહી જાણી ગયાં.
"શોર્ય આ તારા અને રુચિ માટે હળદરવાળું દુધ છે."ટ્રે મુકીને રુહી જતી હતી ત્યાં માંડમાંડ ઊભી થયેલો શોર્યે રુહીનો હાથ પકડી લીધો.
"રુહી,શું વાત છે આજે તો રુદ્રનો ચાઁદ મારા બેડરૂમમાં આવ્યો.હાય.તમને ખબર છે અહીં રહેવાની વાત આવી ત્યારથી હું ખુબજ એક્સાઇટેડ હતો ખબર છે કેમ? કે રોજ તમારો સુંદર ચહેરો જોવા મળશે."શોર્ય બોલ્યો અને રુચિ આઘાત પામી.
"શોર્ય લાગે છે પગે ગોળી વાગી હતી તે ભુલી ગયો ફરીથી ગોળી મારીને યાદ દેવડાવું કે રુદ્રને બોલાવું?"રુહી આટલું કહીને બહાર ગઇ.અહીં રુચિ ટેરેસ પર જઇને રડી રહી હતી.તે આદિત્ય અને રુહીના લગ્નજીવનમાં એક સમયે બીજી સ્ત્રી બની હતી.આજે પોતાના પતિને અન્ય સ્ત્રી પાછળ પાગલ જોઇને તેને અસહ્ય પીડા થઇ.રુહીએ આવીને તેના ખભે હાથ મુક્યો.
"જોયું રુચિ?કેવું લાગ્યું ? જ્યારે તમારા પતિના હ્રદયમાં કોઇ અન્ય સ્ત્રી છે તે જાણીને કેવી લાગણી અનુભવાઇ?"રુહી બોલી.

"તું અહીંયા મારી તકલીફમાં વધારો કરવા આવી હોય તો જતી રહે."રુચિ રડતા રડતા બોલી.
"ના,જો મને ના તો તારી તકલીફથી કે ના તારી ખુશીથી કઇ ફરક પડે છે.મને ફરક પડે છે તો કાકીમાઁની ખુશીથી.અહીંથી પાછી જઇશ શોર્યને છોડીને તો તારા પિતા તને ફરીથી આદિત્યના ગળે જ વડગાળશે.તને એમ લાગશે કે મારા પપ્પાએ તો આદિત્યને જેલ મોકલ્યો તો તે કેમ તેની સાથે મારા લગ્ન કરાવે?

તારા પિતા સ્વાર્થી છે તે આદિત્યની કોઇ વાતથી પરેશાન છે શું છે તે મને નથી ખબર અને તે વાતનો બદલો લેવા તેમણે આદિત્યને જેલ મોકલ્યો.હવે તારી પાસે બે રસ્તા છે કે એક તો તું જે પરિસ્થિતિ છે તેને સ્વિકારીને શોર્યનો સ્વભાવ સહન કરીને રહે અથવા શોર્યનો સ્વભાવ તારા પ્રેમ અને સમર્પણથી બદલ."રુહી બોલી

રુચિ સ્તબ્ધ હાલતમાં,આંસુઓથી ભરેલી આંખો સાથે તેને જોઇ રહી હતી.રુહી ત્યાંથી જતી હતી જતાંજતાં અટકી અને બોલી,
"અને હા રુચિ તે જે મારી સાથે ભુતકાળમાં કર્યું તે હું ભુલી નથી તો મારી તરફથી કોઇ મદદની આશા ના રાખતી."

આટલું કહીને રુહી પોતાના બેડરૂમમાં જતી રહી,જ્યાં રુદ્ર તેની રાહ જોઈને ઊભો હતો.રુહીએ તેને બધું જ જણાવ્યું.

"હમ્મ, હવે જલ્દી જ બધું ઠીક થઇ જશે."રુદ્ર બોલ્યો.
"હા આદિત્યને તેના કર્યાની સજા મળી ગઇ અને શોર્ય અને રુચિ પણ જલ્દી જ સુધરી જશે.બસ એક વાત છોડીને તમારા અને કાકાસાહેબની વચ્ચેની દુશ્મનાવટને છોડીને રુદ્રમે આજસુધી ક્યારેય તમને નથી પુછ્યું મારે જાણવું છે કે શું બન્યું હતું
ભુતકાળમાં"રુહીની આ વાતથી રુદ્ર થોડો ગંભીર થઇ ગયો પણ તે બોલ્યો,
"સ્વિટહાર્ટ,ફરી ક્યારેક અત્યારે તો આરામ કરવાની જરૂર છે તારે." કહી રુદ્રએ રુહીને પલંગ પર સુવડાવી.રુહી ઊભી થઇને રુદ્રને પાછળથી ગળે લાગી ગઇ.

"સ્વિટહાર્ટ,તને રોમાન્સ સુજે છે સુઇ જા તારી તબિયત ખરાબ છે."રુદ્રએ રુહીના હાથ છોડાવતા કહ્યું.
"કેવા કઠોર છો તમે.આટલી સુંદર તમારી પત્ની તમને ગળે લાગે છેને તમે આમ સાવ આવું કરો છો."રુહી થોડી નારાજગી જતાવતા બોલી.
રુદ્રને રુહીની આ નારાજગી પણ ગમી રહી હતી પણ અત્યારે તેને તેની તબિયતની વધારે ચિંતા હતી.
"આરુહ,ડરી ગયેલોહતો હું તેને અહીં આપણી જોડે લઇને આવું."આટલું કહીને રુદ્ર રુહી સામે હસીને જતો રહ્યો.
"રુદ્રાક્ષ સિંહ,વેરી સ્માર્ટ પણ આ સ્માર્ટનેસ તમને ભારે પડશે."રુહી મોઢું ચઢાવતી સુઇ ગઇ.

અભિરિ

રુદ્ર અને રુહીના ફોન મુક્યા પછી પણ થોડીવાર સુધી બધાં ખુબ જ સ્તબ્ધ હતા.આદિત્ય આટલી હદ સુધી નીચ કામ કરી શકે તે શ્યામ ત્રિવેદી અને રાધિકાબેન માની નહતા શકતા.

"સર,તમે ચિંતા ના કરો પહેલાની વાત અલગ હતી હવે રુહીની સાથે રુદ્ર છે અને તે બન્ને અેક અલગ જ શક્તિ બની જાય છે જ્યારે તે એકસાથે હોય છે.આદિત્ય જેલમાં છે અને તે હવે બહાર નહીં નિકળી શકે"અભિષેકની વાતોએ તેમની પર અસર કરી હતી અને હવે તે સામાન્ય હતાં.રુચિ અને શોર્યના લગ્ને પણ તેમને થોડી ચિંતા કરાવી હતી પણ તે વાત અભિષેકે સંભાળી લીધી.

તેમના ગયા પછી અભિષેક અને રિતુ બાલ્કનીમાં બેસેલા હતા.અભિષેકે રિતુને પોતાની નજીક ખેંચી રિતુ આજે અભિષેકે જે રીતે પરિસ્થિતિ સંભાળી તે જોઇને ખુશ હતી.રિતુએ પોતાનું માથું અભિષેકના ખભે ઢાળેલું હતું.

"રિતુ,એક વાત કહેવી હતી.તું પ્લીઝ આ લોકોની વાતોને ફરીથી મન પર લઇને દુખી ના થતી અને પુરા દિવસ તેના વિશે વિચાર્યા ના કરતી.રિતુ તું કઇંક કામ કરને જેમા તારું મન લાગેલું રહે."અભિષેકે કહ્યું.
"અભિષેક,તું ચિંતા ના કર,હું નહીં વિચારું અને રહી વાત કામની તો મે અત્યાર સુધી બહુ કામ કર્યું હવે મારે આરામ કરવો છે મારી ગમતી બુક્સ વાંચવી છે,ગમતા મુવીઝ જોવા છે, સંગીત સાંભળવું છે અને તારું ધ્યાન રાખવું છે."રિતુ હસીને બોલી.

"અચ્છા,તો મેડમ એક હાઉસવાઇફ બનવા માંગે છે.એ પણ સારું છે.વાઇફી,આ ટેમ્પરરી બેડરૂમ ટેમ્પરરી જ રહેવો જોઇએ હો.કાયમની વસવાટ ના કરી લેતી ત્યાં."અભિષેક શરારતી હાસ્ય સાથે બોલ્યો તેણે પોતાનો હાથ રિતુની કમર પર મુકી દીધો.
"અભિષેક,બિહેવ યોર સેલ્ફ.બધું ધીમેધીમે થાય.આટલું ફાસ્ટ કશુંજ ના થાય.ગીવ મી સમ ટાઇમ."રિતુએ તેના વાળમાં પોતાના આંગળા ફેરવતા કહ્યું.
"તું આવું કરીશ તો હું બીહેવ કેવીરીતે કરીશ."અભિષેક રિતુને કિસ કરવાની કોશીશ કરતો હતો પણ રિતુના દિમાગમાં વારંવાર તે જ બધાં વિચારો આવી ગયા તેણે તેને દુર ધકેલ્યો.
"અભિષેક,પ્લીઝ ગીવ મી સમ ટાઇમ.ગુડ નાઇટ."આટલું કહીને રિતુ જતી રહી અભિષેક થોડી નારાજગીથી તેને જોતો રહ્યો.તે વારંવાર રિતુને સમજાવતો હતો પણ હજી રિતુ ત્યાં જ હતી જ્યાંથી તેમનો સંબંધ શરૂ થયો હતો.તે આગળ વધવાનું નામ જ નહતી લેતી.

લગભગ એકાદ અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો.હરિદ્વાર પોલીસે આદિત્યને હરિદ્વાર જેલમાં શિફ્ટ કરી દીધો હતો અને હરિદ્વાર પોલીસે આદિત્યને ત્યાં કોર્ટમાં રજુ કરી દીધો હતો અને તેમને દસ દિવસના રિમાન્ડ મળી ગયા હતા.આદિત્યે પોતાનો ગુનો સ્વિકારવાથી ઇનકાર કરી દીધો હતો.પોલીસ રિમાન્ડમાં આદિત્યને થર્ડ ડિગ્રી ટોર્ચર આપવામાં આવી રહ્યું હતું જે સહન કરવું તેના માટે અશક્ય હતું.છતાપણ ગમે તેમ કરીને તે આ બધું સહન કરી રહ્યો હતો.

તેણે મિ.કુમાર વાળો ઓર્ડર અને તેના રૂપિયા તેના પિતાને આપીને તે ઓર્ડર પુરો કરાવવા કહ્યું.પિયુષભાઈ આદિત્યથી સખત નારાજ હતા પણ પોતાની દુકાનની શાખ બચાવવા તે આ કરવા તૈયાર હતા.તેમણે આદિત્ય માટે વકીલ રોકવાની ના પાડી દીધી.તે વીડિયો જોયા પછી તે આદિત્યને સજા મળે તેની તરફેણમાં હતાં.

આજે આદિત્યના રિમાન્ડના દસ દિવસના રિમાન્ડ પુરા થયા,પોલીસ આદિત્યને રિઢા ગુનેગારોની જેમ થર્ડ ડિગ્રીતો ના આપી શકી કેમ કે આદિત્ય કોઇ મોટો ક્રીમીનલ નહતો.આદિત્યના સમાચાર પુરા મુંબઇમાં અને હરિદ્વારમાં ફેલાઇ ગયા હતા.આદિત્યના પરિવારને ખાસી બદનામી વહોરવી પડી હતી.આજે આદિત્યને હરિદ્વારમાં સેન્ટ્રલ જેલ શિફ્ટ કરવાના હતા.

શું રુચિ હેત ગજરાલ પાસે પાછી જશે,ચુપચાપ સહન કરશે કે શોર્ય સાથે ઝગડો કરશે?રિતુનો આ ડર અને મગજમાં ચાલતા સતત વિચારો શું તેમની વચ્ચે દુરી લાવશે?આદિત્ય શું કરશે હવે રુદ્રહી સાથે બદલો લેવા?

જાણવા વાંચતા રહો.

રેટ કરો અને રિવ્યુ આપો

maya shelat

maya shelat 3 માસ પહેલા

Chetna Jack Kathiriya

Chetna Jack Kathiriya 1 વર્ષ પહેલા

Bhimji

Bhimji 1 વર્ષ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 1 વર્ષ પહેલા

Kaj Tailor

Kaj Tailor 1 વર્ષ પહેલા