Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કૂલ ટાઇમ ની લવ સ્ટોરી - 2

દિશા, હિરલ અને વિરલ ત્રણેય એક જ ટ્યુશન માં જતા હતા એટલે ધીરે ધીરે હિરલ ને વિરલ ની દોસ્તી પણ દિશા અને વિરલ જેવી ગાઢ બનવા લાગી હતી.તેમના ટ્યુશન માં તરલ કરીને એક છોકરો આવતો હતો એ પણ તેમનો ખાસ મિત્ર ચારેય ને બહુ જ બને . રોજ સાથે સ્કૂલ જવાનું, રિસેસ માં મસ્તી કરવાની એક બીજા ને પરેશાન કરવાના, સાથે ટ્યુશન જવાનું ને સાથે જ રમતા રમતા પાછા આવવાનું એ એમનું રૂટિન બની ગયું હતું.
એકાદ બે મહિના ગયા ને એમની પરિક્ષા આવી ગઇ.બધા સાથે બેસીને વાંચતા એકબીજાને ના આવડે તો શીખવાડતા.પરિક્ષા આપીને બહાર આવી પેપર સૉલ્વ કરતા.બીજાને વધારે આવડ્યું હોય તો ઝઘડતા કે કાલે કેમ કીધું નહીં કે આ પણ Imp. છે.
સમય પસાર થતા વાર જ ના લાગી ને તેમનું ધોરણ 8 અને 9 બંને પૂરા થયા.હવે ધોરણ 10 એટલે એક્ઝામ નો હાઉ દરેક ના મગજ પર સવાર હતો ચારેય હોશિયાર હતા એટલે ઘરથી પણ થોડું વધારે પ્રેશર "દશમાં ની શરૂઆત થી જ સારી મહેનત કરજો એટલે છેલ્લે તકલીફ ના પડે" આવું બધાના ઘરે સાંભળવા મળતું અને ચારેય સારી મહેનત પણ કરતા.
દશમું હોય એટલે ટ્યુશન ના ટાઇમ પણ વધી ગયા હતા સવારે 5:30 ના ટ્યુશન હોતું. દિશા અને હિરલ ગમે તે ટાઇમ હોય હંમેશા સાથે જ ટ્યુશન જતા પરંતુ હવે સમય વહેલો હતો અને અંધારું પણ હોતું એટલે તરલ અને વિરલ બંને સમજીને સહેલીઓની રાહ જોઈ ને પછી સાથે જ જતા. ધીમે ધીમે તેમની મસ્તી થોડી maturity માં પરિવર્તિત થઇ રહી હતી છતાં એકબીજાને હેરાન કરવાની આદતો હજુ ગઇ નહોંતી.
હિરલ ને વંદા, ગરોળી , કરોળિયા થી બહુ બીક લાગે અરે પરિક્ષા થી પણ એટલી ડરે કે ના પૂછો વાત.એકવાર હિરલે સરને સવાલ કર્યો કે "સર! નોર્મલ એક્ઝામ આને બોર્ડ એક્ઝામ માં શું ફરક હોય?" સર જવાબ આપે તે પહેલા વિરલે હિરલ ની ખેંચવા કીધું " બોર્ડ એક્ઝામ એટલે ક્લાસ માં સામે બોર્ડ હોય ને આપડે એને જોઇને એક્ઝામ આપવાની હા..હા..હા..." બધા હસવા લાગ્યા. તરલ, વિરલ, મિતાલી, દિશા કોઇ હિરલ ને પજવવાનો મોકો છોડતા નઇ.
એકવાર તો હદપાર ની મજાક મસ્તી થઇ ગયેલી હિરલનો જન્મદિવસ હતો ને સવારે બધા ટ્યુશન માં પહોચ્યા હતા જેવી હિરલ સીડી ચડવા જતી હતી કે વિરલે ઉપર થી તેના પર રબરની ગરોળી ફેંકી ને હિરલે તો બૂમાબૂમ કરી મૂકી આજુબાજુના લોકો દોડી આવ્યા.
વિરલ ને હિરલ સાથે મસ્તી કરવાનું બહુ ગમતું કારણ કે તેના મનમાં હિરલ માટે એકતરફી પ્રેમ ગણો કે પછી આકર્ષણ હતું તે સમય નો love એટલે કે Infatuation હતું.તે હિરલ સાથે વધુ ને વધુ સમય વિતાવવાના બહાનાં જ શોધતો . પરંતુ સારી દોસ્તી ના લીધે તેના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે અચકાતો હતો.તેને ડર હતો કે જો તે હિરલ ને આ વાત કહેશે તો કદાચ દોસ્તી પણ તૂટી જશે પછી સાવ દૂર થઈ જશું .આ ડરથી તેણે ક્યારેય હિરલ ને કીધું જ નહીં જેમ ચાલતું હતું તેમ ચાલવા દીધું. વિરલ દરરોજ હિરલ ની સ્કૂલ ટ્યુશન માં રાહ જોતો તેના સ્મિત ની એક ઝલક થી મનોમન ખૂબ હરખાતો ટ્યુશન માં તેની પાસે બેસવા પ્રશ્ન શીખવા ના બહાના બનાવતો વગેરે... વગેરે...આ બધું જ તરલ જાણતો હતો.
સમય જતાં કયા વાર લાગે છે તેમની બોર્ડ એક્ઝામ આવી ગઇ ને બધા ભણવામાં મશગૂલ થઈ ગયા.બધાને એકંદરે રિઝલ્ટ પણ સારું આવ્યું હતું. થોડા આગળ પાછળ માર્ક્સ હોવાના લીધે દિશા ને સારી સ્કુલમાં એડમિશન મલ્યું ને તરલ, વિરલ ને હિરલ અલગ સ્કૂલમાં એડમિશન મલ્યું. બધાંએ સાયન્સ લીધું એટલે ભણવાનો લોડ ઓર વધી ગયો. ચારેય ને હવે પહેલા ની જેમ આખો દિવસ સાથે રહેવાના બદલે અઠવાડિયે માંડ એકાદ કલાક મળવાનું થતું. તરલ, વિરલ ને હિરલ એક સ્કૂલ માં હતા એટલે તેમને થોડો સમય સાથે રહેવા મળતું પરંતુ દિશા અલગ પડી ગઈ હતી.બધા પોતાના માં વ્યસ્ત થઈ ગયા હતા.
સેમિસ્ટર 1 પૂરું થયું 2 પણ પતી ગયું સેમિસ્ટર 3 ની શરૂઆત થઈ હતી ને એક દિવસ અચાનક જ વિરલ ને થયું હવે એક જ વર્ષ છે પછી તો બધા કૉલેજમાં જતા રહેશે અત્યારે જેટલું મળીએ છીએ એટલું પણ મળવા નહીં મળે "મારે હવે હિરલ ને મારા મનની વાત કેવી જોઇએ એ ના પાડશે તો હું એને કહીશ કે આપણે દોસ્ત પહેલાં છીએ એટલે તું મારું Proposal reject કરી શકે છે પણ Friendship reject ના કરતી." આમ વિચાર્યા મુજબની વાત તેણે હિંમત કરી હિરલ ને જણાવી દીધી.હિરલ સાંભળી ને થોડી વાર ચોંકી ઉઠી એને વિરલ ને કહ્યું " આપણે દોસ્ત છીએ ને આપણી દોસ્તી માં બીજું કંઈ વચ્ચે ના લાવ"." હિરલ! તને વિચારવા માટે સમય જોઈતો હોય તો તું શાંતિથી અઠવાડિયા પછી મને વિચારી ને જવાબ આપજે" એમ કહીને તેણે ચાલતી પકડી ને બીજી બાજુ હિરલ ના મનમાં ગડમથલ ચાલું થઇ.
આમતો હિરલ બધીજ વાતો દિશા સાથે શૅર કરે પરંતુ આ વાત તેણે દિશાથી છુપાવી અને અઠવાડિયા પછી બહું વિચાર્યા બાદ વિરલ ને હા પાડી. પછી શરુ થઇ તેમની લવ સ્ટોરી જે હંમેશા એકબીજાને ખૂબ હેરાન કરતા તેમના સર બંને ને કહેતા " તમારા (વિરલ આને હિરલ) માં એક તાઇફુ છે તો બીજો ત્સુનામી બંને વાવાઝોડા જેવા છો". પરંતુ હવે આ બે વિસર્જન કરવાવાળા તેમની લવ સ્ટોરી નું સર્જન કરવા જઈ રહ્યા હતા. સ્કૂલ ટાઇમ પછી છુપાઇ છુપાઇને મળતા , વાતો કરતા પણ હવે તેમની વાતો થોડી બદલાઈ ગઈ હતી.બંને એકબીજા ની સંભાળ રાખવામાં ને સંગાથ રહેવામાં એટલા તે ખોવાઇ જતા કે ભણતર ની ભાળ રાખવાનું ભૂલી જતા હતા. જેની માઠી અસર તેમના રિઝલ્ટ પર પડી.
રિઝલ્ટ ના લીધે તેમની સ્ટોરી ની જાણ બંને ના ઘરે થઇ ગઇ હતી. ઓછા માર્ક્સ ના લીધે એકેય ને સારી કૉલેજમાં એડમિશન મળ્યું નહીં બેઉ અલગ અલગ કૉલેજમાં ભણવા લાગ્યા.તેઓ જેને love માંની રહ્યા હતા તે તેમનું attraction , Infatuation હતું તે બંને ને સમજાઈ ગયું હતું. તેમને માત્ર એકબીજા પ્રત્યે આકર્ષણ હતું તેમના ભવિષ્ય ની કે વર્તમાન ની બંને માંથી એક ને પણ ચિંતા નહોતી. હવે એકબીજા થી દૂર થયા બાદ તેઓ માત્ર ને માત્ર સામાન્ય મિત્ર બની રહી ગયા હતા.જે ખાલી ક્યારેક સામે ધકી જાય તો તેમની પહેલા ની મિત્રતા ના નાતે નાનકડું સ્મિત આપી દેતા હતા.
બંનેની કૉલેજ પૂરી થતાં બેઉ પોત પોતાના રસ્તે નીકળી પડ્યા હતા. ભૂતકાળ ને ભૂલીને બંને એ તેમના જીવનસાથી શોધી લીધા હતા અને તેમની સાથે તેઓ ખૂબ ખુશ પણ હતા. કારણકે હવે તે Love અને Infatuation વચ્ચે ફરક સમજતા હતા.
હવે તેમની ઓળખાણ , એકબીજા સાથે વાતચીત બધું માત્ર એક અધૂરા સ્મિત સુધી સિમિત રહી ગયું છે...