આજ આંતરરાષ્ટીય મહીલા દિવસ છે. સવારથી વોટસપમાં આવતા મેસેજો વાંચતા તો મનમા વીચારોનો ઉભરો ગેસ ઉપર ગરમ કરવા મૂકેલું દૂધ ઉભરાય એમ ઉભરાવા લાગ્યો, પણ દુધ ઉભરાતા જેમ ગેસની આજુબાજુ ઢોળાય અને સમ્મ્મ્..... અવાજ સાથે બળી જાય અને બળ્યાની વાસ આવવા લાગે, એમજ મારા વીચારો ઉભરાઇ અને બળી ગયા. અને બળેલા વીચારો કાગળ પર પડી સમ્મ્મ્ ...... આવાજ સાથે કલમ માથી ધુમાડાની માફક અક્ષર વાટે બહાર નીકળવા લાગ્યા.
પરંતુ ગેસ બંધ કર્યો ને જોયુ તો એમા બેકટેરીયા રહીત ઉકળી અને ચોખ્ખું થયેલું દૂધ તો ઘણું બચ્યુ હતું ,જે દરેકના સ્વાસ્થય માટે સારું હોય.એવી જ રીતે મગજના વીચારો રોકી મનની અંદર જોયું તો સમાજના ગેસ ઉપર ઉકળીને દુષીત વીચારોના બેકટેરીયા રહીત સ્વસ્થ નારી જ બચી હતી.
મારો કેહવાનો અર્થ એજ છે કે આજના જમાનાની જે નારી છે એ આ ઉકળીને અને ઉભરીને આવેલી છે. જેણે જમાનાના દુષીત વીચારોને પોતાના દીમાગ થી બાળી નાખ્યાં છે.
સ્ત્રી, માં, દીકરી, વહુ, બહેન, સાસુ,પત્ની, ઘણા રોલ નીભાવે છે. એ પરંપરાગત રીતે મળેલી શીખ અને વારસો છે.પંરતુ એમા સમય જતા ઘણાં ફેરફાર થયા છે. સ્ત્રીના વીચારોમાં, પુરષો તરફથી અપાતા માન સમાંનમા,વ્યવસાય ના હોદ્દેદામાં, અને ઘરમાં મળતા સ્વમાનમાં. ખુબ મોટ ફેરફાર થયા છે.
આજની સ્ત્રી અબળા નથી રહી. આજની સ્ત્રી શક્તિ સ્વરુપે સંસાર સામે છે.ઘણા કુરિવાજોનો સામનો કરી
લડત આપી છે.
હજુ પણ લોકો અને સમાજ સ્ત્રીને અબળા કહીને,- કે સમજીને પોતાની સોચ અવિકસિત છે એની સાબીતી આપે છે.
અત્યારે કયું ફીલ્ડ એવું છે જયાં સ્ત્રી સફળ નથી....?" અબળા તો સમાજના વીચારો છે. "જે સ્ત્રી ને અબળા સાબીત કરવા ગંદી અને ઘીનોની હરકતો કરવા સુધી ઉતરી આવે છે. પંરતુ એ હરકતો સામે પણ લડત આપી સ્ત્રી શક્તિ નો પરીચય કરાવવામાં પીછે હઠ નથી કરતી.
આ જ તો છે આજની સ્ત્રી.અને મને ગર્વ છે "હું સ્ત્રી છું."
"લાખો લખાયા તુજ પર લેખ, અબળા ને સબળા તારા ભેખ.
કોઈ ના જાણ્યું તારું મન, અકળ છે તારી કિસ્મત ના લેખ. "
🙏જય શ્રી કૃષ્ણ 🙏

✍ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર