*લોભની હદ* જાસૂસ કથા.... ભાગ -૧
વાર્તા....૯-૭-૨૦૨૦... બુધવાર...
એક નાનાં ગામનાં જમીનદાર હતાં ભાનુપ્રતાપ...
ગામમાં જેટલી વસ્તી હતી એમાં અડધી ગામની જમીન નાં માલિક હતાં...
ગામમાં મોટી વિશાળ હવેલી હતી ઘરમાં રાચરચીલું અને સુખ સમૃદ્ધિ અને સગવડો હતી...
ભાનુપ્રતાપ નો રૂવાબ એવો હતો કે એમની જોડે વાત કરતાં લોકો ગે ગે ફે ફે થઈ જતાં....
ભાનુપ્રતાપ શહેરમાં જઈને લાલ કલરની ગાડી લઈ આવ્યા હતા...
અને એક ડ્રાઈવર રાખ્યો હતો એનું નામ રાઘવ હતું...
ભાનુપ્રતાપ ને એક દિકરી હતી એનું નામ માલતી હતું...
માલતી ને જન્મ આપ્યા પછી લોહી વધું પ્રમાણમાં વહી જવાથી સંતોક બા નું મૃત્યુ થયું હતું...
એટલે માલતીને ખુબ જ લાડ પ્યાર થી ઉછેરી હતી ભાનુપ્રતાપે કે જેથી એને મા ની કમી મહેસુસ નાં થાય...
સમય જતાં એ મોટી થઈ અને શહેરમાં કોલેજ ભણવા ગઈ...
રોજ કોલેજમાં રાઘવ મૂકવા જતો અને લઈને પાછો આવતો..
માલતી કોલેજના પેહલા જ વર્ષમાં હતી અને એને સાથે ભણતાં જગત સાથે પ્રેમ થઈ ગયો...
જગતે માલતીને લાગણીઓ માં એવી બાંધી લીધી કે માલતી જગત સિવાય કશું વિચારી શકતી નહીં...
જગતે એને એવું કહ્યું હતું કે તું અમીર બાપની દીકરી છે અને હું ગરીબ છું જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું આત્મહત્યા કરી લઈશ....
માલતી જગતની વાતોમાં ભોળવાઈ ગઈ અને એણે જગત સાથે કોર્ટમાં લગ્ન કર્યા...
રાઘવે ઘરે જઈને ભાનુપ્રતાપ ને વાત કરી...
બધી વાત સાંભળીને..
ભાનુપ્રતાપ ને પેહલા તો ગુસ્સો આવ્યો પણ એક ની એક લાડકોડથી ઉછરેલી દિકરી ને એમણે માફ કરી દીધી...
અને તરતજ રાઘવને કહ્યું કે શહેરમાં લઈ લે તે જોયું છે ને જમાઈ બાબુ નું ઘર...
રાઘવ કહે જી માલિક...
રાઘવે ગાડી ચાલુ કરી અને શહેર ભણી હંકારી દીધી..
ગાડી એક નાનાં ઘર પાસે આવીને ઉભી રહી એક રૂમ રસોડાનું મકાન હતું....
ઘરમાં જગતના માતા પિતા એક નાની બહેન રેહતા હતાં...
ગાડીનો અવાજ સાંભળી ને માલતી ચોંકી ગઈ...
ગાડીનો દરવાજો ખોલ્યો અને ભાનુપ્રતાપ સોનાનાં સિંહ નાં મોઢા વાળી લાકડી લઈને નીચે ઉતર્યા...
રાઘવ ગાડીમાં જ પાછો બેસી ગયો...
માલતી એ બહાર આવીને પિતાજી ને આવકાર આપ્યો...
ભાનુપ્રતાપ માલતીને ગળે લગાડી લીધી એટલે માલતીને હિમ્મત આવી..
ભાનુપ્રતાપ ને એક જૂની ટૂટીફૂટી ખુરશી બેસવા આપી...
ભાનુપ્રતાપે બેસવાની નાં કહી અને ઘરનો ખૂણેખૂણો જોઈ રહ્યા...
એક પલંગ હતો અને રસોડામાં પણ કંઈ વધુ સામાન નહોતો...
એમની અનુભવી નજરમાં બધું સમજાઈ ગયું પણ દિકરી ની સામે હસતાં રહ્યા અને કહ્યું કે....
બેટા મને તારાં લગ્ન થી કોઈ વાંધો નથી પણ તું મેહલો માં અને સુખ સાહ્યબી માં રેહવા ટેવાઈલી છે આટલાં રૂમમાં કેમની સૂઈ શકીશ...
જો જગત કુમાર ઈચ્છે તો એમનાં માતા-પિતા અને બહેન ને પણ સાથે લઈ લે...
આપણી હવેલી તો ખુબ જ મોટી છે...
જગત કુમાર નાં માતા પિતાએ નાં પાડી કે અમે અહીં બરાબર છીએ...
તો
એક કામ કર તું અને જગત કુમાર મારી સાથે ગાડીમાં ગામમાં ચલો પછી તમારા માટે અહીં જ એક મોટું મકાન હું લઈ આપું એટલે જગતના પરિવાર સાથે રેહજો...
જેથી કરીને તમને કોઈને તલભાર પણ તકલીફ નાં પડે..
જગત તો આ સાંભળીને ખુબ ખુશ થઈ ગયો...
મનમાં ને મનમાં હરખાઈ રહ્યો..
અને એ તો તરતજ તૈયાર થઈ ગયો...
માલતી અને જમાઈ ને લઈને ગામમાં આવ્યા અને નોકર ચાકરો ને કહીને ઉપર નાં માળે એ લોકોનાં રેહવાની વ્યવસ્થા કરાવી....
હવે આગળ બીજા ભાગમાં શું થાય છે એ માટે જરૂરી થી વાંચો બીજો ભાગ...
અને તમારો અમૂલ્ય પ્રતિભાવ આપશોજી...
જેથી મને લખવા માટે પ્રેરણા મળે...
તમારાં બધાંનાં સાથ સહકાર થી જ આજે હું લખી શકું છું....
બસ આમજ સતત સાથ સહકાર આપતાં રેહશોજી...
ભાવના ભટ્ટ અમદાવાદ...