પ્રસ્તાવના
પ્રિય વાચક મિત્રો,
મારી ચોથી નોવેલ series “નિર્ણય “ ને માતૃભારતી પ્લેટફોર્મ થી તમારા સુધી પહોંચાડતા હું ખૂબજ આનદં અનુભવું છું.
આ પહેલા મારી નોવેલ “ અધૂરો પ્રેમ “ અને “નિર્મલા નો બગીચો” અને "વિશ્વ ની ન્યારા" માતૃભારતી પર આવી ચુક્યા છે.
મારી બીજી વાર્તાઓ “કરમ ની કઠણાઈ “ “Dr અલી ક્રિષ્ણકાન્ત પંડિત”,”અનોખો સંબંધ” , “મહામારી એ આપેલું વરદાન”,” “ સરહદ ને પેલે પાર ની દોસ્તી અને “આદુ વાળી ચા” પણ માતૃભારતી પણ ઉપલબ્ધ છે!
તમારા ફીડબેક ચોક્કસ આપજો એ મારા માટે મલ્ટિવિટામીન જેટલા જ અસરકારક છે જે કંઈક સારું લખવાની પ્રેરણા આપતા રહે છે.
©ca આનલ ગોસ્વામી વર્મા
Email dilkibatein30@gmail.com .
નિર્ણય
અંક - ૧
આજે સવાર થી નિશા ખૂબ ખરાબ મૂડ માં હતી. એના લગ્ન ની પાંચ મી લગ્નતિથિ આવવાની હતી. માત્ર એક અઠવાડિયું બાકી હતું પણ નિશાંત ...........એને જાણે કોઈ જ ફરક પડતો ન હતો.
કદાચ એ પહેલેથી જ આવો હતો. આ પાંચ વર્ષ માં એને કેટલીય વાર વિચાર આવ્યો હતો કે નિશાંત સાથે લગ્ન કરવા એ મારી સૌથી મોટી ભૂલ છે.
આજે ફરી એક વાર એનો નિશાંત સાથે ઝગડો થયો હતો. હંમેશ ની જેમ વાત કદાચ એટલી મોટી ન હતી પણ નિશાંત ક્યારેય સાંભળતો જ નહિ અને વધારે કંઈક બોલવા જાઓ તો ચીસો પાડી ને બોલવા લાગતો. જાણે દબાવવા માંગતો હોય. એ કદાચ આમાં સફળ પણ થયો જ હતો કારણ કે આટલા વર્ષો થી નિશા એ પોતાની એક સુખી દંપતી તરીકે ની છબી બનાવી રાખી હતી પોતાના માં બાપ સામે. એની બહેનપણી ઓ સુધ્ધાં કોઈ ને ખબર ન હતી કે એની અંદર કેટલો જુવાળ ભર્યો છે. નિશા એક ખૂબ જ સફળ working વુમન છે. એવું નથી કે એને ખબર નથી પડતી કે એની સાથે શું થઇ રહ્યું છે પણ કદાચ એને કંઈક રોકી રહ્યું છે.
આજે મન માંથી આ બધી બાબતો જતી ન હતી. પણ આજે એને આનો રસ્તો શોધવો હતો .. એને ઓફિસ માં પોતાની તબિયત સારી નથી કહીને રજા લેતો મેસેજ કરી દીધો. હવે એ આ ઘર માં રહેલા એના માનીતા ખૂણા માં ગઈ . આ ખૂણો એટલે એના બેડરૂમ ની બહાર આવેલ બાલ્કની. ત્યાં જૂટ નો મોટો હીંચકો હતો અને "L" આકાર માં કુંડ ગોઠવેલ હતા. એમાં સુંદર ફૂલો થતા હતા.
થોડી વાર ત્યાં શાંતિ થી બેઠા પછી એ ભૂતકાળ માં સરી પડી .એને શું રોકી રહ્યું હતું ? કેમ એ ૫ વર્ષ થી સહન કરી રહી હતી? એ કંઈક એટલે એનો પોતાનો નિશાંત ને પરણવાનો નિર્ણય. એ નિશાંત ને કૉલેજ માં મળી હતી એને એ લોકો નું પાંચ એક મિત્રો નું ગ્રુપ હતું. એમાં નિશાંત, નિશા, આહના વૈશલ અને વિકાસ હતા.આહના એને વિકાસ એક બીજા સાથે કંમિટેડ હતા અને ભણવાનું પતે એટલે લગ્ન કરી લેવાના હતા જયારે વૈશલ ની સગાઈ થી ચુકી હતી. એ લોકો ક્યારેય બહાર જતા ત્યારે વૈશલ એની મંગેતર ને લઈને જરૂર આવતો. એટલે જાણે અજાણે જયારે ગ્રુપ માં બહાર જવાનું થાય ત્યારે નિશાંત અને નિશા જ જોડકા વગરના હોય એટલે નિશા ને ઘરે મુકવાનું નિશાંત ના ભાગે આવતું. આમ નિશાંત એને નિશા થોડા સમય માટે એકલા પડતા.
નિશાંત સ્માર્ટ હતો, સારા ઘરે થી હતો. એની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ , ઘરે કમ્પ્યુટર ઈન્ટરનેટ કન્નેકશન બધું જ હતું અને એને લગતી બધી જણકારી પણ હતી. તો મધ્યમ વર્ગની છોકરી, નિશા સાદગી અને નોન fashinable કપડાં માં પણ બધાથી અલગ પડતી. એમ નહોતું કે નિશા સુંદર ન હતી પણ મધ્યમ વર્ગ માંથી આવતી નિશા પોતાના માં બાપ ના પૈસે તાગડધિન્ના કરવા વાળી છોકરી ઓ માની ન હતી એને એટલે એ ફેશન કે દેખાદેખી ને બદલે સાદગી માં માનતી. નિશા ઘણી બધી બાબતો માં એની સલાહ લેતી. પણ જે રીતે આહના એને વિકાસ સાથે સમય પસાર કરતા, જે રીતે બન્ને એક બીજાની સંભાળ રાખતા એ જોઈને નિશા ને પણ થતું કે એનો પણ બોયફ્રેન્ડ હોવો જોઈએ . વળી કૉલેજ ના એ નાજુક સમય માં જ્યાં બધા આવા રોમેન્ટિક રિલેશન માં અટવાયેલા રહેતા ત્યારે નિશા પણ એમાંથી બાકાત ન રહી શકી. અને એવું ક્યાં ખબર કે આમાંથી ૫૦ % કરતા વધારે સંબંધ કૉલેજ પછી નથી રહેવાના.
જયારે નિશાંતે દોઢ એ વર્ષ પછી નિશા ને પ્રપોઝ કર્યું ત્યારે નિશા થોડી મૂંઝવણ માં પણ હતી. એની મિત્ર આહના એ કીધું પણ હતું કે તું એને નિશાંત ? તું કોઈ વધારે સારું પાત્ર ડિઝર્વ કરે છે. પણ એ વખતે નિશા સમજી ન શકી. કૉલેજ પૂરી થતા થતા તો બધાને એવું લગ્ન માંડ્યું કે નિશા અને નિશાંત લગ્ન જરૂર કરશે.
નિશાંતે એના પપ્પા ને બિઝનેસ માં જોઈન કર્યા અને નિશા PG કરવા માટે બીજી કૉલેજ માં જોડાઈ. ત્યાં એકદમ પ્રૉફેશનલ ડૅકોરમ માં, તદ્દન નવા માહોલ માં નિશા ને પોતાનું potential સમજાયું. એને સમજાયું કે એ નિશાંત થી કેટલી અલગ છે. અને એના વિચારો એને નિશાંત ના વિચારો પણ કેટલા બધા અલગ છે. પણ કદાચ ત્યાં સુધી મોડું થઇ ગયું હતું. એક જ નાત ના હોવાને કારણે નિશાંત એને નિશા વિશે બધા જાણતા હતા વળી એ સમય માં નિશા એ જ ક્યારેય નિશાંત ને મળવા જતી વખતે છુપાવ્યું ન હતું કોઈ બીજા બહાના બનાવ્યા ન હતા એટલે એના ઘર વાળા પણ નિશાંત વિશે બધું જાણતા હતા. બસ આ એક ભૂલ નિશાને ભારે પડી. નાત એક હોવાથી એમને કોઈ વાંધો પણ ન હતો. ઘર સારું હોવાથી અને પૈસા ટકે સધ્ધર હોવાથી એ લોકો આ સંબંધ થી ખૂબ ખુશ હતા. PG ના બે વર્ષ પુરા થતા તો એને સમજાઈ ચૂક્યું હતું કે નિશાંત સાથે એ ખુશ નહિ જ રહી શકે. પણ ત્યાં સુધી ઘણું મોડું થઇ ચૂક્યું હતું. એક જ નાત ની ભણેલી, ગણેલી અને દેખાવડી છોકરી માટે ના પાડવાનું કોઈ કારણ ન હતું એટલે નિશાંત ના માં બાપ પણ ખૂબ ખુશ હતા.
વધુ અંક બે માં......................