શ્રાપિત જંગલ Jay Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત જંગલ

શ્રાપિત જંગલ

સુલતાનપુર નામનું એક ગામ હતું. તે ગામમાં વસ્તી ખુબ માર્યાદિત હતી. દરેક સ્થળની જેમ કંઈક વિશેષતા અને રહસ્ય હોય છે. તેવી જ રીતે સુલતાનપુર ગામ આમ તો હરિયાળું અને રળિયામણું હતું. પણ ત્યાંનું રહસ્ય હતું. ગામની બહાર આવેલું જંગલ. બધાને એવુ લાગતું હતું કે આ જંગલ શ્રાપિત છે. થોડા સમય પછી સચિન નામનો એક છોકરો વેકેશનમાં હોસ્ટેલમાંથી પોતાના કાકા રાજેશભાઈના ઘરે રોકાવવા માટે આવે છે.

રાજેશ - બેટા સચિન અમારું આ ગામ સુલતાનપુર ખુબ જ રળિયામણું છે. તું ગામમાં ફરવા માટે જજે તને મજા આવશે ખરેખર.

સચિન - ભલે કાકા હું જરૂર ગામમાં જઈશ.

બીજા દિવસે સચિન ગામમાં ફરવા માટે નીકળે છે. અને બધું જ જુએ છે. અને વિચારે છે. કાકા કહેતા હતા તે મુજબ ગામ સારું છે. અને ગામના લોકો પણ મીઠાં સ્વભાવવાળા છે. તે ચાલતો ચાલતો બધે જ ફરે છે. અને તે જંગલના રસ્તે ચાલે છે. તે મનમાં
બોલે છે. કાકાએ જંગલ વિશે તો કહ્યું જ નહિ કે ગામમાં જંગલ પણ છે. તેમને તો ખબર છે કે મને જંગલ જોવું ખુબ ગમે છે. કંઈ વાંધો નહિ. કદાચ ભૂલી ગયા હશે. પણ આજે હું અહીં સુધી આવ્યો છું તો સાથે સાથે ફરિ લવ. તે આગળ ચાલવા લાગે છે.

ત્યાં અચાનક પાછળથી એક અવાજ આવે છે. ઉભોરે ભાઈ સિદ જાય છે?
સચિન - પાછળ ફરીને જુએ છે. તો એક સૂકી કાયાવાળો માણસ જેણે સફેદ ધોતી અને લાલ ઝભ્ભો પહેર્યા છે. અને સચિન આશ્ચર્ય સાથે તેની સામે જુએ છે. અને પૂછે છે ભાઈ તમે કોણ છો? અને આ જંગલમાં જવા માટે મને કેમ ના કહો છો?

તે માણસ કહે છે મારું નામ શ્યામજી છે. તમે આ ગામમાં અજાણ્યા છો નવા આવ્યા છો કે શુ? તમારું નામ?

સચિન - મારું નામ સચિન છે. મારા કાકા રાજેશભાઈ ગામમાં રહે છે. હું વેકેશનમાં તેમના ઘરે રોકાવવા આવ્યો છું. અને ગામમા ફરવા માટે નીકળ્યો હતો. એટલે આ રસ્તો જોયો અને જંગલ જોયું એટલે એમ થયું કે જંગલમાં ચક્કર મારી આવુ કેમ કે મને જંગલ જોવું ખુબ જ ગમે છે. પણ આપ મને આ જંગલમાં જવાની કેમ ના પાડો છો?

શ્યામજી - બેટા આ જંગલ શ્રાપિત છે. આ જંગલમાં ગામના પણ કોઈ માણસો જતા નથી. અને જે પણ માણસ આ જંગલમાં જાય છે. તે કદી પાછા આવતા નથી. અંદર જવું જોખમી હોઈ શકે છે.

સચિન - શુ વાત કરો છો તમે? શ્રાપ જેવું કંઈ જ હોતું નથી તે એક વ્હેમ છે. એમ બોલી તે જોર જોરથી હસવા લાગે છે. અરે અંકલ આ શ્રાપની વાત કોઈને કહેતા નહિ. બાકી લોકો ગામની બહાર નીકળવાનું બંધ કરી દેશે. હું આ શ્રાપ જેવી વસ્તુમાં વિશ્વાસ કરતો નથી. અને કોઈ કરશે પણ નહિ. કારણ કે આ ટેક્નિકલ ટાઈમ છે. આજે માણસો ટેક્નોલોજીથી જીવે છે. હવે કોઈ શ્રાપમાં વિશ્વાસ રાખે નહિ. તે બસ એક ભ્રમ છે બીજું કંઈ જ નથી.

શ્યામજી - ઠીક છે બેટા તારે જવું હોય તો જા પણ મારી વાત ખોટી નથી. વિશ્વાસ ન હોય તો તારા કાકાને પૂછી લેજે એટલે ખબર પડી જશે. તારી ઈચ્છા.

અને પછી શ્યામજી ચાલતો થઈ જાય છે. અને સચિન પોતાના ઘરે પરત ફરે છે. અને આખો દિવસ શ્યામજીની વાતનો વિચાર કરે છે. શુ ખરેખર શ્રાપિત જંગલ હશે આ? પછી બોલે છે. નહિ નહિ હું શુ કામ તે બધામાં વિશ્વાસ કરું? તે એક ભ્રમ છે બસ. બીજું કંઈ નહિ.

પછી તે સાંજે ઘરે આવે છે. ત્યારે પણ તે સવારે શ્યામજીએ જે વાત કહી હતી તેનો જ વિચાર કર્યા કરે છે. રાત્રે સૌ સાથે જમવા
બેસે છે. અને

સચિન - ( મનમાં ) કાકાને પેલી જંગલના શ્રાપની વાત પૂછી લવ પછી નહિ નહિ મારે અત્યારે તેમને કંઈ જ પૂછવું ન જોઈએ. પછી પૂછીશ. અને બધા જમી અને પોતાના રૂમમાં આવી જાય છે .

સચિન - કાલે સવારે સંજયને ફોન કરી અને બધાને અહીં બોલાવી લઉં. અને તે સુઈ જાય છે.

આ તરફ સવાર પડે છે. અને સચિન

સચિન - સંજયને ફોન કરે છે.

સંજય - બોલ ભાઈ કેમ છે?

સચિન - બસ મજામાં તું ઘરે છે કે બહાર?

સંજય - ઘરે જ છું. કેમ શુ થયું?

સચિન - મારે એક વાત કરવી છે. અને બધી વાત જણાવે છે. અને કહે છે કે તું આપણા બધા ફ્રેન્ડ્સને લઈ તું સુલતાનપુર ગામમાં આવી જજે.

સંજય - ઠીક છે. હું આવી જઈશ.

અને પછી ફોન પર વાતચીત પૂરી થાય છે.

આ તરફ સચિન તૈયાર થાય છે. અને બહાર જવા નીકળે છે.

રાજેશ - તેને બહાર જતો જોઈ અને પૂછે છે કે સિદ જા છો બેટા?

સચિન - મારા ફ્રેન્ડ્સ આવ્યા છે તેમને મળવા માટે જાવ છું. કંઈ કામ છે તમારે તો હું થોડીવાર પછી જાવ.

રાજેશ - ના ના બેટા તું જા તારા ફ્રેન્ડ્સને મળવા માટે હું તો આમ જ પૂછતો હતો.

સચિન - ઠીક છે કાકા તો હું જાવ છું.

રાજેશ - હા જઈ આવ બેટા.

સચિન - કાકા મારે આવવામાં મોડું થશે.

રાજેશ - કંઈ વાંધો નહિ જા મળી આવ જા.

પછી સચિન જાય છે. અને સંજયને ફોન કરે છે.

સચિન - સંજય આવી ગયા છો તમે બધા?

સંજય - હા બોલ ક્યા મળવાનું છે?

સચિન - સુલતાનપુર ગામની પાછળ જંગલના રસ્તા પાસે આવી જાવ હું પણ ત્યાં જ આવુ છું.

સંજય - હા અમે આવીએ છીએ.

પછી ફોન પર વાતચીત પુરી થાય છે.

થોડીવાર પછી બધા સાથે મળે છે. અને સચિન બધાને જંગલના રસ્તા તરફ લઈ જાય છે. અને કહે છે. ફ્રેન્ડ્સ આજે આપણે એક બહુ જરૂરી કામ માટે મળ્યા છીએ. ગામના બધા લોકો એવુ માને છે કે આ જંગલ શ્રાપિત છે. હું આ બાબતમાં વિશ્વાસ કરતો નથી. શું તમે કોઈ કરો છો?

સંજય - ના ભાઈ અમે કોઈપણ આ બાબતમાં વિશ્વાસ કરતા નથી. આ એક વ્હેમ છે.

સચિન - મને પણ એમ જ લાગે છે. કાલે હું જયારે ગામમાં ફરવા માટે નીકળ્યો હતો ત્યારે શ્યામજી નામના એક ભાઈ એ મને કહ્યું કે આ જંગલમાં ન જતો. અહીં ગામના કોઈપણ માણસો જવાની હિંમત કરતા નથી. આ શ્રાપિત જંગલ છે. અહીં જે જાય છે. તે કદી પણ પાછા આવ્યા નથી. મેં ત્યારે તેમને કહ્યું કે હું આ શ્રાપ જેવી બાબતોમાં માનતો નથી. એટલે મને કંઈક ગરબડ જેવું લાગે છે. આજે એ માન્યતાનો નિકાલ આપણે કરીશું.

સંજય - હા સાચી વાત છે તારી અમે તારી મદદ કરીશું આ શ્રાપની માન્યતાનું તારણ કાઢવામાં.

પછી બધા જંગલમાં જાય છે. અને સૌ ચાલવા લાગે છે. અચાનક એક ભયંકર અવાજ આવે છે. અને સૌ ડરી જાય છે.

સચિન - આ અવાજ કેવો?

સંજય - મને લાગે છે આ અવાજ અંદરથી આવી રહ્યો છે.

પછી બધા તે તરફ જાય છે. અચાનક એક તલવાર ઊડતી ઊડતી આવે છે. અને સંજય સચિનને બચાવી લે છે.

સંજય - તું ઠીક તો છે ને?

સચિન - હા હું ઠીક છું. થેન્ક્સ.

સંજય - સમજાતું નથી આ કોણ કરી રહ્યું છે?

સચિન - જે કોઈ છે તે આપણને જોઈ ગયું છે. તેથી હવે આપણે ક્યાંક સંતાય જઈએ અને પ્લાન બનાવી પછી બહાર આવશુ.

સંજય - સાચી વાત છે તારી.

પછી બધા ચાલવા લાગે છે. અને સંજયને એક ઝૂંપડી દેખાય છે.

સંજય - સામે જો સચિન એક ઝૂંપડી છે ચાલો ત્યાં.

સચિન - ચાલો બધા.

પછી બધા ઝૂંપડીમાં છુપાય જાય છે. અને પ્લાન બનાવે છે.

થોડીવાર પછી બધા બહાર આવે છે. અને પાછા આગળ આગળ ચાલવા લાગે છે.

સચિન - આમ સાથે એક જ જગ્યાએ ચાલવાથી કંઈ નહિ સમજાય એટલે બધા અલગ અલગ દિશામાં વહેંચાય જઈએ. અને કંઈ પણ ખબર પડે તો એકબીજાને ફોનથી કોન્ટેક કરીશું.

સંજય - સાચી વાત છે તારી. ચાલો હવે અલગ થઈ જઈએ.
આમ બધા અલગ અલગ થઈ જાય છે.

સચિન આગળ ચાલે છે. અને અચાનક સચિન એક ફેક્ટરી જોઈ જાય છે. અને સંજયને બોલાવે છે.

સંજય - હા બોલ

સચિન - તું બધાને લઈને દીવાલની પાછળના ભાગમાં આવીજા.

સંજય - હા હમણાં આવુ છું.

થોડીવાર પછી સંજય ત્યાં આવે છે.

સચિન - આવી ગયો.

સંજય - હા બોલ શુ થયું?

સચિન - સામે જો એક ફેક્ટરી.

સંજય - તું તો કહેતો હતો કે આ જંગલ શ્રાપિત છે. અને અહીં કોઈ આવતું જતું નથી. તો આ ફેક્ટરી ક્યાંથી?

સચિન - એ તો મને પણ સમજાતું નથી. અંદર જઈને તપાસ કરીએ.

બધા અંદર જાય છે. અને તમાકુના ઉત્પાદનની પ્રોસેસ જુએ છે.

સચિન - ઓહો તો શ્રાપની અફવા ફેલાવી અંદર આવા કામ થાય છે એમ.

અચાનક એક માણસ રાડો નાખતો અંદર આવે છે.

સચિન - તેને જોઈ જાય છે. અને કહે છે આ આ છે બધા કાળા કામનો કારીગર

સંજય - તું ઓળખે છે તેને?

સચિન - હા આજ તો શ્યામજી છે. તે જ તો કહેતો હતો કે જંગલ શ્રાપિત છે. અને મને અંદર પણ આવવાના દેતો ન હતો.

સંજય - હું પોલીસને ફોન કરી બોલાવી લવ છું.

સચિન - ઠીક છે.

સંજય - પોલીસને ફોન કરે છે. અને થોડીવાર બાદ પોલીસ આવે છે. અને તે બધાને ઝડપી લે છે. અને તેમને ગામમાં લઈ આવે છે.

પોલીસ વેનને ગામમાં આવતી જોઈ સૌ ડરી જાય છે. અને એકઠા થઈ જાય છે.

ગાડીમાંથી સચિન તેના ફ્રેન્ડ્સની સાથે નીચે ઉતરે છે.

રાજેશ વિચાર કરે છે કે સચિન પોલીસ વેનમાં કેમ આવ્યો શુ થયું હશે?

બધા સાથે શ્યામજી પણ ઉતરે છે.

સચિન - તમે બધા એમ વિચાર કરો છો કે હું કેમ આ પોલીસ વેનમાં? અને પોલીસ કેમ અહીં આવી છે? આજે હું તમને એક એવી વાસ્તવિકતા જણાવવાનો છું કે જેનાથી તમે સૌ અત્યાર સુધી અજાણ હતા. એમ કહું કે અજાણ છો. મને ઘણા માણસો એમ કહેતા હતા કે અમારા ગામનું જંગલ શ્રાપિત છે. પણ જંગલની અંદર એક તમાકુના ઉત્પાદનનું કાળું કાવતરું ચાલે છે. અને એ બધું જ તમારા ગામનો શ્યામજી છે. તેણે જ શ્રાપની ખોટી અફવા ઉડાડી છે. જેથી અંદર તેની તમાકુની ફેક્ટરી ચાલી શકે. અને ગામમાં કોઈને ખબર ન પડે. હું જયારે જંગલમાં અંદર જતો હતો ત્યારે આ શ્યામજીએ આ જંગલ શ્રાપિત છે. અને અહીં જવાની મનાઈ છે. એમ કહીને અટકાવી દીધો હતો. એટલે મને શંકા થવા લાગી. તેથી મેં મારા હોસ્ટેલ ગ્રુપને બોલાવી અંદર જવાની ટ્રાય કરી તો અમારા પર બે વખત જીવલેણ હુમલો થયો. અને છતાં અમે બધી તપાસ કરી પોલીસની મદદથી આ બધાને પકડ્યા.

જુઓ ગામલોકો સાંભળો ભૂત કે શ્રાપ કંઈ જ હોતું નથી. શ્યામજી જેવા લોકો આવી ખોટી અફવા ઉડાડી લોકોમાં પોતાનો ડર ઉભો કરે છે. તેથી જીવનમાં કોઈપણ વસ્તુ પર સમજ્યા કે જાણ્યા વિના વિશ્વાસ કરવો નહિ. બાકી તેની આપણા અને સમાજના જીવન પર વિપરીત અસર પડી શકે.

બધાને સાચી બાબતની જાણ થાય છે. અને પોલીસ શ્યામજીને પકડીને લઈ જાય છે. અને ખોટા વ્હેમનો પડદો બધાની નજર સામેથી દુર થાય છે.

બધા સચિન અને તેના ગ્રુપનો આભાર માને છે. અને સુલતાનપુર ગામના સરપંચ તેમને ઇનામ આપે છે.

સચિન - તેના કાકા પાસે આવે છે. કાકા આવજો હું મારા ગ્રુપ સાથે જ હોસ્ટેલ ચાલ્યો જાવ છું. ફરિ આવીશ.

રાજેશ - થેન્ક યુ બેટા તમે બધાએ અમારી આટલી મદદ કરી.

સચિન - એમાં શુ થઈ ગયું?

પણ હા હવે પછી આવી ખોટી અફવા પર વિશ્વાસ ન કરતા.

રાજેશ - હા અમે ધ્યાન રાખશું.

સચિન અને તેના ગ્રુપની બહાદુરી છાપા અને ટીવી બધે જ બતાવવામાં આવે છે.

આમ સૌનો વ્હેમ અને માન્યતા દુર થાય છે.

લેખન - જય પંડયા