એ જગત નો તાત ભાગ - ૧ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ જગત નો તાત ભાગ - ૧

*એ જગતનો તાત*. ભાગ -૧. વાર્તા... ૮-૭-૨૦૨૦. બુધવાર...

અમેરિકા માં ભણવા ગયેલો અને ત્યાં જ લગ્ન કર્યા અને સ્થાયી થઈ ગયો હતો અનિલ...
આજે ગામડેથી પશા કાકા નો ફોન આવ્યો કે‌ તારાં પિતા કનુ હવે આ દુનિયામાં નથી રહ્યા...
અનિલ રડી પડ્યો...
એણે કહ્યું કે એ તાત્કાલિક પ્લેનમાં આવી જશે પણ બે દિવસ થશે એટલે આપ નજીક નાં શહેરમાં લઈ જઈને બરફમાં રાખો...
અનિલે એકદમ સરળ ભાષામાં પશા કાકાને સમજાવ્યું...
જો એ અંગ્રેજીમાં કહે‌ તો‌ પશા કાકા સમજી જ નાં શકે...
એણે ફોન મૂક્યો અને ભારત જવાની તૈયારી ચાલું કરી અને
ગાર્ગી ને ઓફિસમાં કોલ કરીને વાત કરી અને દેશમાં જવાનું છે તો તું આવે છે એમ પુછ્યું???
ગાર્ગી એ હા કહી એ અનિલ ને દેશમાં એકલો જવા દેવા નહોતી માંગતી...
અનિલ અને ગાર્ગી અને એમનો દિકરો જેનીલ દેશમાં આવ્યા અને અનિલે પોતાનાં હાથે પિતાને અગ્નિ દાહ આપ્યો...
પંદર દિવસની વિધી પતાવી દીધી અને પિતાજીએ કરાવેલું વીલ એને ગામનાં સરપંચ ભરત ભાઈ આપી ગયા....
વીલ પ્રમાણે અનિલની માતા લક્ષ્મી બહેન ની સોનાની ચાર બંગડીઓ અને એક ચેન હતો એ અનિલ ની વહું માટે હતો..
આ માટીનું ખોરડું હતું એ અનિલ નાં નામે કર્યું હતું..
અંદર ઓરડામાં ગયો એક ખૂણામાં બાપુ નાં ખાસ હથિયારો પાવડો, કોદાળી અને દાતરડું પડ્યાં હતાં...
અનિલે એની ઉપર હાથ ફેરવ્યો જાણે બાપુ જ હોય...
એની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં...
ઓરડામાં એક પટારો પડયો હતો એ‌ ખોલ્યો તો અંદર થી બાપુ નું એક નવું પેહરણ અને એક નવી ધોતી અને ફાડિયુ હતું એ બહાર કાઢ્યું તો મા ની એક સાડી અને એની નીચે એનાં નાનપણના કપડાં અને શહેરમાં ભણવા જતો એ દફતર હતું એ બહાર કાઢ્યું તો નીચે એક પિત્તળનો દાબડો ( નાનો ડબ્બો ) નિકળ્યો એમાં મા ની સોનાની ચેઈન અને ચાર બંગડીઓ હતી અને ગયા વર્ષે જ્યારે એ દેશમાં આવેલો ત્યારે બાપુને રૂપિયા આપ્યા હતા એ પણ અંદર એમનાં એમ હતાં....
એણે બધું જ પાછું ગોઠવ્યું અને એ ગામમાં સરપંચ કાકાને મળવા ગયો...
આવીને જોયું તો એક ભંગાર વાળો બાપુ નાં સાધનો અને ખાલી પટારો અને જૂની ખાટલી ભંગારમાં લઈ જતો હતો...
એણે એને ઉભો‌ રાખ્યો અને ગાર્ગી નો હાથ પકડીને અંદર ઓરડામાં લઈ ગયો...
ગાર્ગી ....આ શું ‌છે બધું ???..કડક શબ્દ માં અનિલ બોલ્યો...
ગાર્ગી બોલી ..કેમ એમ પૂછે છે એ નકામી વસ્તુઓ છે તો ભંગારમાં આપી દીધી ...
એ તારો વિષય નથી... અને તું નક્કી કરનારી કોણ કે કઈ વસ્તુ ભંગાર છે
કેમ આજે સવારે અચાનક આવું ખરાબ વર્તન વ્યવહાર કરવા નું કારણ ???
એ તું સારી રીતે જાણે છે.. ગાર્ગી ... હું ઘર ની નાની બાબત માં માથું મારતો નથી..પણ જે યાદગાર વસ્તુઓ છે બાપુ ની એ મને પૂછ્યા વગર તું આમ આપી દે તે ચલાવી લઈશ નહીં. ... તું જાણે છે મારો દેશપ્રેમ અને બાપુ માટેનો પ્રેમ ..છતાં પણ તે...
પણ તેમાં શુ મોટું આભ તૂટી પડ્યું કે તમે તમારી પત્ની સાથે આવું વર્તન કરો છો... ગાર્ગી બોલી...
ગાર્ગી કોઈ વ્યક્તી વિશે નો ઇતિહાસ ખબર ન હોય તો અયોગ્ય પગલાં ન લેવા જોઈએ
તું શું જાણે છે...મારી બાપુ વિશે???
મારી મા ના સ્વર્ગસ્થ થયા પછી બાપુએ મને એકલાં હાથે મોટો કર્યો છે એ જગતનાં તાત સાચાં અર્થમાં હતાં....
મને બાજુનાં શહેરમાં ભણવા મૂકવા એ મને ખભે બેસાડી ને મૂકી જાય અને આવીને ખેતરમાં કામ કરે અને ઘરમાં રોટલા ટીપી ને તૈયાર રાખે અને સાંજે પાછા લેવા આવે ત્યારે ખેતરમાં થી તાજામાજા શાકભાજી ગમછા માં ભરી લાવે અને મારાં શિક્ષકો ને મફત આપે અને બે હાથ જોડીને કહે આ મારો અનિયો ભણશે ને સાહેબ???
એનું ધ્યાન રાખજો...
અમારાં ઘરમાં એટલા વાસણો નહોતાં પીતળ ની થાળી વાટકો, અને ચમચી ભોજન દરમ્યાન વાપરતો હતો એમાં જ બાપુ જમી લેતાં...
અમારે બે જમીન હતી અલગ-અલગ જગ્યાએ પણ ગામમાં વરસાદ બહુ પડ્યો અને પશા કાકા ને બહું જ નુકસાન થયું અને એ શાહુકાર પાસે દેવાદાર થઈ ગયા તો શાહુકારે એમની જમીન હડપ કરી લીધી એટલે બાપુએ પશા કાકાને એ જમીન નો ટુકડો આપી દીધો જેથી એમનો પરિવાર ભૂખે નાં મરે અને બાપુ કહેતાં હતાં કે એક ખેડૂત જ બીજા ખેડૂત ની વેદના સમજી શકે...
શહેરમાં હું બાર ધોરણ પાસ થઈ ગયો એટલે મેં જ આગળ ભણવા અમેરિકા નું કહ્યું...
બાપુ એ મારી પ્રગતિ અને ખુશી માટે એમની પ્રાણથી વ્હાલી જમીન શાહુકાર ને વેચાણ થી આપીને રૂપિયા લઈને મને આપ્યાં...
હું અમેરિકા ભણતો રહ્યો અને બાપુ મારાં સુખ માટે બીજાનાં ખેતરમાં દાડિયા મજૂરી કરતાં રહ્યાં પણ મને જાણ થવા નાં દીધી...
વધુ આગળ વાંચો .....
તમારાં અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી.....
ભાવના ભટ્ટ અમદાવાદ......