દાદા સોમનાથને લૂંટવા અને તોડવા માટે દિલ્લીથી હુકમ થયો અલાઉદિનનો અને શિવના મંદિરને તોડવા ફોજ નીકળી, અને આફ્રિકાનાજંગલ માંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લ્યે એમ ભરડામાં લેતા-લેતા ફોજ નીકળી, રાજસ્થાનની ધરતી અનેઝાલોરના કાનળદેવ ચૌહાણ એમણે નક્કી કરીલીધું કે આ ફોઝને સોમનાથ સુધી પોગવા દેવી નથી મારે, અને નીકળ્યા આડા ફર્યાધમણસાણ યુદ્ધ થયું અને ફોઝને ભાગવું પડ્યું સોમનાથ સુધી ફોઝ પોચી ન શકી અને દિલ્લી આવી અલાઉદીનને ખબર પડી નેઅલાઉદિનને પગ થી માથે રેમન્ડ ગઈ કે એવા કોણ ક્ષત્રિયો છે કે એવા કોણ રાજપૂતો છે આપણી આવડી દરિયા જેવડી ફોઝને રોકીશકે, આજ પણ છે, અહીંયા તો કે હાં તો આપણી દુર્ગમંડળ ફોઝ લઈને જાવ અને આખા રાજસ્થાનને વીખી નાખો તેદી એની સેનાનાડાયા માણસોએ, મંત્રીઓએ કીધું કે, - દિલ્લી ફોઝ એવડી મોટી છે, કે આપણે આખા રાજસ્થાનને પૂગીજાશું દમરોળી નાખશું પણઆપણી સેના એમાં જીવતીરહે ને આપણે આટલાંજ રેશું ને પાસા આવશું ઈ વાતમાં માલ નથી એટલે વિચારીને કરવા જેવું છે,
તો શું કરાય ?
મંત્રણા થઇ ને નક્કી કરવામાં આવ્યું,
કે એક કામ કરાય રાજપૂતોની હારે મિત્રતા કરી લઈએનેતો નડતા આરે, આટલી વાત પાકી છે, એટલે સંધિ કરી લેવાય,
તો કે ઈ કરી લઈએ.
અને એને સંદેશો મોકલ્યો કાનળદેવ ચૌહાણ રાજપૂતને સંદેશો મળ્યો, કચેરી માં સંદેશો વાંચવામાં આવ્યો,
"કાનળદેવ ચૌહાણ અલાઉદીન ખીલજી દિલ્લી થી હું લખું છું તમારા સોમનાથને લૂંટવા અમારી ફોજ જાતીતી અને તમારા રાજપૂતોએ, ક્ષત્રીઓએ આડા ફરી અને ધમરોળી નાખી તમારી વીરતા ઉપર હું પ્રશન્ન છું અને મારે તમારી હારે મિત્રતા કરવી છે"
અને કાનળદેવ જાણતા હતા શું કામે મિત્રતા કરવી છે, પણ છતાંય એને મિત્રતા કરવી છે, તો આપણે શું વાંધો છે, પણ સંદેશમાં એવું હતુંલખેલું કે કાનળદેવ ચૌહાણ પોતે દિલ્લી આવે મને મળવા માટે ને આપણે મિત્રતા કરી લઈએ,
કાનળદેવ વાણી સમજેલા હતા કે આ કરવા જેવું નઈ ચિતોડમાં રાવલરતનસિંહ જેવી ઘટના બને તો. એટલે એને પોતાના રાજકુમારવિરમદેવજીને મોકલ્યા,
અને વિરમદેવ જાય છે કાનળદેવે કીધું એટલે દિલ્લી માં ઉતારો દીધો અને અલાઉદિનને ખબર પડી કે કાનળદેવ નથી આવ્યા એનાદીકરાને મોકલ્યો, થોડુંક ઓલું લાગ્યું પણ માણસોએ કીધું કઈવાંધો નઈ દીકરો કે દીકરી આવીતોગ્યા પછી આપણે મિત્રતા થઇગઈપછી શું જોવાનું હોય,
સવારમાં કચેરી ભરાણી છે, હિન્દુસ્તાનનો હાકીમ દિલ્લીની ગાદી ઉપર બેઠો હતો, અને વિરમદેવ ચૌહાણ રાજપૂત સામેથી હાઇલો આવેછે, ને જોતાજ દિલ્લીના બાદશાહની શિસ્ત ભુલાઈ ગઈ રાખવાની હોય એ સાબાસ રાજપૂત, સાબાશ રાજપૂત કેવા મંડ્યા ને બેઠક લીધીપણ પડદાની આડા બેગમો બેઠા હોય એમાં અલાઉદિનની લાડકી દીકરી ફિરોઝા બેઠીતી એની નજર પડી ને આફરીન થઇ ગઈ,
"નેણ પદારથ, નેણ રસ
અને નેણસે નેણ મિલન
અજાણ્યા સો પ્રિતળી
આતો પ્રથમ નેણ કરંત"
"મોરકો ધ્યાન લગો ધનઘોરસે
દોરસે ધ્યાન લગો નટકી
દિપક ધ્યાન લગો મટકી
ચંદ્રકો ધ્યાન લગો ચકોર
અને ચકવાનકો ધ્યાન દિનેશ
ટકી અને મીન મનોજ ધ્યાન સો
સાગર પંથ પ્રબિન રહેવતકી "
ને ફિરોઝા જોઈ રહી અને મનોમન નક્કી કર્યું કે " વર વરુતો વિરમદેવ નહીંતર રહું અકન કુંવારી"
ને વિરમદેવ રોકાણા છે, ને પોતે તેના બાપ અલાઉદીન સુધી વાત પહોંચાડે છે, અને અલાઉદિનને એમ થઇગયું મારી દીકરીને આ દુશ્મનએમતો અમે મિત્રતા કરી છે, પણ એક કુટિલનીતિથી કરી છે, અને એના દીકરા હાઈરે લગન કરવાનું ક્યે. પણ એના માણસોએ એને એવાત પાછી કરી.
મિત્રતા કરવા હારુજ જો આપણે કાનળદેવને સંદેશો મોકલ્યો હોય તો એના કરતા રૂળુ વધાવવું અને એનકારાતાય બોવસારી વાતકહેવાય કે વિરમદેવને તમારા કુંવરી પરણાવી દઈએ, એટલે રાજપૂતો આપણા હામાં બાધવા કોઈદી આવશેજ નઈ આ કામ કરવા જેવું છે.
ક્રમશઃ...