Shanta - 2 books and stories free download online pdf in Gujarati

શાંતા - 2

હજુ પણ જયારે શાળાએ જતી છોકરીઓને જોવે છે તો મનમાં ઈચ્છા થતી ભણવાની પણ શું કરે ? સંજોગ અને પરિસ્થિતિ સામે લાચાર હતી .

એક દિવસની રાત્રે જયારે શાંતા અને ઘરના બધા સભ્યો જમતા હતા ત્યારે થોડી છાસે રોટલો ગળે ઉતરતો ન હોવાથી શાંતા એ પોતાની બા ને કીધું "બા ,ભાણામાં થોડી છાશ આપને" !

શાંતા ની બા શુ કરે તપેલીમાં તળિયું ઢંકાઈ એટલી પણ છાશ ન હતી .

"બેટા ,આટલી છાશ ભાઈ માટે રાખવાની સે હવે વધારે નથી ".

"ઠીક છે બા" ,વધેલો રોટલો વધારે ચાવીને પોતાના થુંક સાથે જ ગળે ઉતારી દીધો અને પાણી પી લીધું .

શાંતાના ઘરના આંગણામાં એક મોટો પીપળો હતો . પાનખરની ઋતુ માં પીપળાના બધા જ પાન ખરી ગયા હોવાથી રાત્રે એ ખુબ બીહામળો લાગતો હતો .શાંતા એ કમુબેન ને પૂછ્યું "હે બા આ બધા પાન કેમ ખરી ગયા સે" ?

"આ પાન ઘરડા થઇ ગયા એટલે હવે નવા કુમળા પાન આવસે"

"તો ઈ પાન પણ પસી ઘરડા થઇ જસે એ પણ ખરી જશે" ?

"હા આ સદા ચાલતું રેસે જેમ રાત પસી દિવસ આવે દુઃખ પસી સુખ આવે એવીજ રીતે ".

"બા જેમ આપણે અતારે ગરીબીમાં જીવી તેમ સુખ નો વારો પણ આવશે હેને ?

"આ સાંભળતા કમુબેન ની આંખ ભરાઈ ગઈ અને શાંતા ને છાતી એ લગાડી ,હા મારી દીકરી જરૂર આવસે "

સુખદ અને શાંતિની પળો એ ઝડપથી પસાર થઇ જાય છે એન પછી આવતી દુઃખ કે તકલીફોને એવી કોઈ ઉતાવળ હોતી નથી એતો નિરાંતે જ જાય ,છતાં જાય એ પણ નિશ્ચિત .

પછી ના દિવસે શાંતા ના માસી તેના ઘરે આવ છે

"અલી અઘુ ક્યાં સે બટા તું" ?

ત્યાં સામેથી કમુબેન આવ્યા "લે બેન તું! આવ આવ "

"કેમ હારૂ ને ? લે પાણી લાવું બેસ તું ".

"હા એ બધું રેવા દે અધુ ક્યાં સે" ?

"એ ખેતર માં ગઈ મજૂરીએ "

હે ! આ સુ કેસો તું ?

હા બેન , હમણાંથી ઘરમાં બે ટાયમના ખાવાના પણ ફાંફા પડે સે તો શાંતા ને નિશાળેથી ઉઠાડી લીધી ."

અરે !" મારી કુમળી અધુ "

ત્યાંથી શાંતા ના માસી ખેતરે જાય છે શાંતા ને મળવા .ત્યાંતો માસીને જોઈને શાંતા ના આંખમાંથી શ્રાવણ -ભાદરવો વહેવા લાગે છે .

"કઈ નઈ બટા રડ માં બધું સારું થઇ જશે ,એકવાર તારા બાપુ ને સારું થઇ જાય પસી તને પાસી નિશાળે બેસાડી દેસુ બસ ".

છેલ્લે શાંતા ને હાથમાં સવા રૂપિયો આપી ત્યાંથી જતા રહે છે .

જોતજોતામા શાંતા નું બાળપણ આમ જ વીતી જાય છે .એક વેળાએ કૂદતી ,ઉછળતી અને ખુબ જ બોલકણી શાંતા ને સમયની એક થપાટે સંપૂર્ણપણે બદલી નાખી .સ્મિત વિનાનો ફિક્કો ચહેરો અને લાંબા વાળ પણ કૈક અંશે ટૂંકા અને વણાયેલી લટુ થઇ અંબોડામાં ગોઠવાઈ ગયા હતા ,ખાસ કોઈની સાથે બહુ બોલતી પણ નહિ ,પણ એની આંખોમા રહેલી એ વેદના જોતા જ ઉભરી આવતી .

શાંતાનાં બીજા ભાઈ ભાંડુ પણ ન ભણ્યા એમને તો બિલકુલ ભણવામાં રસ નહોતો. હવે શાંતાએ આ પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો હતો. ધીમે ધીમે સમયની સાથે સાથે બધુ ભૂલતી ગઇ અને મોટી થતી ગઇ.

ચોમાસાનો સમયગાળો હતો મોડી રાત સુધી ખેતરમાં કામ કરીને શાંતા અને તેની બહેનો ઘરે આવતી હતી, મુશળધાર વરસાદ અને વીજળીના ચમકારા થતા હતા પવન પણ હતો સાથે કાળા આકાશમાં વાદળોનું ધમાસાણ શરુ હતું, ક્યારેક દૂર તો ક્યારેક નજીકમાં વીજના ચમકારા થતા હતા એનાથી કાળું આકાશ વારંવાર ચમકી ઉઠતું હતું એ મુશળધાર વરસાદમાં ચારેય બહેનો ઝડપભેર વાડીના માર્ગથી ઘર તરફ આવતી હતી ત્યાં અચાનક વીજળીનો કડકો થયો!!to be continue 💚


બીજા રસપ્રદ વિકલ્પો